ઇંધણની અછતના કારણે શ્રીલંકાની હાલત ખરાબ, સરકારી શાળા અને ઓફિસ બંધ કરવાનો આદેશ
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતને કારણે સ્થિતિ વધાારે બગડી ગઈ છે. આગામી સપ્તાહથી દેશમાં જાહેર ક્ષેત્રની ઓફિસો અને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ પણ સોમવારથી ઓફિસે નહીં આવે. ઈંધણની તીવ્ર અછતને કારણે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. એજન્સી ઓફ ફ્રાન્સ પ્રેસના અહેવાલ મુજબ, શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે રાજધાની કોલંબોની તમામ સરકારી અને ખાનગી શાળાà
Advertisement
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતને કારણે સ્થિતિ વધાારે બગડી ગઈ છે. આગામી સપ્તાહથી દેશમાં જાહેર ક્ષેત્રની ઓફિસો અને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ પણ સોમવારથી ઓફિસે નહીં આવે. ઈંધણની તીવ્ર અછતને કારણે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. એજન્સી ઓફ ફ્રાન્સ પ્રેસના અહેવાલ મુજબ, શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે રાજધાની કોલંબોની તમામ સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકોને આગામી સપ્તાહથી ઓનલાઈન વર્ગો શરૂ કરવા જણાવ્યું છે. શ્રીલંકા પર આયાત માટે વિદેશી હૂંડિયામણ મેળવવા માટે તીવ્ર દબાણ છે કારણ કે વર્તમાન ઇંધણનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલની ભારે અછત
પબ્લિક એડમિનિસ્ટ્રેશન મંત્રાલયે એક આદેશ જાહેર કરીને તમામ સરકારી સંસ્થાઓ અને સ્થાનિક કાઉન્સિલને સોમવારથી ઓફિસો બંધ રાખવા જણાવ્યું છે. જેની પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત છે. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ઈંધણના પુરવઠામાં તીવ્ર અછત, જાાહેર પરિવહન અને ખાનગી વાહનોનો ઉપયોગ કરવામાં મુશ્કેલીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીને રાહત આપવામાં આવી છે.
આઝાદી બાદનું સૌથી ખરાબ આર્થિક સંકટ
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા 1948માં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે સરકાર પાસે આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે પૈસા બચ્યા નથી. દેશભરના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો છે અને ઈંધણનો પુરવઠો ન મળવાને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત શ્રીલંકામાં નાગરિકોને પણ ભારે વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણ, તેલ, ખાદ્યપદાર્થો અને આવશ્યક દવાઓની ભારે અછત છે, જેના કારણે અર્થવ્યવસ્થાને ખૂબ જ નુકસાન થયું છે.
આર્થિક સંકટનો હિંસક વિરોધ
ગયા વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાસાયણિક અને ખાતર ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ખેતરોમાં પાકને નુકસાન થયું હતું અને અનાજની કટોકટી સર્જાઈ હતી. સરકારને અન્ય દેશોમાંથી ખાણી-પીણીની આયાત કરવી પડી અને મોંઘવારી વધી. જેના કારણે શ્રીલંકા અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શરુઆતમાં આ આર્થિક સંકટના કારણે હિંસક વિરોધ ફાટી નિકળ્યો હતો. જેમાં અનેક લોકોના મોત પણ થયા હતા.