Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકા હિંસાની આગમાં સળગળ્યું, લોકોએ રાજપક્ષેના પૈતૃક ઘરને ફૂંકી માર્યુ, ભીડના ડરે એક સાંસદની આત્મહત્યા

ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલું શ્રીલંકા હવે હિંસાની આગમાં સળગી રહ્યું છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં સ્થિતિ વધુ બેકાબૂ બની છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આખા દેશમાં હિંસા ફાટી નિકળી છે. જેના પગલે દેશ આખામાં કર્ફ્યુ લાગુ કરાયો છે. અનેક લોકોના મોતના સમાચાર છે તો સામે અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજપક્ષેની જ પાર્ટીના જ એક સાંસદે
શ્રીલંકા હિંસાની આગમાં સળગળ્યું  લોકોએ રાજપક્ષેના પૈતૃક ઘરને ફૂંકી માર્યુ  ભીડના ડરે એક સાંસદની આત્મહત્યા
ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલું શ્રીલંકા હવે હિંસાની આગમાં સળગી રહ્યું છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં સ્થિતિ વધુ બેકાબૂ બની છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આખા દેશમાં હિંસા ફાટી નિકળી છે. જેના પગલે દેશ આખામાં કર્ફ્યુ લાગુ કરાયો છે. અનેક લોકોના મોતના સમાચાર છે તો સામે અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજપક્ષેની જ પાર્ટીના જ એક સાંસદે આત્મહત્યા કરી લીધી છે.  સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં શાસક પક્ષના એક સાંસદ અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. 
Advertisement


મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને લોકોએ ફૂંકી માર્યુ
સરકાર અને મહિન્દા રાજપક્ષેનો વિરોધ કરી રહેલા લોકોએ કુરુનેગલામાં આવેલા મહિન્દા રાજપક્ષેના પૂર્વજોના મકાનને પણ ફૂંકી માર્યુ છે. લોકોએ આ મકાનને આગ ચાંપી દીધી છે. સરકારનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકરીઓ પર મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ હુમલો કર્યો હતો. જે હુમલામાં ઓછામાં ઓછા 174 લોકો ઘાયલ થયા છે. જેના અમુક કલાક બાદ જ મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.  આ ઘટના બાદ દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને રાજધાનીમાં સેના તૈનાત કરવામાં આવી છે. 
મોબ લિંચિંગથી બચવા સાંસદે આત્મહત્યા કરી
પોલીસે જણાવ્યું હતું કે શ્રીલંકાના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (57) પોલોન્નારુઆને નિત્તમ્બુઆમાં શહેરમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરવામાં આવ્યા હતા. લોકોનો દાવો છે કે સાંસદની કારમાંથઈ ગોળીબારી થઇ હતી. જેથી ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે તેઓ ભાગીને એક બિલ્ડિંગમાં જતા રહ્યા. લોકોનું કહેવું છે કે ત્યારબાદ સાંસદે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઇમારત હજારો લોકોથી ઘેરાયેલી હતી અને બાદમાં સાંસદ અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પૂર્વ મંત્રી નિમલ લાંજાના ઘર પર હુમલો
પૂર્વ મંત્રી નિમલ લાંજાના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો થયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યા બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. 
Advertisement
Tags :
Advertisement

.