Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં એકવાર ફરી ઈમરજન્સી જાહેર, રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ

છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે આર્થિક સંકટ પછી શ્રીલંકામાં હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શ્રીલંકામાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ગૃહને કબજે કરતા અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જોકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા બુધવારે વહેલી સવારે દેશ છોડીને માલદીવ ગયા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
શ્રીલંકામાં એકવાર ફરી ઈમરજન્સી જાહેર  રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ
છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે આર્થિક સંકટ પછી શ્રીલંકામાં હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શ્રીલંકામાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ગૃહને કબજે કરતા અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જોકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા બુધવારે વહેલી સવારે દેશ છોડીને માલદીવ ગયા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. 
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડ્યા બાદ કોલંબોમાં હંગામો મચી ગયો છે. પ્રદર્શનકારો રસ્તા  પર ઉતરી આવ્યા છે. ઉશ્કેરાયેલી ભીડ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. રાજપક્ષેએ દેશની અર્થવ્યવસ્થાને ન સંભાળવા બદલ તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ વધી રહેલા લોક આક્રોશ વચ્ચે બુધવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
Advertisement

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડવાના સમાચાર મળતા જ લોકોએ રસ્તા પર દેખાવો શરૂ કરી દીધા હતા. હજારો વિરોધીઓ સંસદ તરફ આગળ  વધતાં  જોવા  મળી રહયા છે. જોકે પ્રદર્શનકારીઓએ સેનાની ગાડી રોકી દીધી છે. પીએમના નિવાસસ્થાન તરફ પણ ભીડ વધતી  જોવા મળી રહી છે.
 શ્રીલંકાના સામગી જન બાલવેગયા પાર્ટીના સાંસદ પતાલી ચંપિકા રાનાવાકાએ કહ્યું છે જોકે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપ્યા વિના દેશ છોડી ગયા છે. જોકે સ્પીકર અને સમગ્ર દેશને વિશ્વાસ હતો કે તેઓ યોગ્ય રીતે રાજીનામું આપશે અને બંધારણ મુજબ વડા પ્રધાન વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે.
Advertisement
Tags :
Advertisement

.