Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ આપશે રાજીનામું, લોકોએ PM હાઉસમાં લગાવી આગ

હાલમાં શ્રીલંકા ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. કોલંબોમાં, હજારો વિરોધીઓએ પોલીસ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો કર્યો. 22 મિલિયન લોકોની વસ્તી ધરાવતા રાષ્ટ્ર શ્રીલંકાની વર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી ગયા છે.રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપશે શ્રીલંકાà
07:20 PM Jul 09, 2022 IST | Vipul Pandya

હાલમાં શ્રીલંકા ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. કોલંબોમાં, હજારો વિરોધીઓએ પોલીસ બેરિકેડ
તોડીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો કર્યો.
22 મિલિયન લોકોની વસ્તી ધરાવતા
રાષ્ટ્ર શ્રીલંકાની વર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે
રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી ગયા છે.

રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપશે

શ્રીલંકાના ન્યૂઝવાયર, સ્પીકરને ટાંકીને અહેવાલ આપ્યો
છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે
13 જુલાઈએ રાજીનામું આપશે.

 

શ્રીલંકાના પીએમના નિવાસસ્થાને
આગ લાગી

શ્રીલંકામાં હિંસક પ્રદર્શનો
સતત વધી રહ્યા છે. ઉશ્કેરાયેલા ટોળાએ પીએમના નિવાસસ્થાને આગ ચાંપી દીધી છે. આ
ઘટનામાં કેટલાય લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.


વિરોધ પ્રદર્શન કવર કરી રહેલા
પત્રકારો પર હુમલો
, PMOએ માંગી માફી

વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલા
પત્રકારો પર સુરક્ષાકર્મીઓ દ્વારા હુમલાના અહેવાલો છે. જેના પર પત્રકાર સંઘે રેલી
કાઢી હતી. પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે
, "પ્રધાનમંત્રીએ સુરક્ષા
કર્મચારીઓ દ્વારા ચાલી રહેલા વિરોધને કવર કરી રહેલા પત્રકારો પરના હુમલા પર
દિલગીરી વ્યક્ત કરી હતી. શ્રીલંકામાં લોકશાહી માટે મીડિયાની સ્વતંત્રતા સર્વોપરી
છે." બીજી તરફ શ્રીલંકાના વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ પત્રકારો પર
હુમલાની નિંદા કરી અને પીએમ પર પણ નિશાન સાધ્યું.

 

રાષ્ટ્રપતિના મીડિયા વડાએ
રાજીનામું આપ્યું

શ્રીલંકામાં આર્થિક સંકટ અને
હિંસક વિરોધ વચ્ચે સરકાર બેકફૂટ પર છે. રાષ્ટ્રપતિના મીડિયા હેડ (પ્રેસિડેન્શિયલ
મીડિયાના ડાયરેક્ટર જનરલ) સુદેવ હેતિયારાચીએ રાજીનામું આપી દીધું છે.

 

PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું
આપ્યું

શ્રીલંકામાં ગૃહયુદ્ધ વચ્ચે વડા
પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઇમરજન્સી બેઠકમાં
રાજીનામું આપવાની ઓફર કરી હતી. મંજૂરી મળતાં તેણે આ પગલું ભર્યું હતું. પીએમ
વિક્રમસિંઘેએ કહ્યું કે તેમના રાજીનામાથી દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ
સાફ થઈ ગયો છે.

 

શ્રીલંકામાં હંગામોઃ તમામ શાળાઓ
15 જુલાઈ
સુધી બંધ

આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા
શ્રીલંકામાં સ્થિતિ કફોડી થઈ ગઈ છે. સેંકડો વિરોધીઓએ શનિવારે સેન્ટ્રલ કોલંબોના
ઉચ્ચ સુરક્ષા ઝોન ફોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો
જમાવ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી હતી. દેશમાં
વધી રહેલા વિરોધને જોતા શ્રીલંકાની સરકારે તમામ શાળાઓને
15 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ
જારી કર્યો છે.

Tags :
CrisisGotabayaRajapaksaGujaratFirstSriLanka
Next Article