Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20I માટે શ્રીલંકાએ ટીમ જાહેર કરી, હસરંગાને મળ્યું સ્થાન

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (મંગળવાર) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પ્રથમ T20 આંતરરાષ્ટ્ર્યી ક્રિકેટ મેચ માટે શ્રીલંકાએ તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમનું નેતૃત્વ દાસુન શનાકા સંભાળશે. આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. જોકે, મેચ પહેલાના સમાચાર સારા નથી. શ્રીલંકાએ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેà
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ t20i માટે શ્રીલંકાએ ટીમ જાહેર કરી  હસરંગાને મળ્યું સ્થાન
શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (મંગળવાર) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પ્રથમ T20 આંતરરાષ્ટ્ર્યી ક્રિકેટ મેચ માટે શ્રીલંકાએ તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમનું નેતૃત્વ દાસુન શનાકા સંભાળશે. આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. જોકે, મેચ પહેલાના સમાચાર સારા નથી. 
શ્રીલંકાએ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે તેની પ્લેઇંગ XIની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર દાસુન શનાકા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સિવાય, IPL 2022માં શાનદાર પ્રદર્શન કરનાર વાનિન્દુ હસરંગા, દુષ્મંથા ચમીરા, મહિષ તિક્ષા, ચમિકા કરુણારત્ને અને ભાનુકા રાજપક્ષે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. આ સાથે જ પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મતિષા પથિરાનાને તેના ડેબ્યૂ માટે થોડી રાહ જોવી પડશે.
Advertisement

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. હવામાનની વાત કરીએ તો સમાચાર બિલકુલ સારા નથી. મેચના દિવસે એટલે કે મંગળવારે વરસાદની સંભાવના છે કારણ કે સોમવારથી વરસાદ પડી રહ્યો છે. સાંજે 7 વાગ્યે 25 ટકા વરસાદની સંભાવના છે, પરંતુ બપોરે 80 ટકા વરસાદની સંભાવના છે. જોકે, તમામ ચાહકો પ્રાર્થના કરશે કે વરસાદ અવરોધ ન બને કારણ કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર મથિશા પાથિરાના શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાની જેવી જ બોલિંગ કરે છે. લસિથ મલિંગા જેવી બોલિંગ કરનાર પથિરાનાએ પણ પસંદગી સમિતિનો વિશ્વાસ જીતી લીધો છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બે ઈનિંગમાં પ્રભાવિત કર્યા હતા. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે T20 ફોર્મેટમાં છેલ્લી વખત ફેબ્રુઆરી 2022માં મેચ થઈ હતી. ડાઉન અંડર ખાતે રમાયેલી તે 5-મેચની T20I શ્રેણીમાં, કાંગારુઓએ ઉપ-મહાદ્વીપની ટીમને 4-1થી હરાવી અને શ્રેણી એકતરફી કબજે કરી હતી.
પ્રથમ T20 માટે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ XI:
શ્રીલંકા: પથુમ નિસાંકા, દાનુપથુમ નિસાંકા, દાનુષ્કા ગુનાથિલાકા, ચરિત અસલંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુસ્મંથા ચમીરા, મહેશ થીક્ષાના, નુવાન તુષારા.
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, એશ્ટન અગર, મિચેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, જોશ હેઝલવુડ.
Tags :
Advertisement

.