Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રમતવીર પી.ટી. ઉષાએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા,જાણો કોણ છે પી.ટી. ઉષા

રમતજગતના દિગ્ગજ ખેલાડી પી.ટી. ઉષાએ આજે રાજ્યસભાના સાંસદ તરીકેના આજે શપથ લીધા, ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોએ  ટેબલ થમ્પ કરીને  તેમનું સ્વાગત કર્યું.  જાણીતા એથલિટ પીટી ઉષાએ આજે રાજ્યસભાના સભ્યપદના શપથ લીધા. ઉપલા ગૃહની બેઠકની શરૂઆતમાં અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ શપથ લેવા માટે નામાંકિત સભ્ય ઉષાનું નામ મંગાવ્યું હતું.  આ ચાર જાણીતી હસ્તીઓને સરકાર દ્વારા ઉચ્ચ ગૃહમાં નામાંકિત કરવામાં આ
07:09 AM Jul 20, 2022 IST | Vipul Pandya
રમતજગતના દિગ્ગજ ખેલાડી પી.ટી. ઉષાએ આજે રાજ્યસભાના સાંસદ તરીકેના આજે શપથ લીધા, ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોએ  ટેબલ થમ્પ કરીને  તેમનું સ્વાગત કર્યું.  જાણીતા એથલિટ પીટી ઉષાએ આજે રાજ્યસભાના સભ્યપદના શપથ લીધા. ઉપલા ગૃહની બેઠકની શરૂઆતમાં અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ શપથ લેવા માટે નામાંકિત સભ્ય ઉષાનું નામ મંગાવ્યું હતું.
  
આ ચાર જાણીતી હસ્તીઓને સરકાર દ્વારા ઉચ્ચ ગૃહમાં નામાંકિત કરવામાં આવ્યાં
પી.ટી. ઉષા, રાજ્યસભાના સાંસદ બનતા જ તેમને ચો તરફથી શુભેચ્છી મળી રહી છે.  સાથે જ રાજ્યસભામાં નામાંકિત થયા બાદ પીટી ઉષાએ ટ્વીટ કર્યું. પીટી ઉષા, ભૂતપૂર્વ ઓલિમ્પિક એથ્લેટ અને ભારતના સૌથી પ્રખ્યાત રમતવીરોમાંના એક છે. પીટી ઉષા એ  ચાર જાણીતી હસ્તીઓમાંના એક છે જેમને સરકાર દ્વારા ઉચ્ચ ગૃહમાં નામાંકિત કરવામાં આવ્યાં  છે, આ સાથે જ અન્ય ત્રણ સભ્યોમાં સંગીત ઉસ્તાદ ઇલૈયારાજા, ફિલ્મ દિગ્દર્શક અને પટકથા લેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ અને સેવાભાવી પીવી હેગગડેને પણ રાજ્યસભાના સભ્ય બનાવાયા છે. પીટી ઉષા સોમવારે અન્ય નવા સાંસદો સાથે શપથ ગ્રહણ માટે સંસદમાં હાજર રહી શક્યા ન હતા. તેથી તેમનું નામાંકન જાહેર થયા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જઈને ચારેય સભ્યોને પોતપોતાના ક્ષેત્રોમાં યોગદાન માટે બિરદાવ્યા. આજે જ્યારે પી.ટી ઉષાએ હિન્દીમાં શપથ લીધા. ગૃહમાં હાજર સભ્યોએ ટેબલો થમથપાવીને પી.ટી. ઉષાનું સ્વાગત કર્યું. શપથ લીધા પછી, ઉષાએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો.

 આજે રાજ્યસભાના નવા સાંસદ બનેલા પી.ટી. ઉષા વિશે જાણવા જેવી છે આ બાબતો 
> પીટી ઉષાનો જન્મ 27 જૂન, 1964ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. તેઓ 15 વર્ષના હતા ત્યારથી જ ભારતીય એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે અને તેમની દોડવાની ક્ષમતા અને 'ભારતીય ટ્રેક-એન્ડ-ફીલ્ડની ક્વીન ' ને લોકો 'પાયોલી એક્સપ્રેસ'ના હુલામણા નામથી  ઓળખે આવે છે.
>તેમનામાં રેહલી એક ઉત્તમ એથલિટ્સની પ્રતિભા એથ્લેટિક્સ કોચ ઓએમ નામ્બિયારે  જોઇ હતી.  ત્યાર બાદ તેમણે ઉષાને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું અને, રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટમાં મોટી સંખ્યામાં  ગોલ્ડ મેડલ મેળવ્યાં, 1982માં દિલ્હીમાં એશિયન ગેમ્સમાં 100 મીટર અને 200 મીટર ઇવેન્ટમાં પી.ટી.ઉષાએ સિલ્વર મેડલ સુધીના રેસ લગાવી હતી.  
> કુવૈતમાં 1983 એશિયન ચેમ્પિયનશિપમાં તેમણે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો સાથે જ 400 મીટરદોડ - અને બીજી 200 મીટરમાં સિલ્વર મેડલ પણ જીત્યો. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1984ના ઓલિમ્પિકમાં તેઓ ટ્રેક-એન્ડ-ફીલ્ડ ઇવેન્ટમાં ભારત માટે પ્રથમ મેડલ જીતવાનું ચૂકી ગયા કારણ કે ફોટો-ફિનિશમાં તે 400 મીટર હર્ડલ્સમાં 1/100 સેકન્ડથી ચોથા સ્થાને રહ્યાં હતાં.
> પી.ટી. ઉષાએ 1983 અને 1998 વચ્ચે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભારત માટે 18 ગોલ્ડ મેડલ જીત્યા; છેલ્લે જાપાનમાં એશિયન ચેમ્પિયનશિપમાં 4x100m રિલેમાં તેમણે ગોલ્ડ મેળવ્યો હતો. સાથે જ 13 સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.
> પી.ટી. ઉષાની સિદ્ધિઓ પૈકી 1998 એશિયન ચેમ્પિયનશીપમાં વાલદિવેલ જયલક્ષ્મી, રચિતા મિસ્ત્રી અને EB શાયલા સાથે રાષ્ટ્રીય 4x100m રિલે રેકોર્ડના સેટિંગમાં પણ તેમણે ભાગ પણ લીધો હતો. 
> પી.ટી. ઉષાને 1985માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા, અને કન્નુર યુનિવર્સિટી (2000), IIT કાનપુર (2017) અને યુનિવર્સિટી ઓફ કાલિકટ (2018) તરફથી માનદ ડોક્ટરેટની પદવી  પણ એનાયત કરાઇ 
 
Tags :
GujaratFirstMVenkaiahNaiduNationalNewsRajyaSabhaMembershipRunnerPTUsha
Next Article