Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચકાનો પ્રેમ

ચકી ઉદાસ હતી. બચ્ચાંઓને પાંખ આવી.. ઉડી ગયાં. ચકાએ સમજાવી, 'તું પણ થોડું ઉડને!' 'ઉહું!' ચકીએ કહ્યું, 'તું ઘરઘુસલો! પાછો કેવો શાંત! તારું શું?' 'હું ઘરમાં ખુશ, તું આવે એની રાહ જોઇશ! આમજ જીવાય એટલું જીવી લે..'ચકાએ વ્હાલથી કહ્યું.ચકી ઉડાઉડ..આવજા... આવજા....ચકી આવે ત્યારે વ્હાલ જાય... ત્યારે ખીચડી...એક દિવસ ચકી વહેલી આવી. 'આ શું? ચકો ક્યાં?'ઉપરની ડાળેથી ક્લબલ સંભળાયું,'જા ને! લુચ્ચા,તારી ચકીનો  આવવાનો સમય થઈ à
08:36 AM Jun 01, 2022 IST | Vipul Pandya
ચકી ઉદાસ હતી. બચ્ચાંઓને પાંખ આવી.. ઉડી ગયાં. ચકાએ સમજાવી, "તું પણ થોડું ઉડને!" 
"ઉહું!" ચકીએ કહ્યું, "તું ઘરઘુસલો! પાછો કેવો શાંત! તારું શું?" 
"હું ઘરમાં ખુશ, તું આવે એની રાહ જોઇશ! આમજ જીવાય એટલું જીવી લે.."ચકાએ વ્હાલથી કહ્યું.
ચકી ઉડાઉડ..આવજા... આવજા....ચકી આવે ત્યારે વ્હાલ જાય... ત્યારે ખીચડી...
એક દિવસ ચકી વહેલી આવી. 
"આ શું? ચકો ક્યાં?"
ઉપરની ડાળેથી ક્લબલ સંભળાયું,"જા ને! લુચ્ચા,
તારી ચકીનો  આવવાનો સમય થઈ ગયો."
- દિના રાયચુરા
Tags :
GujaratFirstGujaratiMicrofictionGujaratiShortStoryMicrofictionPoemsmokingstorysparrowloveStories
Next Article