Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના જે.ડી. ગાબાણી પુસ્તકાલયમાં હિમાંશુ સાણંદિયાનું વક્તવ્ય, પુસ્તકો અને ફિલ્મોની અસર વિશે વક્તવ્ય આપ્યું

સુરતની સુપ્રસિદ્ધ એવા જે.ડી. ગાબાણી પુસ્તકાલય ખાતે અનેક વાંચન લેખન લક્ષી કાર્યક્રમો યોજાતા રહે છે. આવો જ એક કાર્યક્રમ છે સમૂહ પુસ્તક વાંચન. નિયમિત રીતે યોજાતા આ સમૂહ પુસ્તક વાંચન કાર્યક્રમનું ગુરુવારે 44મુ સોપાન યોજાયું હતું. જેમાં મોટા સંખ્યામાં જે.ડી. ગાબાણી સાથે સતત જોડાયેલા વાચકો અને લોકો હાજર રહ્યા હતા. આ સમૂહ પુસ્તક વાચન કાર્યક્રમમાં સાયકોલોજીકલ એક્સપર્ટ  હિમાંશુ સાણંદિય
સુરતના જે ડી  ગાબાણી પુસ્તકાલયમાં હિમાંશુ સાણંદિયાનું વક્તવ્ય  પુસ્તકો અને ફિલ્મોની અસર વિશે વક્તવ્ય આપ્યું
સુરતની સુપ્રસિદ્ધ એવા જે.ડી. ગાબાણી પુસ્તકાલય ખાતે અનેક વાંચન લેખન લક્ષી કાર્યક્રમો યોજાતા રહે છે. આવો જ એક કાર્યક્રમ છે સમૂહ પુસ્તક વાંચન. નિયમિત રીતે યોજાતા આ સમૂહ પુસ્તક વાંચન કાર્યક્રમનું ગુરુવારે 44મુ સોપાન યોજાયું હતું. જેમાં મોટા સંખ્યામાં જે.ડી. ગાબાણી સાથે સતત જોડાયેલા વાચકો અને લોકો હાજર રહ્યા હતા. આ સમૂહ પુસ્તક વાચન કાર્યક્રમમાં સાયકોલોજીકલ એક્સપર્ટ  હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે ઉસ્થિત રહ્યા હતા. જેમણે  પુસ્તક અને ફિલ્મોની જીવન પર થતી મનોવૈજ્ઞાનિક અસર વિશે વક્તવ્ય આપ્યું હતું.
હિમાંશુ સાણંદિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું કે જ્યારે આપણે કોઈપણ પુસ્તક વાંચીએ અથવા ફિલ્મ જોઈએ ત્યારે તે પુસ્તક અથવા ફિલ્મમાં પ્રસ્તુત વિચારો, લાગણી અને અનુભવમાંથી આપણે પસાર થઈએ છીએ. જે આપણા મનને પ્રભાવિત કરે છે. કોઈપણ વ્યક્તિ નવલકથા વાંચીને સમાપ્ત કરે છે પછી તે નવલકથાની વાર્તા વાચકના મનમાં આકાર પામેલી હોય છે. ફિકશન અથવા નોન ફિકશન બૂકને વાંચીને વાંચક લેખકના દ્રષ્ટિકોણથી પણ વિચારતો થાય છે. ઘણીવાર વ્યક્તિ નોવેલ અથવા ફિલ્મમાં દર્શાવેલા કરુણ અંતના લીધે પોતે પણ લાગણીશીલ ભાવના અનુભવે છે. તેની અસર વ્યક્તિના મગજ પર ઘણા સમય સુધી રહે એવુ પણ બને છે. 
વાંચન વડે મગજની કસરત થાય છે
જે દુનિયામાં આપણે જીવ્યા નથી કે જેના વિશે જાણતા નથી તે નવુ જોવાનો અને જાણવાનો અનુભવ વ્યક્તિને પુસ્તક દ્વારા થાય છે. પુસ્તકના વાંચન દ્વારા વ્યક્તિમાં ભાષા, શબ્દભંડોળ અને કોમ્યુનિકેશનમાં સુધારો આવે છે. દુનિયાની મોટાભાગની બાબતો જાણવા અને સમજવા માટે આપણું જીવન ખૂબ જ નાનું છે. પુસ્તકો દ્વારા આપણે લેખકની દુનિયાના અનુભવો, વાતો, વિચારો અને માન્યતાને જાણી શકીએ છીએ. પુસ્તક અને ફિલ્મો વ્યક્તિના માનસ પર ચોક્કસ અસર ઉભી કરે છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણા મગજના ઘણાબધા ભાગ એક સાથે કામ કરે છે. જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે શબ્દોને જોવાનું, તેને સમજવાનું, શબ્દનો અર્થ બનાવાવનું કામ મગજના અલગ અલગ ભાગમાં થાય છે. ટૂંકમાં કહેવુ હોય તો વાંચવાથી આપણા મગજની કસરત થાય છે. 
પુસ્તક અને ફિલ્મ, તણાવમુક્ત થવાનો રસ્તો
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ પોસ્ટ વર્ક આઉટ રીકવરી કસરતની માફક હોય છે. જે આપણને તણાવમુક્ત કરેછે. આ બાબતને ચકાસતો એક સ્ટડી થયો હતો. જેમાં પહેલા સ્ટેપમાં વ્યક્તિને ખૂબ જ મુશ્કેલ મેન્ટલ એરીથમેટીક (માનસિક અંકગણિત) ઉકેલવા માટે આપવામાં આવ્યું. બીજા સ્ટેપમાં તે વ્યક્તિને ખૂબ જ ભયાનક ફિલ્મ બતાવવામાં આવી. જેના લીધે વ્યક્તિના મગજમાં તણાવ વધે. ત્યારબાદ તેને તણાવમુક્ત થવા ત્રણ અલગ અલગ રસ્તાઓ આપવામાં આવ્યા. પહેલું- બેસીને ચા પીવાનું, બીજુ-  અડધી કલાક માટે બહાર ચાલવા કે ફરવા જવાનું અને ત્રીજુ- અડધો કલાક મનપસંદ બુક વાચવાનું. પછી આ સ્ટડીના રીસર્ચ દ્વારા જાણવા મળ્યું કે ચા પીનારામા- ૪૨%, ચાલવા જનારમાં ૫૭% અને બૂક વાંચનારમાં ૬૮% તણાવ ઓછો થયો હતો. આવુ એટલા માટે થાય છે કારણ કે જ્યારે વ્યક્તિ કોઇ પુસ્તક વાંચેછે ત્યારે તેનું પુરું ધ્યાન પુસ્તકમાં હોય છે. 
અવેરનેસ ઓફ માઈન્ડનું લેવલ વધે
જ્યારે આપણે પુસ્તક વાચ્યે છીએ ત્યારે આપણા મગજના બે ભાગ anterior insular cortex અને super marginal gyrusમાં ન્યુરલ કનેક્શન બહુ વધારે બનવા લાગે છે. જેના કારણે અવેરનેસ ઓફ માઈન્ડનું લેવલ વધે છે. સામેવાળી વ્યક્તિના આપણાથી અલગ વિચાર, ધારણા, ભાવના અને સમજ હોય છે. આ બાબતને સમજવાની ક્ષમતાને અવેરનેસ ઓફ માઈન્ડ કહેવામાં આવે છે. જેનો વિકાસ પુસ્તક વાંચનથી થાય છે. પુસ્તકો અને ફિલ્મોમાં જે દર્શાવવામાં આવે છે તે આપણા ATTITUDE, PERCEPTION અને BELIEF બનાવવામાં સૌથી વધારે અસર કરે છે.
Advertisement
Tags :
Advertisement

.