પોલીસ કર્મીઓ માટેની ખાસ ટ્રાફિક ડ્રાઇવ, શહેરના ચાર ઝોનમાં એક પણ કેસ નહીં, 16 દિવસમાં માત્ર 179 કેસ
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય માણસોને દંડ ફટકારવામાં આવે છે. ઘણા લોકો એવા સવાલ પૂછતા હોય છે કે પોલીસ કર્મીઓ પણ ટ્રાફિકના નિયમોનુ પાલન નથી કરતા, તો તેમને કેમ કોઇ દંડ કરતું નથી. તેવામાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરુ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ તમામ ઝોનમાં નિયમોનો
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય માણસોને દંડ ફટકારવામાં આવે છે. ઘણા લોકો એવા સવાલ પૂછતા હોય છે કે પોલીસ કર્મીઓ પણ ટ્રાફિકના નિયમોનુ પાલન નથી કરતા, તો તેમને કેમ કોઇ દંડ કરતું નથી. તેવામાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરુ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ તમામ ઝોનમાં નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મીઓ સામે કર્યાવહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
ખાસ ટ્રાફિક ડ્રાઇવ
જેના ભાગરુપે જ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 26 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. જો કે ટ્રાફિક નિયમોના ભંગ કરતા પોલીસ કર્મીઓ સામે કેસ કરવાના અમદાવાદ પોલીસ કમિશ્નરના આદેશ બાદ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 26 માર્ચથી શરુ થયેલી આ ડ્રાઇવમાં શહેરના ચાર ઝોન એવા છે કે જ્યાં એક પણ કેસ કરવામાં આવ્યો નથી.
કુલ 179 પોલીસ કર્મીઓને દંડ
10 એપ્રિલ એટલે કે આજે પુરી થતી આ ડ્રાઇવના આંકડાની વાત કરીએ તો 16 દિવસની અંદર માત્ર 179 પોલીસ કર્મીઓને જ ટ્રાફિક નિયમોના ભંગ બહદલ દંડ કરવામાં આવ્યો છે. આ 179 પોલીસ કર્મીઓને કુલ 82 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. માસ્ક, હેલમેટ, સીટબેલ્ટ કે અન્ય બાબતોમાં તરત જ સામાન્ય લોકોને દંડ ફટકારતું તંત્ર પોલીસ કર્મીઓને દંડ નથી ફચકારી શક્યું. પોલીસ સામે કાર્યવાહી કરવામાં તંત્ર પાછીપાની કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ યોજાયેલી કાાસ ટ્રાફિક ડ્રાઇવમાં શહેરના ચાર ઝોન ઝોન-4, ઝોન-5, ઝોન-6 અને ઝોન-7 પોલીસ કર્મીઓ સામે એક પણ કેસ નથી નોંધાયો. અન્ય ઝોન પ્રમાણેના આંકડા નીચે આપવામાં આવ્યા છે.
ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ
ટ્રાફિક પૂર્વ - 2 કેસ
ટ્રાફિક પશ્ચિમ - 132 કેસ
ઝોન 1 - 5 કેસ
ઝોન 2 - 25 કેસ
ઝોન 3 - 15 કેસ
ઝોન 4 - 0 કેસ
ઝોન 5 - 0 કેસ
ઝોન 6 - 0 કેસ
ઝોન 7 - 0 કેસ
Advertisement