Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્ત્રીઓએ ગરીબડી ગાયની ભૂમિકામાંથી બહાર નીકળવાની જરૂર છે

માર્ચ મહિનો એટલે અચૂક “વુમન્સ ડે” યાદ આવે જ. આપણે સૌ  હોંશભેર તો ક્યારેક ગાડરિયા જોશભેર મહિલાદિનની ઊજવણી કરીએ છીએ. પણ કદી વિચાર્યું છે કે, ભૂતકાળમાં શા માટે આ પ્રથા શરૂ થઇ હતી?ગુગલદાદાની કહાનીઓ મુજબ તો, વીસમી સદીની શરૂઆત કહો કે સાલ 1900ની આસપાસની વાત. સાલ 1908માં લગભગ 15,000 જેટલી સ્ત્રીઓએ  ‘વોટીંગ રાઈટ્સ’ મેળવવા  અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રેલી કાઢી હતી. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 1909ના રોજ ‘વુàª
10:24 AM Mar 08, 2022 IST | Vipul Pandya
માર્ચ મહિનો એટલે અચૂક “વુમન્સ ડે” યાદ આવે જ. આપણે સૌ  હોંશભેર તો ક્યારેક ગાડરિયા જોશભેર મહિલાદિનની ઊજવણી કરીએ છીએ. પણ કદી વિચાર્યું છે કે, ભૂતકાળમાં શા માટે આ પ્રથા શરૂ થઇ હતી?
ગુગલદાદાની કહાનીઓ મુજબ તો, વીસમી સદીની શરૂઆત કહો કે સાલ 1900ની આસપાસની વાત. સાલ 1908માં લગભગ 15,000 જેટલી સ્ત્રીઓએ  ‘વોટીંગ રાઈટ્સ’ મેળવવા  અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રેલી કાઢી હતી. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 1909ના રોજ ‘વુમન્સ ડે’ની ઊજવણી કરવામાં આવી. સાલ 1910માં જર્મન લેડી ક્લારા ઝેત્કીન (Clara Zetkin)ના નેતૃત્વ હેઠળ સ્ત્રીઓના સામાજિક ઉદ્ધાર અને વિકાસ માટે 17 જેટલાં વિવિધ દેશોમાંથી આવેલી 100 જેટલી મહિલાઓની પરિષદ યોજવામાં આવી હતી.
1911માં કોપન હેગનમાં સર્વ સંમતિ મળતાં, ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મનીમાં 19મી માર્ચે ‘વુમન્સ ડે’ ઉજવતાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. મહિલા મતાધિકાર, જરૂરી તાલીમ અને જાહેર ઓફિસોમાં કામ કરવાની છૂટ માટે અભિયાન ચલાવી લગભગ 10 લાખ જેટલાં સ્ત્રી-પુરૂષોએ મહિલાદિન ઉજવ્યો. પરંતુ, 25મી માર્ચે ન્યુયોર્કમાં કરવામાં આવેલાં the tragic ‘Triangle Fire’એ 140 જેટલી યહૂદી અને ઇટાલિયન વર્કિંગ વુમન્સનો ભોગ લીધો. આ દુર્ઘટનાને લીધે Bread and Roses’ campaignને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ સમયે  1913માં વૈશ્વિક સ્તરે શાંતિ અભિયાન ચલાવતા રશિયન મહિલાઓ દ્વારા ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મહિલાદિનની ઊજવણી કરવામાં આવી અને અનેક મંત્રણાઓ પછી 1914થી વિશ્વભરમાં 8મી માર્ચ મહિલાદિન તરીકે ઉજવવાનું જાહેર થયું.  સાલ 1917માં વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલાં 2 લાખ જેટલાં રશિયન સૈનિકોની તરફેણ કરતાં રશિયન મહિલાઓએ “bread and peace” હડતાલ અને રેલીઓ દ્વારા રાજકીય નેતાઓ સામે વિરોધ પ્રગટ કરતાં સ્ત્રીઓના પુરૂષ સમાન મતાધિકારની માંગણી કરી. તે દિવસ રશિયામાં મહિલા દિન કહેવાયો.
યુનાઇટેડ નેશન્સ દ્વારા પહેલીવાર ૧૯૭૫માં મહિલાદિનની  ઊજવણી કરવામાં આવી અને સ્ત્રીઓના સામાજિક વિકાસ અર્થે વૈશ્વિકસ્તરે પગલાં ભરવાની શરૂઆત ખરા અર્થે થઇ.
આમ જોતાં મહિલાના સામાજિક ઉદ્ધારની ચળવળ રૂપે “મહિલાદિન”ની ઊજવણી એક સદીથી ચાલી આવે છે. ઘણાખરા અર્થે  સ્ત્રી પુરૂષ જેટલી જ સામાજિક સક્ષમ બની ગઈ છે. તો, આવા સંજોગોમાં આગળ ઉપર શું? શું હજી એક સદી વીત્યા પછી પણ સ્ત્રીઓ માટે એક ખાસ દિવસની જરૂર છે?  શું સ્ત્રી દરેક દિવસને પોતાનો ખાસ દિવસ માનીને જીવવા જેટલી સક્ષમ નથી?  શું આજની તારીખેય સમાજમાં સ્ત્રીનું સ્થાન એક ખાસ દિવસ પુરતું જ માર્યાદિત છે?
ના, બિલકુલ નહીં. અહીં, હવે સમય પાકી ગયો છે કે, સ્ત્રીએ પોતાની વિચારધારા બદલવી જ રહી. સ્ત્રીનું સમાજમાં સ્થાન શું હશે એ જે-તે સ્ત્રી પર જ આધારિત છે.
सोच बदलो…. समाज को बदलना ही होगा ….
હવે એ સમય આવી ગયો છે કે, નારીએ તેમની ક્ષમતાની સાબિતી સાથે સમાજને એટલી નમ્ર વિનંતી કરવી રહી કે,   “નારી તું નારાયણી” કહી માથે ન ચડાવો… નારી છું, નારી તરીકે સન્માનથી જીવી શકું_એટલી અનુકૂળતા આપો..ઘણું છે.
કદી વિચાર્યું છે કે, પુરૂષ માટે પણ કોઈ ખાસ દિવસની ઊજવણી કરવી જોઈએ?! ક્યાંય સાંભળ્યું છે કે, કોઈ પુરૂષે પોતાના માટે ખાસ દિવસની માંગણી કરી હોય? જેમ સ્ત્રી એ ઈશ્વરનું નજાકતભર્યું અલૌકિક સર્જન છે તેમ પુરૂષ પણ ઈશ્વરનું બહારથી ફૌલાદી જ્યારે અંદરખાને ઋજુ કાળજું ધરાવતું અદ્ભુત સર્જન છે. જે મૂક રહી જીવનના દરેક તબક્કે સંબંધોને સાહજીકતાથી નિભાવી જાણે છે.  સ્ત્રીઓ જેવો કોઈ શો-ઓફ નહિ. નાનપણથી ક્યારેક બહેનની એક મીઠી મુસ્કાન માટે તો યુવાનીમાં પ્રેમિકાની ફાલતું જિદ્દ માટે, તો કદિક મા-બાપની ખુશી માટે, લગ્ન થતાં પતિ બનતાં જ પત્ની સાથેની રકઝકમાં કંટાળીને પતી જતો, બાળકોની ખુશી માટે આખી દુનિયા સાથે લડી લેવા તૈયાર બાપ દીકરીની વિદાય સમયે સાવ ભાંગી પડતો… છાને ખૂણે આંસું સારતો…
इतना सब कुछ करने के बाद भी कभी पुरुष को महान कहा नहीं जाता, उसके लिए कभी कोई ख़ास दिन की जरुरत नहीं पड़ी!!
हर वक्त ‘औरत’ को ही क्यों महान कहा जाता है?! उसे सब कुछ ख़ास क्यों चाहिए?!  थोडा वक्त निकालकर इस विषय में ज़रूर सोचना……
સ્ત્રીની કોઈપણ દયાજનક પરિસ્થિતિ માટે સ્ત્રી પોતે જ જવાબદાર છે. ચાલો માની લો કે, પુરૂષ જુલમ કરે છે…તો, સ્ત્રી એ જુલમ સહન કરે જ છે ને?! જો સ્ત્રી ધારે તો એનો વિરોધ કરી શકે. પણ, નહીં… સ્ત્રી ઈર્ષા ભાવને કારણે અંદરોઅંદર જ લડતી ઝગડતી રહે છે. જ્યારે પણ, સ્ત્રીઓ એકતાથી કોઈ કામ કરે છે, ત્યારે એ કાર્ય 100% સફળ થાય જ છે. ‘મહિલાદિન’ની ઉજવણીનો ઈતિહાસ એની સાબિતી છે. સ્ત્રી એકતા સાધે તો કશું જ તેના માટે અશક્ય નથી એ વાત સ્ત્રી પોતે જાણે જ છે, છતાં, સ્ત્રી એનો જન્મજાત ઈર્ષાભાવ છોડી શકતી નથી.
No doubt exists that all women are crazy; it’s only a question of degree.
ચાલો હવે થોડી વાતો કરીએ આપણા જ સમાજની…
 
કહેવાય છે કે,
You educate a man, you educate an individual.
You educate a woman, you educate a family.
તેમ છતાં, 21મી સદીમાં જીવતાં આપણે શિક્ષિત લોકો જ થોડાં થોડાં સમયે આ ચર્ચા ઉખાડતા રહીએ છીએ. અમુક વખતે તો, આ જ સ્ત્રી-વિષયક ચર્ચા એવી ઉગ્ર બનાવી દઈએ છીએ કે, સમજ જ ન પડે કે ચર્ચાનો મૂળ વિષય “સ્ત્રી” હતો કે “સેક્સ”?!
સૌપ્રથમ શાસ્ત્રોથી જ શરૂઆત કરીએ તો, મનુ ભગવાને સ્ત્રીને બીજાનાં આધિપત્ય નીચે મૂકી છે. બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પછી પુત્ર.  સ્ત્રીને પોતાની જાત માટે નહી પણ બીજા માટે જ જાણે જીવવાનું હોય એમ એનાં જીવનના દરેક તબક્કે એની ઉપર પુરૂષનું આધિપત્ય સ્થાપી દેવામાં આવ્યું છે. મનુ ભગવાનના નામે એમ પણ કહેવાય છે કે, “સ્ત્રીઓ પૂજ્ય છે, ત્યાં દેવોનો વાસ થાય છે.” પરંતુ, અહીં સ્ત્રીઓને પૂજવા માટે પુરૂષને ઊતારી પાડવો અને પછી સ્ત્રીને ચડિયાતી સાબિત કરવી એવું અર્થઘટન ન કરવું. એ જ રીતે, સ્ત્રીને પૂજી પૂજીને એની દેવી રૂપે શીલા બનાવી પૂજન કરો અને પછી સામાજીક ઉપેક્ષા થાય એ પણ સ્વીકાર્ય નથી.
વર્ષોથી રૂઢ થયેલી આપણી સમાજ રચનામાં વિશ્વમાં ભાગ્યેજ કયાંક સ્ત્રી-પુરૂષ સમાનતા જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાં જ જીવન વ્યતીત કરે છે. ઘરકામમાં જ તેમનું જીવન સુરક્ષિત માનવામાં આવે છે. એમની બુદ્ધિશક્તિનો ઉપયોગ ભાગ્યેજ કોઈ સમાજ કરી શકે છે. સ્ત્રીને પોતાની જાત માટે નહી પણ બીજા માટે જ જાણે જીવવાનું હોય એમ સ્વ-વિકાસ કે વ્યક્તિત્વ-વિકાસના ભોગે બીજાની સેવામાં આત્મ-ભોગ આપીને જ કૃતજ્ઞતા અનુભવવાની હોય છે. કવિવર ટાગોરની કવિતાના શબ્દો યાદ આવતાં નથી પણ એનો ગુજરાતીમાં અર્થ સ્ત્રીનું સર્જન “પ્રિયજનની સેવા કાજે” થાય છે.
ઘણી સ્ત્રી ઉદ્ધાર સંસ્થાઓના સભ્યો થોડાં થોડાં સમયે બરાડા પાડે છે, “સ્ત્રીઓને સમાજમાં પુરુષોની સમાન કક્ષાએ સ્થાન મળવું જ જોઈએ” ….આ લોકોને જરા શાંતિથી પૂછો કે, “આપ શું સાબિત કરવાં માંગો છો ??”
આપણા સમાજમાં સ્ત્રી અને પુરૂષ બંનેના કાર્ય-ક્ષેત્ર જુદાં-જુદાં છે. મોટાભાગની સ્ત્રીઓનું કાર્ય-ક્ષેત્ર ઘરકામ અને કુટુંબજીવન છે. આ કાર્ય પુરૂષના ઘરની બહાર નીકળી કુટુંબના જીવન-નિર્વાહની જવાબદારીના કામથી જરાયે ઉતરતું નથી. આ વાતનો જ્યાં સુધી આપણો સમાજ (સ્ત્રી અને પુરૂષ બંને) સ્વીકાર નહી કરે ત્યાં સુધી સ્ત્રીઓ કદી સમાનતા અનુભવી શકશે નહી. સ્ત્રીઓની ઘરની જવાબદારીનું મહત્વ પુરૂષના ઘરની બહાર નીકળીને કામ કરવાં જેટલું જ મહત્વનું છે. સ્ત્રીએ ઘરની, બાળકોની, વડીલોની જવાબદારી સાંભળી છે એટલે જ પુરૂષ નિશ્ચિંતપણે ઘરની બહાર કામ કરવાં નીકળી શકે છે.
હવે રથ તો ઐતિહાસિક ટીવી સીરીયલ પૂરતાં જ માર્તાદિત રહ્યાં છે. પણ આ સમયે અચૂક ‘રથ’ને યાદ કરીશ. રથના બે પૈડામાંથી કયું પૈડું મહત્વનું? ડાબું કે જમણું? હસવું આવ્યું ને?!  હા, જેમ રથમાં બંને પૈડાં એકબીજાના પુરક છે એમ જ સ્ત્રી-પુરૂષ એકબીજાના પુરક છે. બંને એકબીજા વિના અધૂરા. બદલાતાં સમય સાથે હવે સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી રહી છે. અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે. ઘણાં એવાં ક્ષેત્રો પણ છે કે જ્યાં માત્ર સ્ત્રીઓનું જ આધિપત્ય છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર (મેડીકલ)માં સ્ત્રીઓ મોખરે છે. આજકાલ, ભારતમાં ફાઈનાન્સ અને મીડિયાના ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓ મોખરે છે. થોડાં ભારેખમ શબ્દોમાં કહું તો, કાર્યદક્ષતાને જાતિ સાથે કશો સંબંધ નથી. એ વ્યક્તિગત છે.
સમાજના ઉદ્ધાર માટે લોક-જાગૃતિ જરૂરી છે. આ લોક-જાગૃતિ તો જ શક્ય બને કે, એમાં_“હું શું કરું ?” છોડી વ્યક્તિગત જાગૃતિ લાવીએ.
“The thing women have yet to learn is nobody gives you power.
You just take it.”
_Roseanne Barr
અહીં, સ્ત્રીઓએ સૌથી પહેલાં જાગૃત થવાની જરૂર છે. ગરીબડી ગાયની ભૂમિકામાંથી બહાર નીકળવાની જરૂર છે. પણ, એનો અર્થ એ પણ નથી કે, પુરૂષ સામે બંડ પોકારો.
“I do not wish women to have power over men;
but over themselves.” 
_ Mary Wollstonecraft
હજી સમાજમાં મોટાભાગના લોકો માટે સ્ત્રી એટલે “sex & production unit” જ છે. આજકાલ કોઈ પણ ક્ષેત્રની વાત લો. ટીવી સીરીયલ, ફિલ્મ, સાહિત્ય, કલા કે પછી આજકાલનું સૌનું માનીતું ફેસબુક-ટ્વીટર, આ બધાં માધ્યમમાં જે પ્રોગ્રામ કે ચર્ચા ચાલતી હોય તે જોશો કે વાંચશો તો અનુભવશો કે, ૯૦% સમાજ માટે સ્ત્રી એ માત્ર સેક્સનું સાધન માત્ર જ છે. અહીં, સમાજની વિચારસરણી છૂપી રહેતી નથી. સમાજ માત્ર આધુનિકતાનો દંભ કરે છે, ભીતરે તો હજી એજ સંકુચિત વિચારો ખદબદે છે.
5 O’s of A Powerful Woman
She
is
Optimistic
Outgoing
Outstanding
Open-minded
Outspoken
There are two powers in the world : one is the sword and the other is the pen. There is a great competition and rivalry between the two. There is a third power stronger than both, that of the women.
So,
Now onwards….
No Need to Celebrate Special Day for Women.
I think we should celebrate,
HAPPY HUMAN DAY instead of Women’s day
Please,
Respect every MALE/FEMALE in your Life.
You will never know what he/she has sacrificed for you.
Tags :
GujaratFirst
Next Article