Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બાબા બાગેશ્વરના રહેવા માટે થઈ રહી છે ખાસ વ્યવસ્થા

બાગેશ્વર ધામ સરકારના પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદ, સુરત અને રાજકોટમાં થવાનો છે. જેમાં અમદાવામાં 29 અને 30મી મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ઘાટલોડિયા ચાણક્યપુરી સેક્ટર 6 ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે...
09:08 PM May 17, 2023 IST | Viral Joshi

બાગેશ્વર ધામ સરકારના પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદ, સુરત અને રાજકોટમાં થવાનો છે. જેમાં અમદાવામાં 29 અને 30મી મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ઘાટલોડિયા ચાણક્યપુરી સેક્ટર 6 ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની નજીકમાં કરાયું છે.

પં. ધીરેન્દ્ર શાસ્ત્રી 28મીએ સાંજે અમદાવાદ આવી પહોંચવાના છે ત્યારે તેમના રહેવાની ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ તેમના સચિવો સાથે રહેવાના છે. જ્યારે બાજુના બંગલામાં 21 રૂમ છે જ્યાં તેમનો સ્ટાફ રહેશે. બંગલાની આજુબાજુના એરિયામાં 500 બોડીગાર્ડની સુરક્ષા રહેશે એ સિવાય પોલીસની સુરક્ષા વ્યવસ્થા અલગ હશે.

નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. એમાં ગ્રાઉન્ડ ક્લોર ઉપર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવાં મૂકવામાં આવશે. 80 લાખના ખર્ચે બનનારા આ બંગલાના નિર્માણની કામગીરી થોડાં દિવસોમાં પૂર્ણ થઈ જશે

પં. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બની રહેલા નવા આવાસમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં બધી જ નવી વસ્તુઓ મુકવામાં આવશે. તેમજ બંગલામાં એક મંદિરનું નિર્માણ પણ કરવામાં આવશે. અહીં ભોજન વ્યવસ્થા માટે ખાસ રસોયા પણ સવાર સાંજ રસોઈ કરવા માટે તૈનાત હશે.

આ પણ વાંચો : બાબા બાગેશ્વર ધામના નામે બે બહેનોએ શરૂ કરી TEA STALL

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadBaba BageshwarBageshwardham SarkarDhirendra ShashtriDivy Darbar
Next Article