Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દી અને બંગાળી બોલતા બાંગ્લાદેશના PM હસીનાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો, Video

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ભારત પહોંચી ગયા છે. બાંગ્લાદેશના વડા પ્રધાનનું દિલ્હી આગમન કર્યા બાદ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હસીના પોતાના ભારતીય સમકક્ષ વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચાર દિવસની મુલાકાતે અહીં આવ્યા છે.  મુલાકાત દરમિયાન, બાંગ્લાદેશ અને ભારત જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર
હિન્દી અને બંગાળી બોલતા બાંગ્લાદેશના pm હસીનાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો  video
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ભારત પહોંચી ગયા છે. બાંગ્લાદેશના વડા પ્રધાનનું દિલ્હી આગમન કર્યા બાદ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હસીના પોતાના ભારતીય સમકક્ષ વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચાર દિવસની મુલાકાતે અહીં આવ્યા છે. 
Advertisement

મુલાકાત દરમિયાન, બાંગ્લાદેશ અને ભારત જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કરે તેવી સંભાવનાઓ છે. આ સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું રાષ્ટ્રપતિ ભવનમાં આગમન થયા બાદ સ્વાગત કર્યું હતું.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે ભારતની મુલાકાતે આવ્યા છે. બાંગ્લાદેશના PM શેખ હસીના ભારત પ્રવાસના બીજા દિવસે આજે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા વડા પ્રધાનશ્રી મોદીએ બાંગ્લાદેશના PM શેખ હસીનાનું ઔપચારિક સ્વાગત કર્યું. 
Advertisement

આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના ઉષ્માભર્યા સ્વાગત બાદ બાંગ્લાદેશના વડા પ્રધાને કહ્યું કે, ભારત અમારો મિત્ર છે. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે મારા માટે ખુશીની વાત હોય છે. કારણ કે અમે અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ રાખીએ છીએ. અમારા મૈત્રીપૂર્ણ સંબંધો છે, અમે એકબીજાને સહકાર આપીએ છીએ.

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ તેમની ભારત મુલાકાત પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં રોહિંગ્યા મુસ્લિમો વિશે કહ્યું હતું કે, 'આ અમારા માટે મોટો બોજ છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમારા પડોશીઓ સાથે પરામર્શ કરી રહ્યા છીએ. જેથી કરીને રોહિંગ્યા સ્વદેશ પાછા જઈ શકે. અમે રોહિંગ્યાઓને આશ્રય આપી રહ્યા છીએ, જરૂરી મદદ પૂરું પાડી રહ્યા છીએ. હસીનાએ કહ્યું કે, અમને કોવિડ દરમિયાન રસી પણ આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે તેઓ ક્યાં સુધી અહીં રહેશે. કેટલાક લોકો ડ્રગ્સની દાણચોરી, મહિલાઓની દાણચોરીમાં સામેલ છે. તેઓ જેટલા વહેલા તેમના ઘરે પાછા જશે તેટલું આપણા દેશ અને મ્યાનમાર માટે સારું છે.
બાંગ્લાદેશના PM શેખ હસીનાએ તેમના દેશની અર્થવ્યવસ્થા વિશે કહ્યું કે, 'અમારી અર્થવ્યવસ્થા હજુ પણ ઘણી મજબૂત છે. અમે કોરોના રોગચાળાનો સામનો કર્યો, યુક્રેન અને રશિયાના યુદ્ધની પણ અમને અસર થઈ પરંતુ બાંગ્લાદેશ સમયસર લોન ચૂકવી રહ્યું છે. મને નથી લાગતું કે અમે ક્યારેય શ્રીલંકા જેવી સ્થિતિનો સામનો કરીશું. વડા પ્રધાન શેખ હસીનાએ વધુમાં કહ્યું કે, અમારું મુખ્ય ધ્યાન અમારા લોકો વચ્ચે સહકાર વધારવા, ગરીબીનો અંત લાવવા અને અર્થવ્યવસ્થાને સુધારવા પર છે. આ મુદ્દાઓ સાથે, અમે બંને સાથે મળીને કામ કરીશું. આનાથી માત્ર ભારત-બાંગ્લાદેશ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના લોકો સારું જીવન મેળવી શકશે. તે અમારું લક્ષ્ય છે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ બંને વડા પ્રધાન 2015થી અત્યાર સુધી 12 વખત મળ્યા છે. બાંગ્લાદેશ હવે દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $9 બિલિયનથી વધીને $18 બિલિયન થયો છે. જણાવી દઈએ કે, શેખ હસીના ચાર દિવસની મુલાકાતે સોમવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ બાંગ્લાદેશના વડાપ્રધાનનું એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી દર્શના જર્દોષે સ્વાગત કર્યું હતું.
Tags :
Advertisement

.