સપાના દિગ્ગજ નેતા આઝમખાનને બીજો ઝટકો, 3 વર્ષની સજા બાદ હવે ધારાસભ્ય પદ પણ ગયું
યુપી(UP)ની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને (Azam Khan)બીજો ફટકો પડ્યો છે. ગઈકાલે તેમને 2019ના ભડકાઉ ભાષણ મામલે કોર્ટ દ્વારા 3 વર્ષની સજા કરવામાં આવી હતી જે પછી આજે વિધાનસભા સ્પીકર દ્વારા તેમનું ધારાસભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ ધારાસભ્યને 2 કે તેનાથી વધુ વર્ષની જેલની સજા થાય તો તેનું ધારાસભ્ય પદ આપમેળે રદ થઈ જતું હોય છે તેવી કાયદામાં જોગવાઈ છે. ભાજપ ધાર
યુપી(UP)ની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને (Azam Khan)બીજો ફટકો પડ્યો છે. ગઈકાલે તેમને 2019ના ભડકાઉ ભાષણ મામલે કોર્ટ દ્વારા 3 વર્ષની સજા કરવામાં આવી હતી જે પછી આજે વિધાનસભા સ્પીકર દ્વારા તેમનું ધારાસભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ ધારાસભ્યને 2 કે તેનાથી વધુ વર્ષની જેલની સજા થાય તો તેનું ધારાસભ્ય પદ આપમેળે રદ થઈ જતું હોય છે તેવી કાયદામાં જોગવાઈ છે. ભાજપ ધારાસભ્ય આકાશ સક્સેનાએ નોંધાવેલી ફરિયાદની નોંધ લીધા બાદ સ્પીકર સતીષ મહાનાએ આ કાર્યવાહી કરી હતી. આકાશ સક્સેનાએ અધ્યક્ષ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચને પણ સભ્યપદ રદ કરવાની ફરિયાદ મોકલી હતી. અધ્યક્ષે સભ્યપદ રદ થયા બાદ રામપુર વિધાનસભાના પદની ખાલી જગ્યા અંગે પણ ચૂંટણી પંચને માહિતી મોકલી છે.
2019ના ભડકાઉ ભાષણ કેસમાં આઝમખાનને 3 વર્ષની સજા
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય આઝમ ખાનને ગુરુવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે નફરતભર્યા ભાષણ બદલ ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે કોર્ટે તેમને તરત જામીન પણ આપી દીધા હતા.
યુપીની રામપુર બેઠક પરથી ધારાસભ્ય હતા આઝમખાન
સપાના પીઢ નેતા આઝમખાન યુપીની રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હતા. તેમની સામે ભડકાઉ ભાષણની ઉપરાંત બીજા પણ ઘણા કેસ ચાલી રહ્યાં છે.
Advertisement