Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એશિયન ફિલ્મ એવોર્ડના નોમિનેશનમાં સાઉથે મારી બાજી, આ બંને ફિલ્મો વચ્ચે થશે ટક્કર

Asian Film Awards: એશિયન ફિલ્મ એવોર્ડ્સ ફિલ્મ જગતના સ્ટાર્સ માટે એક મોટું સન્માન છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું અને તેની ફિલ્મનું નામ નોમિનેશન લિસ્ટમાં આવે. તાજેતરમાં, 16મા એશિયન ફિલ્મ એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ બહાર આવ્યું છે, જેમાં ભારતમાંથી સાઉથ ઈન્ડસ્ટ્રીની બે ફિલ્મોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.હોંગકોંગમાં 12 માર્ચે 16મો એશિયન ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે. તાજેતરમાં તેણે તેની નોà
01:37 AM Jan 07, 2023 IST | Vipul Pandya
Asian Film Awards: એશિયન ફિલ્મ એવોર્ડ્સ ફિલ્મ જગતના સ્ટાર્સ માટે એક મોટું સન્માન છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું અને તેની ફિલ્મનું નામ નોમિનેશન લિસ્ટમાં આવે. તાજેતરમાં, 16મા એશિયન ફિલ્મ એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ બહાર આવ્યું છે, જેમાં ભારતમાંથી સાઉથ ઈન્ડસ્ટ્રીની બે ફિલ્મોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
હોંગકોંગમાં 12 માર્ચે 16મો એશિયન ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે. તાજેતરમાં તેણે તેની નોમિનેશન લિસ્ટ જાહેર કરી છે, જેમાં 'પોનીયિન સેલ્વન 1' અને 'RRR' એ માત્ર બે ભારતીય ફિલ્મો છે જેણે નોમિનેશન લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. મણિરત્નમની 'પોનીયિન સેલ્વન 1' શ્રેષ્ઠ ફિલ્મ સહિત છ કેટેગરીમાં નોમિનેટ થઈ છે, જ્યારે એસએસ રાજામૌલીની 'આરઆરઆર' પણ બેસ્ટ વિઝ્યુઅલ અને બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં સ્થાન પામી છે.
તાજેતરમાં, એશિયન ફિલ્મ એવોર્ડ્સ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, '16મા એશિયન ફિલ્મ એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સ હમણાં જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હોંગકોંગ પેલેસ મ્યુઝિયમ ખાતે 16મી એશિયન ફિલ્મ એવોર્ડ્સ 12 માર્ચે સાંજે 7:30 કલાકે યોજાશે. 16મા એશિયન ફિલ્મ એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ અને જ્યુરી જજોની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મણિરત્નમની 'પોન્નીન સેલ્વન 1' એ રિલીઝ થયા બાદ સિનેમાઘરોમાં 500 કરોડથી વધુની કમાણી કરી હતી અને દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. એશિયન ફિલ્મ એવોર્ડ્સે આ ફિલ્મને છ કેટેગરીમાં નોમિનેટ કરી હતી. શ્રીકર પ્રસાદને બેસ્ટ એડિટિંગ માટે, રવિ વર્મનને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે, એઆર રહેમાનને બેસ્ટ મ્યુઝિક માટે, ઈકા લાખાનીને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે અને થોટા થરાનીને બેસ્ટ પ્રોડક્શન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, રાજામૌલીની 'RRR' શ્રીનિવાસ મોહન માટે શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને અશ્વિન રાજશેખરને શ્રેષ્ઠ અવાજ માટે નામાંકિત કરવામાં આવી છે.
આ પણ વાંચો - બાફ્ટા ફિલ્મ એવોર્ડની રેસમાંથી બહાર થઈ આલિયાની 'ગંગુબાઈ કાઠિયાવાડી', RRR હજુ પણ યાદીમાં સામેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AsianFilmAwardsGujaratFirstNominationSouthIndianFilmSouthIndianFilmIndustries
Next Article