Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફી વગર કામ કરવાથી લઈને પહેલો સિક્સ પેક એબ્સ બનાવનાર સાઉથ સ્ટાર

પેન ઈન્ડિયા એક્ટર અલ્લુ અર્જુનનો જન્મદિવસ 8મી એપ્રિલે છે. જન્મદિવસના ખાસ અવસર પર અલ્લુ અર્જુન વિશેના હેશટેગ્સ સવારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. પુષ્પાઃ ધ રાઇઝની સફળતાથી, લોકો અલ્લુ અર્જુન વિશે વધુને વધુ જાણવા માંગે છે. તે જ સમયે, આ વખતે હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ અલ્લુના જન્મદિવસનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. આવો અમે તમને અલ્લુ અર્જુનના જન્મદિવસના ખાસ અવસર પર તેની à
ફી વગર કામ કરવાથી લઈને પહેલો સિક્સ પેક એબ્સ બનાવનાર સાઉથ સ્ટાર
પેન ઈન્ડિયા એક્ટર અલ્લુ અર્જુનનો જન્મદિવસ 8મી એપ્રિલે છે. જન્મદિવસના ખાસ અવસર પર અલ્લુ અર્જુન વિશેના હેશટેગ્સ સવારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. પુષ્પાઃ ધ રાઇઝની સફળતાથી, લોકો અલ્લુ અર્જુન વિશે વધુને વધુ જાણવા માંગે છે. તે જ સમયે, આ વખતે હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ અલ્લુના જન્મદિવસનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. આવો અમે તમને અલ્લુ અર્જુનના જન્મદિવસના ખાસ અવસર પર તેની ખાસ વાતો જણાવીએ. અલ્લુ અર્જુનનું નામ એ થોડા ટોલીવુડ સેલેબ્સમાંનું એક છે જેમની સિનેમેટિક સક્સેસ રેશિયો ખૂબ જ સારો છે. જાણકારી અનુસાર અલ્લુ અર્જુનની એક ફિલ્મ 400 કરોડ ક્લબમાં, 1 ફિલ્મ 250 કરોડ ક્લબમાં અને 3 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ છે.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની લવ સ્ટોરી 
અલ્લુ અર્જુને વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે 6 માર્ચે પ્રેમ લગ્ન કર્યા હતા. સ્નેહા રેડ્ડી ખૂબ જ સુંદર છે અને તે આ મામલે કોઇ અભિનેત્રીથી ઓછી નથી. લગ્ન બાદ અલ્લુ અને સ્નેહા બે બાળકોના માતા-પિતા બન્યા છે. કપલના પુત્રનું નામ અલ્લુ અયાન અને પુત્રીનું નામ અલ્લુ અરહાન છે.અલ્લુ પહેલી વાર સ્નેહાને એક મિત્રના લગ્નમાં મળ્યો હતો. અલ્લુ પહેલી નજરમાં જ સ્નેહાના પ્રેમમાં પડી ગયો. બંનેએ એકબીજા સાથે વાત કરી અને નંબર એક્સચેન્જ કર્યા. તે સમયે સ્નેહા અમેરિકાથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને ભારત પરત આવી હતી. સ્નેહા હૈદરાબાદના એક બિઝનેસમેનની દીકરી હતી. અલ્લુનું નામ પણ તે સમયે ઘણું જાણીતું હતું, કારણ કે ત્યાં સુધીમાં અલ્લુએ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી.

પરિવારના સભ્યોએ  આ સંબંધ પસંદ ન હતો
પરિવારના સભ્યોને ઉદ્યોગપતિની પુત્રીએ ફિલ્મ સ્ટાર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી ન હતી. આ કારણે સ્નેહાના પરિવારે આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ અલ્લુ અને સ્નેહા એકબીજાને છોડવા માંગતા ન હતા. અલ્લુ અર્જુને સ્નેહાના પરિવારને રેડી કરવા આકરી મહેનત કરી હતી, ત્યાર બાદ આખરે તેનો પરિવાર લગ્ન માટે સંમત થયો. પછી શું હતું, અલ્લુ અર્જુને તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા.
 

અલ્લુ અર્જુન તેના કિલર ડાન્સ મૂવ્સ અને ડેશિંગ વ્યક્તિત્વ માટે પણ જાણીતો છે
RVCG મૂવીઝના અહેવાલ મુજબ, અલ્લુ અર્જુન 2007ની ફિલ્મ દેસામુદુરુમાં તેના સિક્સ પેક એબ્સનો ફ્લોન્ટ કરનાર પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેતા છે.અલ્લુ અર્જુનની પણ સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે, જે પુષ્પાની રિલીઝ પછી વધુ વધી ગઈ છે. અલ્લુ અર્જુનના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત 45 મિલિયનથી વધુ સોશિયલ મીડિયા ફોલોઅર્સ છે. એવું કહેવાય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મો ક્રિટિક્સને પણ ઘણી પસંદ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનને માત્ર 20 ફિલ્મો માટે 5 ફિલ્મફેર એવોર્ડ સાઉથ અને 37 અન્ય એવોર્ડ મળ્યા છે.
 

ઘણી ફિલ્મો માટે નથી લીધી ફી
ઘણીવાર એવું જોવા મળે છે કે સેલેબ્સ તેમના વધતા સ્ટારડમની સાથે તેમની ફી પણ વધારી દે છે. પરંતુ મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુને વેદમ અને રુદ્રમાદેવી ફિલ્મો માટે કોઈ ફી લીધી નથી. સાથે  આ બંને ફિલ્મોમાં અલ્લુના અભિનયને બધાને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનને સેટેલાઇટ સુપરસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્લુની ફિલ્મો અને ગીતોને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળ્યા છે. તે જ સમયે, અલ્લુની ફિલ્મોને ટીવી પર પણ મજબૂત ટીઆરપી મળે છે.
 
તેલુગુ હોય કે ડબિંગ હિન્દી વર્ઝન કેમ ન હોય રહે છે હિટ
 RVCG મૂવીઝના એક અહેવાલ અનુસાર, અલ્લુ અર્જુન એકમાત્ર સાઉથ સ્ટાર છે જેમની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમ્'ના એકમાત્ર તેલુગુ વર્ઝનએ 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. દર્શકો હજુ પણ ફિલ્મના ગીત બુટા બમ્માને એન્જોય કરે છે.અલ્લુ અર્જુનના ડાન્સ મૂવ્સ અને સુપરકૂલ ડાયલોગ્સ શરૂઆતથી જ પસંદ કરવામાં આવ્યા છે. જોકે, પુષ્પા સાથે આ ક્રેઝ અને ટ્રેન્ડ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયો છે. રિલીઝના લાંબા સમય બાદ પણ પુષ્પાનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર ખાસ્સો જોવા મળી રહ્યો છે.
 
પુષ્પા ધ રાઇઝ
પુષ્પાને વૈશ્વિક સ્તરે પસંદ કરવામાં આવી છે. માત્ર ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડથી વધુની કમાણી કરી હતી, જ્યારે રણવીર સિંહની 83 અને હોલીવુડની ફિલ્મ સ્પાઈડર મેન - નો વે હોમ ફિલ્મોને  આ ફિલ્મે સાધી સ્પર્ધા આપી હતી. હવે ચાહકો  'પુષ્પા-ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.