ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દક્ષિણ ગુજરાત રીજીયન વડોદરાના હસ્તે ટપાલમાં સારી કામગીરીને લઈ તમામ કર્મચારીનું સન્માન કરાયું

તારીખ ૨૭-૧૨-૨૦૨રના રોજ અધિક્ષક ડાકઘર, ખેડા વિભાગ દ્વારા શ્રીમતી પ્રીતિ અગ્રવાલ, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રીજીયન વડોદરાના નેતૃત્વ હેઠળ નગરપાલિકા હોલ,ખંભાત ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડંડ ખાતા સ્કીમ, રીકરીંગ ખાતા, ટાઇમ ડીપોઝીટ ખાતા વગેરે તેમજ ટપાલ જીવન વીમાના બહોળા પ્રચાર પ્રસાર તેમજ હિસાબી વર્ષ ૨૦૨૨-૨૩ દરમà
12:29 PM Dec 28, 2022 IST | Vipul Pandya
તારીખ ૨૭-૧૨-૨૦૨રના રોજ અધિક્ષક ડાકઘર, ખેડા વિભાગ દ્વારા શ્રીમતી પ્રીતિ અગ્રવાલ, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રીજીયન વડોદરાના નેતૃત્વ હેઠળ નગરપાલિકા હોલ,ખંભાત ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડંડ ખાતા સ્કીમ, રીકરીંગ ખાતા, ટાઇમ ડીપોઝીટ ખાતા વગેરે તેમજ ટપાલ જીવન વીમાના બહોળા પ્રચાર પ્રસાર તેમજ હિસાબી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ટપાલ જીવન વીમા અને બચત ખાતાને લગતી કામગીરીમાં જે પણ કર્મચારી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમને પ્રોત્સાહિત કરવા માટે એક અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં શ્રીએચ.સી.પરમાર, અધિક્ષક ડાકઘર,ખેડા વિભાગ તેમજ ટપાલ ખાતાના વિવિધ અધિકારી અને ખંભાત અને પેટલાદ ઉપવિભાગના બ્રાંચ પોસ્ટમાસ્ટર પણ હાજર રહ્યા હતા.
તારીખ ૨૧-૧૨-૨૦૨૨ થી ૨૭-૧૨-૨૦૨૨ દરમિયાન યોજાયેલ મહામેળામાં ખેડા વિભાગ દ્વારા ૪૫૦૦ POSB ખાતા ખોલવામાં આવ્યા તેમજ રૂપિયા ૧ કરોડ ૩૭ લાખ ટપાલ જીવન વીમા અને ૩ કરોડ ૭૭ લાખની ગ્રામીણ ટપાલ જીવન વીમાની પોલીસી ઉતારવામાં આવી. આ અધિવેશનમાં હિસાબી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ટપાલ જીવન વીમા અને બચત ખાતાને લગતી કામગીરીમાં જે પણ કર્મચારી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવા બાંય પોસ્ટ માસ્ટર તેમજ મેઈલ ઓવરસીયર અને ઉપ વિભાગીય ડાક અધિક્ષકને પ્રીતિ અગ્રવાલ, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રીજીયન વડોદરાના હસ્તે પ્રોત્સાહન ઇનામ આપી તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. 
તેમજ શ્રીમતી પ્રીતિ અગ્રવાલ દ્વારા દરેક કર્મચારી ગણને સારી કામગીરી બાબતે અભિનંદન પાઠવવામાં આવ્યા અને પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમને ગામડાના છેવાડાના માણસ સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. શ્રીમતી પ્રીતિ અગ્રવાલ દ્વારા દરેક કર્મચારી ગણને પ્રોત્સાહિત કરી વધુ સારી કામગીરી કરી શકે તે માટે નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો.
આપણ  વાંચો- અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2022માં ભરૂચના ગુરુ અને શિષ્યને એવોર્ડ પ્રાપ્ત થયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
EmployeeGujaratFirstMrs.PreetiAggarwalNadiadPostMasterGeneralPostOffice
Next Article