દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિગ પંસદ કરી, ભારતીય ટીમ માટે આજ કરો યા મરો જેવી સ્થિતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે..દક્ષિણ આફ્રિકાએ સતત ત્રીજી વખત ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનું નક્કી કર્યું છે. અગાઉ બંને મેચ હારી ચૂકેલી ભારતીય ટીમ માટે આજની મેચ કરો યા મરો જેવી છ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે..દક્ષિણ આફ્રિકાએ સતત ત્રીજી વખત ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનું નક્કી કર્યું છે. અગાઉ બંને મેચ હારી ચૂકેલી ભારતીય ટીમ માટે આજની મેચ કરો યા મરો જેવી છે કારણ કે જો ટીમ આજે હારી જશે તો તે શ્રેણી હારી જશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા આજની મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ભારત વર્ષ 2015 થી સતત ત્રણ T20 મેચ હાર્યું નથી અને આવી સ્થિતિમાં આજે આ મેચ ખૂબ જ રસપ્રદ બનવાની છે.
ND vs SA 3જી T20I: બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (સી), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વેન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન (ડબલ્યુકે), ડ્વેન પ્રિટોરિયસ, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરીખ નોરખિયા, તબરેઝ શમ્સી.
ભારત: ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.
Advertisement