ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનું કંગાળ પ્રદર્શન, ટીમ 100 નો આંકડો પણ ન કરી શકી પાર
ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ
આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનાં પહેલા જ દિવસે સાઉથ આફ્રિકાનાં બેટ્સમેન પત્તાની
જેમ વેરવિખેર થઈ ગયા હતા. પૂરી ટીમ એકસાથે 50 ઓવર પણ
રમી શકી ન હતી અને 49.2 ઓવરમાં 95
રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ઝુબેર હમઝા
(25)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 23 રનમાં 7
વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ 100 રનનો આંકડો ન મેળવી શકી
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 100 રનનો
આંકડો પણ મેળવી શકી નહીં. આ એ જ ટીમ છે જેણે ભારતીય ખેલાડીઓને તેની જમીન પર ધૂળ
ચટાવી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ટીમ
પર સવાલો ઉઠી રહ્યા છે કે તે આ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હારી ગઈ જે 100 રન પણ ન
બનાવી શકી. તેટલુ જ નહી દક્ષિણ આફ્રિકાની ખરાબ બેટિંગને લઇને ટ્વિટર પર સતત
પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ સિવાય ભારતીય ટીમ પર પણ નિશાન સાધવામાં આવી
રહ્યું છે કે તેને પ્રોટીઝ ટીમથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું કહેવુ છે કે,
દક્ષિણ આફ્રિકાની આ ટીમ એટલી મજબૂત નથી,
પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો
હતો.
શરૂઆતથી જ હાવી હતા કિવી બોલર્સ
દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ 1 રનનાં સ્કોર પર પડી હતી. ડીન એલ્ગર બીજી ઓવરમાં મેટ હેન્રીનો શિકાર બન્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાની વિકેટો અવાર-નવાર પડતી રહી. 52 રનનાં સ્કોર સુધીમાં અડધી ટીમ આઉટ થઈને પેવેલિયનમાં પહોંચી હતી. જો કે દક્ષિણ આફ્રિકાએ પણ ટૂંક સમયમાં જ ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. ન્યૂઝીલેન્ડને પણ પહેલો ફટકો 18નાં સ્કોર પર લાગ્યો હતો. બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે આજનાં દિવસની રમતનાં અંત સુધીમાં 116 રન 3 વિકેટનાં નુકસાન પર બનાવી લીધા છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ મેચ માટે ન્યૂઝીલેન્ડ ગઈ છે. બીજી ટેસ્ટ મેચ આ મેદાન પર 25 ફેબ્રુઆરીથી રમાશે.
1932 બાદ આજે 100થી ઓછા રન પર ટીમ થઇ આઉટ
આપને જણાવી દઈએ કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને
પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની વિકેટો ટૂંકા
અંતરે પડતી રહી હતી. કિવી બોલરોની સામે આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણીયે બેસી ગયા હતા
અને પૂરી ટીમ એકસાથે 100 રન પણ બનાવી શકી નહોતી. આપને જણાવી દઈએ કે, આ પહેલા
1932માં દક્ષિણ આફ્રિકાની ટીમ કુલ 100થી ઓછા રન પર આઉટ થઈ ગઈ હતી.