ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે, BCCI માંથી પત્તું કપાઈ ગયું

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી Sourav ganguly હવે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ પહેલાં ગાંગુલીના બીસીસીઆઇના અધ્યક્ષ પદ પરથી તેમના રાજીનામા અંગે ભાજપ અને તૂર્ણમૂલ કોંંગ્રેસ (TMC) આમને સામને આવી ગયાં હતા. અને આ રાજીનામાને રાજકીય દબાણ માનવામાં આવ્યું હતું, જો કે ગાંગુલીએ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. નોંધનીય છે કે ગાંગુલી ભૂતકાળમાં પણ CABના પ્રમુખ રહી ચૂક્યા છે. 2015 માં જગમà
02:58 PM Oct 15, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી Sourav ganguly હવે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ પહેલાં ગાંગુલીના બીસીસીઆઇના અધ્યક્ષ પદ પરથી તેમના રાજીનામા અંગે ભાજપ અને તૂર્ણમૂલ કોંંગ્રેસ (TMC) આમને સામને આવી ગયાં હતા. અને આ રાજીનામાને રાજકીય દબાણ માનવામાં આવ્યું હતું, જો કે ગાંગુલીએ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. નોંધનીય છે કે ગાંગુલી ભૂતકાળમાં પણ CABના પ્રમુખ રહી ચૂક્યા છે. 2015 માં જગમોહન દાલમિયાના મૃત્યુ પછી, ગાંગુલીએ CABના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મહત્વપૂર્ણ છે કે, બીસીસીઆઈ(BCCI)ના અધ્યક્ષ પદ પરથી સૌરવ ગાંગુલીની વિદાય નિશ્ચિત થઈ ગઈ છે.
ઓક્ટોબર 2019માં બીસીસીઆઈના પ્રમુખ બન્યા
હવે બીસીસીઆઈના વિદાય લેતા પ્રમુખ સૌરવ ગાંગુલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંગુલી હવે બંગાળ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી લડવા જઈ રહ્યો છે. ગાંગુલી ભૂતકાળમાં પણ CABના પ્રમુખ રહી ચૂક્યા છે. 2015 માં જગમોહન દાલમિયાના મૃત્યુ પછી, ગાંગુલીએ CAB ના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ ઓક્ટોબર 2019માં બીસીસીઆઈના પ્રમુખ બન્યા ત્યાં સુધી તેઓ CABમાં આ પદ પર હતા.

CAB પ્રમુખ પદ માટેની ચૂંટણી આ મહિનાના અંતમાં
સૌરવ બીસીસીઆઈના પ્રમુખ બન્યા બાદ જગમોહન દાલમિયાના પુત્ર અભિષેક દાલમિયા CABના પ્રમુખ બન્યા. હવે અભિષેક દાલમિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સૌરવ ગાંગુલી બાકીના પદાધિકારીઓ સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. CAB પ્રમુખ પદ માટેની ચૂંટણી આ મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા છે.
BCCIમાંથી વિદાય લેવી પડશે
બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી 50 વર્ષીય સૌરવ ગાંગુલીની વિદાય નિશ્ચિત થઈ ગઈ છે. ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્ની 18 ઓક્ટોબરે ઔપચારિક રીતે સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. રોજર બિન્નીએ ભારતીય ટીમના સભ્ય હતા ત્યાં કપિલ દેવની કપ્તાની હેઠળ 1983માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. રોજર બિન્ની બીસીસીઆઈના નવા બોસ બનવા જઈ રહ્યાં છે, જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે.
ગાંગુલીએ પદ પરથી હટાવવા અંગે મૌન તોડ્યું હતું
થોડા દિવસો પહેલા સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદ પરથી હટી જવા અંગે મૌન તોડ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું, 'છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી સારી નસરી ઘટનાઓ થઈ છે. IPL કોરોના સમયગાળા દરમિયાન થયું જે સમગ્ર દેશ માટે મુશ્કેલ સમય હતો. જો કે તેમ છતા ક્રિકેટના પ્રસારણ અધિકારો રેકોર્ડ ભાવે વેચાયા. અંડર 19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. હું ઈચ્છું છું કે મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતે, ઓસ્ટ્રેલિયાને હરાવવા આપણી ટામ સક્ષમ છે. ઓસ્ટ્રેલિયામાં સિનિયર ટીમનો વિજય થયો હતો. સંચાલક તરીકે આ સોનેરી ક્ષણો હતી.
સચિન અને પીએમ મોદીનું ઉદાહરણ આપી ચૂક્યા છે
ગાંગુલી આ પહેલાં સફળતા મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, 'જીવન, સિદ્ધિઓ અને પ્રગતિ નાના લક્ષ્યો માટે નથી, આમ કરવાથી તમે એક દિવસમાં સચિન તેંડુલકર કે નરેન્દ્ર મોદી નહીં બની શકો. તમારે લક્ષ્ય માટે તમારું જીવન, સમય, દિવસો, અઠવાડિયા અને મહિનાઓ આપવા પડશે. આ સફળતાની ચાવી છે.' સૌરવ ગાંગુલીએ કહ્યું કે એક ખેલાડી તરીકેના પડકારો એડમિનિસ્ટ્રેટર તરીકેના પડકારો કરતાં વધુ હતા. ગાંગુલીએ વધમાં કહ્યું હતું કે, 'હું આઠ વર્ષ મેનેજમેન્ટમાં હતો, પરંતુ મને લાગે છે કે ક્રિકેટર માટે પડકારો વધુ હોય છે. એડમિનિસ્ટ્રેટર્સ પાસે ભૂલો સુધારવાનો સમય છે, પરંતુ જો તમે ટેસ્ટ મેચની સવારે ગ્લેન મેકગ્રાને આઉટ કરો છો, તો તમારી પાસે સુધારવાની કોઈ તક નથી.
ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી
સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેણે 49 ટેસ્ટ અને 147 વન-ડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ગાંગુલી ટીમને એવા મુકામ પર લઈ ગયો જે જાણતી હતી કે માત્ર દેશમાં જ નહીં, દેશની બહાર પણ કેવી રીતે જીતવું. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. તે જ સમયે, 311 વનડેમાં, તેણે 41.02 ની સરેરાશથી 11363 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાં 22 સદી અને 72 અડધી સદી હતી. 
Tags :
BCCIBJPCABgangulyGujaratFirstsouravgangulySportsTMC
Next Article