Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરવ ગાંગુલી એકવાર ફરી લોર્ડ્સની બાલ્કનીમાં જોવા મળ્યા, લહેરાવ્યો તિરંગો

એક સમય હતો કે ભારતીય ટીમ વિદેશી ધરતી પર મેચ જીતવામાં લગભગ અસફળ રહેતી હતી. ત્યારે વિદેશી ધરતી પર કેવી રીતે જીતી શકાય તે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના કાળમાં આપણે સૌ કોઇ જોઇ ચુક્યા છીએ. ગાંગુલીની કેપ્ટનશિપના સૌથી યાદગાર સમયને યાદ કરીએ તો લોર્ડ્સનું મેદાન અને તેની બાલ્કની સૌ કોઇને પહેલા યાદ આવશે. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે નેટવેસ્ટ ટ્રોફી જીતી અને પછી ગાંગુલીએ લà
03:45 AM Sep 29, 2022 IST | Vipul Pandya
એક સમય હતો કે ભારતીય ટીમ વિદેશી ધરતી પર મેચ જીતવામાં લગભગ અસફળ રહેતી હતી. ત્યારે વિદેશી ધરતી પર કેવી રીતે જીતી શકાય તે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના કાળમાં આપણે સૌ કોઇ જોઇ ચુક્યા છીએ. ગાંગુલીની કેપ્ટનશિપના સૌથી યાદગાર સમયને યાદ કરીએ તો લોર્ડ્સનું મેદાન અને તેની બાલ્કની સૌ કોઇને પહેલા યાદ આવશે. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે નેટવેસ્ટ ટ્રોફી જીતી અને પછી ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં તેની ટી-શર્ટ ઉતારી હતી. હવે એકવાર ફરી સૌરવ લોર્ડ્સની બાલ્કનીમાં જોવા મળ્યા છે. જોકે, આ વખતે તેઓ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવતા જોવા મળ્યા છે. 
સૌરવ ગાંગુલીએ કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું
સૌરવ ગાંગુલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા કહેવામાં આવી રહ્યું છે કે, આ ઈંગ્લેન્ડના લોર્ડ્સ સ્ટેડિયમની બાલ્કનીનો ફોટો છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, આ લોર્ડ્સ નહીં પણ કોલકતાનો ફોટો છે. મહત્વનું છે કે, આ સમયે, સમગ્ર દેશમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ વાત એ છે કે આ પંડાલ લોર્ડ્સ સ્ટેડિયમની થીમ પર બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે, જ્યાં સુધી બંગાળની દુર્ગા પૂજાનો ઉલ્લેખ ન કરવામાં આવે ત્યાં સુધી નવરાત્રીનો તહેવાર અધૂરો છે. હાલમાં રાજધાની કોલકાતા સહિત સમગ્ર બંગાળમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય માણસથી લઇને વિશેષ તમામ મા દુર્ગાની ભક્તિમાં જોવા મળી રહ્યા છે. 

સૌરવ ગાંગુલીએ પણ કોલકાતામાં એક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કર્યું
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કોલકાતામાં એક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કર્યું અને ખાસ વાત એ છે કે આ પંડાલને લોર્ડ્સ પેવેલિયનની થીમ પર જ સજાવવામાં આવ્યો છે, જે ખૂબ જ સુંદર અને અલૌકિક દેખાય છે. અહીં મહત્વનું છે કે, ગાંગુલીએ મંગળવારે સાંજે પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકો તેમના પ્રિય રમતવીર અને બંગાળ ટાઈગર તરીકે જાણીતાની એક ઝલક મેળવવા માટે બેતાબ દેખાતા હતા. જણાવી દઈએ કે આ પંડાલ મિતાલી સાંગા કમિટી દ્વારા બનાવવામાં આવ્યો છે. પંડાલની સાજ સજાવટ અને લોર્ડ્સના પેવેલિયનના આકાર જોઈને ખુદ ગાંગુલી પણ હસવાનું રોકી શક્યા નહીં, વાસ્તવમાં દાદા એટલે કે સૌરવના આ પેવેલિયન સાથે જોડાયેલી ઘણી સુંદર યાદો છે.
માતાના જયકારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે
હાલમાં પૂરા ભારતમાં આ પંડાલનો ઉલ્લેખ થઈ રહ્યો છે. નવરાત્રી ભલે નવ દિવસની હોય પરંતુ બંગાળની પૂજા થોડી અલગ હોય છે. અહીં, ષષ્ઠીના દિવસે, માતા દુર્ગાનું જાગરણ થાય છે, જેમાં બેલ પૂજા કરવામાં આવે છે, પછી કાલરાત્રિના દિવસે એટલે કે સપ્તમીએ નવપત્રિકા પૂજા કરવામાં આવે છે. આ પછી, અષ્ટમી-નવમી પર, માતાની વિશાળ પૂજા સાથે સંધી પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં લોકોનો ઉત્સાહ જોવા જેવો હોય છે. આસ્થાના આ તહેવારને જોવા માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈ, 2002 ના રોજ, જ્યારે ભારતે નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં હરાવ્યું હતું, ત્યારે ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં તેની ટી-શર્ટ ઉતારી હતી અને તેને લહેરાવી હતી. જે તે સમયે દરેક દેશ-વિદેશની હેડલાઇન બની હતી. આજે પણ દાદાનો ઉલ્લેખ એ બિંદુ વિના અધૂરો છે.
આ પણ વાંચો - સૂર્યકુમાર યાદવે તોડ્યો મોહમ્મદ રિઝવાનનો આ ખાસ રેકોર્ડ, મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ
Tags :
CricketGujaratFirstKolkataLordsLordsBalconysouravgangulySports
Next Article