Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈમાં એક શો દરમિયાન સોનુ નિગમ પર થયો હુમલો, MLA ના દીકરાનું નામ આવ્યું સામે, Video

બોલિવૂડ સિંગર સોનુ નિગમ અને તેમના મિત્રોને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના ચેમ્બુરમાં એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન કેટલાક લોકોએ સોનુ નિગમ પર હુમલો કર્યો હતો. સોનુ નિગમની સાથે તેના બે ભાઈઓ પણ સ્ટેજ પર જ હાજર હતા જેમના પર પણ હુમલો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય પ્રકાશ ફતારપેકરના પુત્ર સ્વપ્નિ
મુંબઈમાં એક શો દરમિયાન સોનુ નિગમ પર થયો હુમલો  mla ના દીકરાનું નામ આવ્યું સામે  video
બોલિવૂડ સિંગર સોનુ નિગમ અને તેમના મિત્રોને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના ચેમ્બુરમાં એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન કેટલાક લોકોએ સોનુ નિગમ પર હુમલો કર્યો હતો. સોનુ નિગમની સાથે તેના બે ભાઈઓ પણ સ્ટેજ પર જ હાજર હતા જેમના પર પણ હુમલો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય પ્રકાશ ફતારપેકરના પુત્ર સ્વપ્નિલ ફતારપેકરે ગાયક સાથે ધક્કા-મુક્કી કરી હતી. 
મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન હુમલો
આ હુમલામાં સોનુ નિગમ તો બચી ગયા હતા પરંતુ તેમની સાથે હાજર તેમના બે ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ સોનુ નિગમને તેમના બોડિગાર્ડે સુરક્ષિત બચાવી લીધા હતા. મહત્વનું છે કે, સોમવારે મોડી સાંજે મુંબઈના ચેમ્બુરમાં એક સંગીત સમારોહમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય પ્રકાશ ફતારપેકરના પુત્ર સ્વપ્નિલ ફતારપેકર દ્વારા ગાયક સોનુ નિગમ અને તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમના કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, તે પોતે ઠીક છે. હુમલા દરમિયાન તેમના અંગરક્ષકે તેમનો જીવ બચાવ્યો હતો.
Advertisement

શું કહ્યું સોનુ નિગમે?
આ સમગ્ર ઘટના અંગે સોનુ નિગમે મીડિયાને કહ્યું, "હું ઠીક છું, પરંતુ મારા ભાઈ (મિત્ર રબ્બાની ખાન)ને ઈજા થઈ છે. મારા બોડીગાર્ડને પણ ઈજા થઈ છે." રબ્બાની ભારતીય શાસ્ત્રીય સંગીતના દિવંગત માસ્ટર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના પુત્ર છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જણાવી દઈએ કે ધારાસભ્ય ફતારપેકરના પુત્ર સ્વપ્નિલ ફતારપેકરે ગાયક સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. ના પાડ્યા પછી પણ તે પોતાની જીદ પર અડગ રહ્યો. સોનુ નિગમની ટીમ તેને ઓળખી શકી ન હોતી. સેલ્ફી લેવાની ના પાડતા સ્વપ્નિલ અને તેના સમર્થકોએ સોનુ નિગમ અને તેની ટીમ પર હુમલો કર્યો હોવાનું સુત્રો કહી રહ્યા છે.
સેલ્ફીને લઈને વિવાદ થયો હતો
તમને જાણીને નવાઈ લાગશે કે તે વિવાદ સેલ્ફીને લઈને થયો હતો. પર્ફોર્મન્સ બાદ જ્યારે સોનુ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ધારાસભ્યના પુત્રએ ઉતાવળમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સોનુના બોડીગાર્ડ હરીએ તેને મેનર્સ સાથે સેલ્ફી લેવાની સૂચના આપી. પરંતુ આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ ગુસ્સામાં આવીને હરિને ધક્કો માર્યો હતો.
વીડિયોમાં સોનુ નિગમ પર હુમલો થતો દેખાઈ રહ્યો છે
મુંબઈમાં યોજાયેલી મ્યુઝિક ઈવેન્ટમાં સોનુ નિગમ સાથે જે ઘટના બની તેનો એક વીડિયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થયો છે. જેમા સ્પષ્ટપણે દેખાય છે કે, સોનુ નિગમને સ્ટેજની બાજુથી ધક્કો મારતી વખતે તેના પર હુમલો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે તેને તેના બોડીગાર્ડે બચાવી લીધો હતો. વળી, તેના બંને ભાઈઓ દૂર જમીન પર પડતા જોવા મળે છે. સિંગર આ ઘટનામાં બચી ગયો હતો પરંતુ તેની સાથે રહેલા તેના બે ભાઈઓ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.