સોનું તને મારા પર ભરોસો નઇ કે?
રાજ્ય અને ભાષાના હિસાબે દર્શકોનો પણ એક મૂડ હોય છે અને એમાં પણ આપણું ગુજરાતી ઓડિયન્સ! ફિલ્મો એટલે મનોરંજન. અને ફિલ્મો એટલે વાર્તા અને કલ્પનાઓનું વિશ્વ. જેમાં આપણા ગુજરાતી ફિલ્મોમાં દર્શકોનું સૌથી મોટું આકર્ષણ હંમેશાંથી કોમેડી રહ્યું છે. વાત કોમેડીની આવે એટલે ઓહો હો... શું નામ રાખ્યા છે... આપણા સ્વ. રમેશ મહેતાને કઈ રીતે ભૂલી શકાય? જોકે ફિલ્મોમાં તમારી વાતો તમારા ડાયલોગ અને ટાઈમિંગથà«
રાજ્ય અને ભાષાના હિસાબે દર્શકોનો પણ એક મૂડ હોય છે અને એમાં પણ આપણું ગુજરાતી ઓડિયન્સ! ફિલ્મો એટલે મનોરંજન. અને ફિલ્મો એટલે વાર્તા અને કલ્પનાઓનું વિશ્વ. જેમાં આપણા ગુજરાતી ફિલ્મોમાં દર્શકોનું સૌથી મોટું આકર્ષણ હંમેશાંથી કોમેડી રહ્યું છે.
વાત કોમેડીની આવે એટલે ઓહો હો... શું નામ રાખ્યા છે... આપણા સ્વ. રમેશ મહેતાને કઈ રીતે ભૂલી શકાય?
જોકે ફિલ્મોમાં તમારી વાતો તમારા ડાયલોગ અને ટાઈમિંગથી દર્શકોને હસાવવા અઘરું તો ઘણું જ. આવી જ એક હલ્કી ફૂલકી મગજ સાઈડમાં રાખીને માણવા જેવી ફિલ્મ એટલે ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મ સોનું તને મારા પર ભરોસો નઈ કે?
એમાં પણ વાત ખાસ મલ્હાર અને એની ફિલ્મોની હોય તો મલ્હારની કોમેડીમાં પકડ ખૂબ સારી છે. એટલે કાર્તિકના રોલમાં મલ્હાર સોનું ફિલ્મમાં એના પાત્રમાં ખૂબજ કંફર્ટેબલ દેખાય છે. એમાં પણ રાગી જાની જેવા તગડા ઍક્ટર સાથે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી મસ્ત જામે છે. ફિલ્મની વાર્તા સરળ છે. ડાયલોગ સારા લખાયા છે સાથે ફિલ્મની પેસ ખૂબ સારી છે.
એક સંયુક્ત પરિવાર એનો એકનો એક દિકરો પંજાબી પાડોશીની પંજાબણના પાત્રમાં ન્યુ કમર નિજલ મોદી એનો પાર્ટ સારી રીતે નિભાવી જાય છે. એક મિડલ ક્લાસ ફેમિલી અને એક ટીવી માટેની બબાલ તમામની અલગ અલગ ઇચ્છાઓ. 10-12 હજારનું બજેટ આવા પરિવારને અચાનક મળી આવતું લાખોનું સોનું અને એ સોના માટેની ધમાલ.
અલગ અલગ ટ્રેક અને પાત્રો સાથે ફિલ્મ દર્શકોને હસાવતા હસાવતા આગળ વધે છે.
રાગી જાની- મલ્હાર
રાગી જાની- જયેશ મોરે
રાગી જાની- નિલેશ પંડ્યા - કલ્પના અને મેઘના તમામ ખૂબ સુંદર રીતે પોતપોતાની છાપ છોડી જાય છે. મલ્ટી સ્ટાર ફિલ્મમાં તમામ પાત્રોનું અલગ રીતે ઉભરી આવવું પણ ખૂબ મોટી વાત કહી શકાય.
ડોલી ત્રિવેદી આરજે હિરેન અને ચોર બજાર અને એમની ટીમ પણ દર્શકોને હસાવી જાય છે.
એમાં પણ ડોલી અને હિરેનની રોમેન્ટિક કોમેડી સિકવન્સ પણ જોરદાર છે.
સાથે મારા અનુપમા ફેમ પરેશ ભટ્ટ પણ પોતાની અલગ છાપ છોડી જાય છે. ટૂંકમાં પરિવાર સાથે માણવા લાયક એક કોમેડી ફિલ્મ. ટૂંકમાં તમામ પાત્રો આગવી રીતે ઉભરી આવે છે જેનો શ્રેય ડાયલોગ રાઈટર અને ડિરેક્ટરને આપવો જ રહ્યો.
ફિલ્મનું એડિટિંગ ટાઇટ છે. એકજ ઘરમાં મોટાભાગની ફિલ્મ શૂટ થઈ છે. ફિલ્મનું સંગીત અને દલેર મહેંદીના અવાજમાં ગવાયેલું ફિલ્મનું ટાઈટલ સોંગ ઘણું હીટ છે. સાથે અલ્તાફ રાજાના અવાજમાં ગવાયેલી કવ્વાલી ફિલ્મની વાર્તાને આગળ વધારે છે. ફિલ્મનું સંગીત હિટ તો ફિલ્મ હિટ એન્ડ સાથે કૉમેડી તો ખરી જ જે ફિલ્મનું મજબૂત પાસું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લેંધી છે પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ સખત હસાવે છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટ એક જ ઘરમાં શૂટ થયું છે દરેક સિકવન્સ એકબીજા સાથે સારી રીતે વણાઈ છે.
જો કોમેડી ફિલ્મોના ચાહક છો તો ફિલ્મ સોનું તને મારા પર ભરોસો નઈ કે ખૂબ જ ગમશે.
ખણખોદ
સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, ધૈર્ય ગાંધી, શ્રદ્ધા ડાંગર સ્ટારર કોકોનટ પ્રોડકશનની બહુચર્ચિત ફિલ્મ વિપુલ મહેતા દિગ્દર્શિત ફિલ્મ કહેવતલાલ પરિવાર જો કે જોઈએ તેવું દર્શકોને આકર્ષી શકી નથી.
હિન્દી ફિલ્મોની સાથે એક સાથે ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મો હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે
ગુજરાતી ફિલ્મોનો જેન્યુઈન દર્શક વર્ગ ખૂબ મર્યાદિત છે એવામાં કેમ બે સારી ગુજરાતી ફિલ્મો આવા સમયમાં એક સાથે થિયેટરોમાં ટક્કર લે છે એ પણ એક ખૂબ મોટો સવાલ છે!
Advertisement