Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો સોનમ કપૂરના સાસરિયામાં ચોરી કરનાર કોણ છે ?

દિલ્હી પોલીસે અભિનેત્રી સોનમ કપૂરના સાસરિયાંમાં આશરે 2.41 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં હાઉસ નર્સ અને તેના પતિની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર, નર્સનું નામ અપર્ણા જણાવવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં અભિનેત્રી સોનમ કપૂરના સાસરી માંથી લગભગ 2.41 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. જેનો રિપોર્ટ પણ ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ બાબત એપ્રિલમાં મીડિયામાં સામે આવી હતી.  દિલ્હી પોલીસ àª
01:20 PM Apr 13, 2022 IST | Vipul Pandya
દિલ્હી પોલીસે અભિનેત્રી સોનમ કપૂરના સાસરિયાંમાં આશરે 2.41 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં હાઉસ નર્સ અને તેના પતિની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર, નર્સનું નામ અપર્ણા જણાવવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં અભિનેત્રી સોનમ કપૂરના સાસરી માંથી લગભગ 2.41 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. જેનો રિપોર્ટ પણ ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ બાબત એપ્રિલમાં મીડિયામાં સામે આવી હતી.

 દિલ્હી પોલીસ આ મોટી ચોરીના આરોપીને ઘણા સમયથી શોધી રહી હતી. હવે પોલીસે આ ચોરી કેસમાં આરોપી નર્સ અને તેના પતિની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, ઘરમાં કામ કરતી નર્સ અપર્ણા અને તેના પતિ નરેશે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ નર્સને સોનમની સાસુની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી.ANIએ ટ્વિટ કરીને દિલ્હીના DCPનું નિવેદન શેર કર્યું છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીમાં સોનમ કપૂરના સસરાના ઘરે થયેલી ચોરીના સંબંધમાં એક કપલની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ચોરી વિશે વાત કરતા આનંદ આહુજાની દાદી સરલા આહુજાએ જણાવ્યું હતું કે 11 ફેબ્રુઆરીએ તેણે અલમારીમાં રાખેલા ઘરેણાં અને રોકડની તપાસ કરી હતી. ત્યાંથી ઘણો સામાન ગાયબ હતો. ત્યારબાદ તેણે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.તપાસ માટે ટીમ બનાવવામાં આવી હતી
આ ચોરીનો મામલો ઘણો હાઈ પ્રોફાઈલ હતો. આ બાબતને ગંભીરતાથી લઈને નવી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓએ પોલીસની એક અલગ ટીમ બનાવી હતી. આ દરમિયાન પોલીસે ઘરમાં હાજર 25 નોકર, 9 કેર ટેકર, ડ્રાઈવર, માળી અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોલીસ ટીમે મંગળવારે રાત્રે સરિતા વિહારમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી તેઓએ અપર્ણા અને તેના પતિની ધરપકડ કરી.
Tags :
AnandAhujaGujaratFirstRobberyCaseSonamKapoor
Next Article