Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુત્રએ માતા સાથે મળી માતાના પ્રેમીના અપહરણને આપ્યો અંજામ, પોલીસે મધ્યપ્રદેશથી અપહ્યત યુવકને મુક્ત કરાવ્યો

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રએ પોતાની માતા સાથે મળીને માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યુ હતું.. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અપહત યુવાનને છોડાવી પુત્ર અને તેની માતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. માતાના પ્રેમીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઇ જવાયો 16 મી ડિસેમ્બરના રોજ બિલેશ્વર રેલવે સ્ટેશન ના ખુલ્લા પટમાં ઇકો કારમાં
પુત્રએ માતા સાથે મળી માતાના પ્રેમીના અપહરણને આપ્યો અંજામ  પોલીસે મધ્યપ્રદેશથી અપહ્યત યુવકને મુક્ત કરાવ્યો
Advertisement
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રએ પોતાની માતા સાથે મળીને માતાની સાથે અનૈતિક સંબંધ રાખનારા યુવાનનું અપહરણ કર્યુ હતું.. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અપહત યુવાનને છોડાવી પુત્ર અને તેની માતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

માતાના પ્રેમીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઇ જવાયો 
16 મી ડિસેમ્બરના રોજ બિલેશ્વર રેલવે સ્ટેશન ના ખુલ્લા પટમાં ઇકો કારમાં આવેલા શખશો દ્વારા પરપ્રાંતીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતા રેલવે પોલીસ , સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની માહિતી મળી હતી કે, ભોગ બનનાર નું અપહરણ કરીને તેને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. 

મધ્યપ્રદેશ પહોંચી ક્રાઇમ બ્રાંચે અપહ્યત યુવકને છોડાવ્યો 
જે બાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદથી ભોગ બનનાર યુવાનને અપહરણકારોના ચંગુલમાંથી છોડાવ્યો હતો.  તેમજ અપહરણની ઘટનામાં સામેલ માતા પુત્ર સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી. 

શું હતો સમગ્ર મામલો ?
પોલીસના જણાવ્યા પ્રમાણે દોઢ વર્ષ પૂર્વે આરોપી રાજેશના પિતા વરસિંગ ભાભોર બિલેશ્વર રેલ્વે સ્ટેશન કોન્ક્રીટના પ્લાન્ટમાં ટી એમ ગાડીનું ડ્રાઇવિંગનું કામ કરતા હતા. જે સમયે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા અબ્દુલ ઉર્ફે સકુર તફિયુજ્જ શેખ તથા આરોપી રાજેશ ની માતા રમીલાબેન વચ્ચે અને અનૈતિક સંબંધો બંધાયા હતા. જે બાબતની જાણ રાજેશ ને થતા રાજેશ ભાભોર દ્વારા અબ્દુલને સબક શીખવાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 
જે અંતર્ગત તેમણે પોતાની માતા રમીલાબેન ભાભોર, ભલ્લુ બારીયા તેમજ તેરસિંગ બારીયાની સાથે મળી અબ્દુલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત 15 મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે રાજેશે ઇકો કાર ભાડે કરી હતી. ત્યારબાદ 16 મી ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી  ગુનાના કામે વપરાયેલી ઇકો કાર તેમજ સાત નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×