Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યાંક અપાશે સોનાની વીટીં ક્યાંક પીરસાશે 56 ઇંચની થાળી , કંઇક આ રીતે ઉજવાશે વડાપ્રધાનશ્રીનો 72મો જન્મદિવસ

પીએમ મોદીના 72માં જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે 17 સપ્ટેમ્બરના રોજ નવજાત શિશુઓને સોનાની વીંટી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન એલ મુરુગને ગુરુવારે જણાવ્યું હતું કે અમે ચેન્નઈમાં સરકારી RSRM હોસ્પિટલની પસંદગી કરી છે. અને નિર્ણય લીધો છે કે આ હોસ્પિટલમાં વડા પ
ક્યાંક અપાશે સોનાની વીટીં  ક્યાંક પીરસાશે 56 ઇંચની થાળી   કંઇક આ રીતે ઉજવાશે વડાપ્રધાનશ્રીનો 72મો જન્મદિવસ
પીએમ મોદીના 72માં જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે 17 સપ્ટેમ્બરના રોજ નવજાત શિશુઓને સોનાની વીંટી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન એલ મુરુગને ગુરુવારે જણાવ્યું હતું કે અમે ચેન્નઈમાં સરકારી RSRM હોસ્પિટલની પસંદગી કરી છે. અને નિર્ણય લીધો છે કે આ હોસ્પિટલમાં વડા પ્રધાનના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.
નવજાત શીશુઓને આપવામાં આવનારી આ વીંટી લગભગ 2 ગ્રામ સોનાની બનેલી હશે. જેની કિંમત આશરે  5000નો રૂપિયા હશે. પાર્ટીના સ્થાનિક યુનિટે તે દિવસે સ્પેશિયલ હોસ્પિટલમાં આશરે 10-15 ડિલિવરીનો અંદાજ લગાવ્યો છે.
720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે
મંત્રીએ એ પણ માહિતી આપી કે પાર્ટી અન્ય યોજનાઓ સાથે 720 કિલો માછલીનું વિતરણ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરુણ સિંહ દ્વારા મોકલવામાં આવેલા ત્રણ પાનાના પત્ર અનુસાર, તમામ રાજ્યોને અગાઉના વર્ષોમાં કર્યુ હતું તે રીતે આ અવસરને 'સેવા પખવાડીયા' તરીકે ઉજવવા માટે કહેવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્રવૃત્તિઓમાં રક્તદાન અને તબીબી તપાસ શિબિરનો સમાવેશ થાય છે. પાર્ટી નેતૃત્વએ કડક શબ્દોમાં કહ્યું હતું કે કેક કાપવી નહીં અને હવન પણ કરવો નહીં.

દિલ્હીમાં ખાસ થાળી પીરસવામાં આવશે
દિલ્હીમાં એક રેસ્ટોરન્ટના માલિક પણ આ દિવસને ખાસ બનાવવા માટે ખાસ 'થાળી' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. કનોટ પ્લેસમાં ARDOR 2.0 રેસ્ટોરન્ટમાં 56 ડીશની મોટી થાળી આપવામાં આવશે. ગ્રાહકો પાસે વેજ અને નોન-વેજ બંનેનો વિકલ્પ હશે. રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલારાએ કહ્યું કે મને પીએમ મોદી માટે ઘણું સન્માન છે. તે આપણા દેશનું ગૌરવ છે. અમે તેમના જન્મદિવસ પર કંઈક અનોખી ભેટ આપવા માંગીએ છીએ. અમે આ થાળી શરૂ કરવાનું નક્કી કર્યું. અમે તેને '56 ઇંચ મોદીજી' નામ આપ્યું છે. તેમણે આગળ કહ્યું કે અમે તેમને આ પ્લેટ ગિફ્ટ કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તે અહીં આવીને ખાય. પરંતુ સુરક્ષાના કારણોસર અમે આ કરી શકતા નથી. તો આ તેમના ચાહકો માટે છે જે તેને ખૂબ પ્રેમ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.