"જીવનમાં ક્યારેક એવો સમય આવે જ છે જેને તમે કંટ્રોલ કરી શકતા નથી તમારે લડવું પડે છે"
કોમેડિયન કપિલ શર્માને હવે બધા જાણે છે. આજનો દિવસ કપિલ માટે ખાસ છે કારણ કે આજે કોમેડિયનનો જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે કપિલે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે અને ઘણી મહેનત પછી આજે તે ટોપ કોમેડિયન છે. એક સમય હતો જ્યારે કપિલ પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા હતા, પરંતુ તેમ છતાં તેણે પોતાના કામ પર ધ્યાન આપ્યું હતું. શરૂઆતના દિવસોમાં કપિલે ઘર ચલાવવા માટે ટેલિફોન બૂથ પર પણ કામ કર્યુà
Advertisement
કોમેડિયન કપિલ શર્માને હવે બધા જાણે છે. આજનો દિવસ કપિલ માટે ખાસ છે કારણ કે આજે કોમેડિયનનો જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે કપિલે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે અને ઘણી મહેનત પછી આજે તે ટોપ કોમેડિયન છે. એક સમય હતો જ્યારે કપિલ પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા હતા, પરંતુ તેમ છતાં તેણે પોતાના કામ પર ધ્યાન આપ્યું હતું. શરૂઆતના દિવસોમાં કપિલે ઘર ચલાવવા માટે ટેલિફોન બૂથ પર પણ કામ કર્યું હતું. કોમેડી કરવા ઉપરાંત, કપિલે '60મો ફિલ્મફેર એવોર્ડ', '22મો સ્ટાર સ્ક્રીન એવોર્ડ', 'ઝલક દિખલા જા 6', '61મો ફિલ્મફેર એવોર્ડ', '62મો ફિલ્મફેર એવોર્ડ' શો પણ હોસ્ટ કર્યો છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલ સાથે કપિલે બોલિવૂડની 3 ફિલ્મો 'ભાવના કો સમજો', 'કિસ કિસ કો પ્યાર કરો' અને 'ફિરંગી'માં પણ કામ કર્યું છે. હાલમાં તે સોની પર 'ધ કપિલ શર્મા શો' હોસ્ટ કરે છે. કપિલ શર્મા એટલે કે કપિલ પુંજના પિતા જીતેન્દ્ર કુમાર આ દુનિયામાં નથી. કપિલનું તેની માતા જનક રાની સાથે સારું બોન્ડીંગ છે. તેઓ મોટાં ભાગે કપિલના દરેક શોમાં જોવાં મળે છે. કપિલને બે બાળકો ત્રિશાન શર્મા, અનાયરા શર્મા છે. જ્યારે એક ભાઇ અશોક શર્મા અને એક બહેન પૂજા શર્મા પણ છે.
ક્યારેક એવો સમય આવે છે જેને તમે કંટ્રોલ કરી શકતા
કપિલે પોતે એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તે પોતે ખૂબ જ દુઃખી હતો, પરંતુ તેમ છતાં તેણે બધાને હસાવ્યા હતા. કપિલે ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જેને તમે કંટ્રોલ કરી શકતા નથી. તમારે તેમની સાથે લડવું પડશે, પરંતુ ક્યારેક તમારું મન અટકી જાય છે. એકવાર હું કોમેડી નાઈટનું શૂટિંગ કરી રહ્યો હતો, રાત્રે શૂટિંગ ચાલી રહ્યું હતું અને મારા એક મિત્રનો ફોન આવ્યો કે મારા બીજા મિત્રનું અવસાન થયું છે. તે સમયે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો, ભાંગી પડ્યો હતો અને લાગ્યું હતું કે હવે હું કંઈ કરી શકું તેમ નથી.
દિલથી કામમાં ફોક્સ કરો તો એક શક્તિ મળે છે
કપિલે આગળ કહ્યું, 'હું ફરી સ્ટેજ પર ગયો, 5 મિનિટનો બ્રેક લીધો અને મને ફોન કરનાર મિત્ર સાથે દુર્વ્યવહાર પણ કર્યો. મેં કહ્યું હવે મને કેમ બોલાવ્યો, જે થવાનું હતું તે થઈ ગયું. પરંતુ આ સાંભળીને મારું દીલ ખૂબ ભરાઇ આવ્યું છે, પરંતુ મારે ફરીથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કોમેડી નાઇટ્સ હોય કે કપિલ શર્માનો શો. સ્ટેજ પર કપિલનો એક અલગ જ જાદુ છે જે જોઇ લોકો તેમના બધા દુ:ખ ઘડીભર ભૂલી જાય છે. તમે સારા ઇરાદા સાથે સ્ટેજ પર જાઓ છો, બધાને હસાવો છો, તેથી તમારામાં એક શક્તિ આવે છે જે તમને શાંત કરે છે. કપિલ શર્મા તેના શો ધ કપિલ શર્મા શો સિવાય નેટફ્લિક્સ શો આઈ એમ નોટ ડન યેટમાં દેખાયો હતો. કપિલે આ શો દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી કરી હતી. કપિલના શોને દર્શકોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ શો દરમિયાન કપિલે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
ઓટીટીમાં ધડાકો કર્યા બાદ હવે કપિલ ફિલ્મમાં જોવા મળશે
કપિલે પોતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે નંદિતા દાસ સાથે ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો કપિલ ફિલ્મમાં ડિલિવરી બોયની ભૂમિકા ભજવશે. તેના શૂટિંગનો ફોટો પણ તાજેતરમાં સોશિયલ મીડિયામાં શેર થયો હતો.
લવ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટીંગ
કપિલ શર્માએ જણાવ્યું કે ગિન્ની તેને પસંદ કરતી હતી અને તેના મિત્રો તેને આ અંગે ચીડવતા હતા. જ્યારે કપિલ શર્માને આ વાતની ખબર પડી તો તેણે તેના મિત્રોને કહ્યું કે તમે મારું સ્કૂટર જોયું છે? કપિલ શર્મા અને ગિન્ની ચતરથે લવ મેરેજ કર્યા છે. અને બંનેની લવ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટીંગ છે. કપિલ શર્મા અને ગિન્ની બંને કોલેજમાં સાથે ભણતા હતા અને બંનેની સ્ટોરી એકદમ ફિલ્મી છે, જેનો ખુલાસો કપિલ શર્માએ પોતાના શોમાં કર્યો હતો. કપિલ શર્માએ જણાવ્યું હતું કે તે સેકન્ડ હેન્ડ સ્કૂટર પર કોલેજ જતો હતો અને ગિન્ની ચતરથ 20 લાખની કારમાં આવતી હતી.
લોકો કેટલા વાહનોમાં મારવા આવશે?
કપિલ શર્માએ જણાવ્યું કે ગિન્ની તેને પસંદ કરતી હતી અને તેના મિત્રો તેને આ અંગે ચીડવતા હતા. જ્યારે કપિલ શર્માને આ વાતની ખબર પડી તો તેણે તેના મિત્રોને કહ્યું કે તમે મારું સ્કૂટર જોયું છે? અને તમે તેની કાર જોઈ છે? મારું સ્કૂટર જેટલા રુપિયાનું છે, તેટલા પૈસાનું તો ગિન્ની દરરોજ તેની કારમાં પેટ્રોલ પૂરાવો છે. કપિલે તેના શોમાં મજાકમાં કહ્યું કે જેના પિતા તેને 20 લાખની કારમાં દીકરીને ભણવા મોકલે છે, તેજો મને મારવા આવશે તો તે કેટલા વાહનોમાં આવશે?
લંચ પાછળનો પ્રેમ સમજ્યો નહીં
કપિલ શર્માએ કહ્યું કે તે સમજી ગયો કે ગિન્ની તેને પસંદ કરે છે. જો કે, એકવાર ગિન્ની તેના માટે જમવાનું લાવી હતી, ત્યારે કપિલ શર્માએ તેની પાછળનો પ્રેમ સમજાયો ન હતો, ઉલટાનું કપિલને લાગ્યું કે ગિન્નીએ તેનું જૂનું સ્કૂટર જોઇ લીધું છે. એટલે દયા કરે છે.
પીધા પછી પ્રસ્તાવ મૂક્યો હતો
કપિલ શર્માએ આ જ શોમાં ગિન્ની ચતરથને પ્રપોઝ કરતો એક કિસ્સો પણ શેર કર્યો હતો. કપિલ શર્માએ કહ્યું કે તે અને ગિન્ની થિયેટરમાં સાથે હતા અને તે તેની ફેવરિટ એક્ટ્રેસ હતી. કપિલ શર્માએ જણાવ્યું કે તે ગિન્નીને ઘણું કામ સોંપતી હતો અને તેની સગવડતા મુજબ તેની ડ્યુટી કરતો હતો. એક દિવસ કપિલ શર્મા ડ્રિંક કરી રહ્યો હતો ત્યારે તેણે ગિન્નીને ફોન કર્યો અને સીધું જ પૂછ્યું, 'શું તું મને પ્રેમ કરે છે?' પછી ગિન્નીએ પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને વાત આગળ વધી.કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા આજે 40 વર્ષનો થઈ ગયો છે. તાજેતરમાં કપિલ નેટફ્લિક્સ માટે સ્ટેન્ડ અપ કોમેડી કરતો જોવા મળ્યો હતો. દર્શકોને તે ખૂબ જ ગમ્યું. કપિલની કોમિક ટાઈમિંગ શાનદાર છે. કપિલ શર્માની લોકપ્રિયતા આજે ભલે ઉંચી હોય, પરંતુ એક સમયે તેણે ઘણો સંઘર્ષ પણ કર્યો હતો. આજે તેની પાસે બધું છે, સંપત્તિ અને ખ્યાતિ.
અક્ષય અને કપિલ હંમેશા એકબીજાની ટાંગ ખીંચાઇ કરે છે. તેથી બર્થ ડે વિશમાં પણ અક્ષય કુમારે આ જ સ્ટાઈલમાં વિશ કર્યુ છે. કપિલ શર્માને ટ્વિટર પર અભિનંદન આપતાં અક્ષયે લખ્યું, 'આશા છે કે આ વર્ષે માત્ર તમારા લોખંડવાલામાં જ નહીં પરંતુ બાંદ્રામાં પણ ઘણાં ઘરો બનશે.'
Advertisement