નાણાકીય નવા વર્ષની શરૂઆત મોંઘવારીથી, બદલાય આટલા નિયમો
આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેની સાથે જ તમામ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે દરેક મહિનાની પ્રથમ તારીખે કેટલાક ફેરફારો થાય છે, પરંતુ આજે 1 એપ્રિલ, 2022 થી ઘણા મોટા ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આજે પીએફ એકાઉન્ટ પર ટેક્સ સંબંધિત નિયમો બદલાયા છે, ક્રિપ્ટો રોકાણકારો પર પણ 30 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે સહિતના અનેકે નિયમોમાં ફેરફાર થયા છે. પીએ
આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેની સાથે જ તમામ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે દરેક મહિનાની પ્રથમ તારીખે કેટલાક ફેરફારો થાય છે, પરંતુ આજે 1 એપ્રિલ, 2022 થી ઘણા મોટા ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આજે પીએફ એકાઉન્ટ પર ટેક્સ સંબંધિત નિયમો બદલાયા છે, ક્રિપ્ટો રોકાણકારો પર પણ 30 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે સહિતના અનેકે નિયમોમાં ફેરફાર થયા છે.
પીએફ એકાઉન્ટ પર ટેક્સ
આજથી થઈ રહેલા સૌથી મોટા ફેરફારોમાં, સૌથી મહત્વપૂર્ણ PF એકાઉન્ટ પર ટેક્સ છે. હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આવકવેરા (25મો સુધારો) નિયમ 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીના કરમુક્ત મર્યાદા લાદવામાં આવી રહી છે. જો 2.5થી વધુ , તો વ્યાજની આવક પર કર લાગશે. સરકારી કર્મચારીઓના GPFમાં કરમુક્ત યોગદાનની મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે.
પોસ્ટ ઓફિસમાં થયા આ ફેરફાર
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (MIS), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અથવા પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ સંબંધિત નિયમો પણ બદલાવા ગયા છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજની રકમ 1 એપ્રિલથી રોકડમાં નહિ મળે. વ્યાજ મેળવવા માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે. આ સિવાય જે ગ્રાહકોએ તેમના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટને આ યોજનાઓ સાથે લિંક નથી કરાવ્યું, તેમને લિંક કરવું જરૂરી રહેશે. આમાં વ્યાજ સીધું ચૂકવવામાં આવશે.
પહેલીવાર ઘર ખરીદનારને હવે કોઈ ફાયદો નહિ
મોદી સરકારે 2019ના બજેટમાં આવકવેરા કાયદામાં નવી કલમ 80EEA ઉમેરી હતી. આ કલમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે પહેલીવાર ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજની ચુકવણી પર રૂ.1.5 લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ આપવામાં આવશે.
ક્રિપ્ટો પર ટેક્સ
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલથી એક મોટો ફેરફાર ક્રિપ્ટોકરન્સી પરનો ટેક્સ છે. 2022-23 ના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓ અથવા ક્રિપ્ટો સંપત્તિઓ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ હેઠળ, જો રોકાણકારને ક્રિપ્ટો એસેટ્સ વેચીને ફાયદો થાય છે, તો તેણે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે, જ્યારે પણ કોઈ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવશે, ત્યારે તેના વેચાણના એક ટકાના દરે TDS કાપવામાં આવશે.
એક્સિસ બેંકના ગ્રાહકોને ખાતામાં રાખવા પડશે વધુ રૂપિયા
એક્સિસ બેંકમાં સેલેરી અથવા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. બેંકે બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરી દીધી છે. AXIS બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે મફત રોકડ ઉપાડની નિર્ધારિત મર્યાદાને પણ બદલીને રૂ.4 લાખ અથવા રૂ.1.5 લાખ કરી દીધી છે.
મ્યુચ્યુઅલ ફંડમાંનું પેમેન્ટ ડિજિટલ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે, 1 એપ્રિલથી, ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય કોઈ ભૌતિક માધ્યમ દ્વારા ચુકવણી કરી શકાશે નહીં. મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ MF યુટિલિટીઝ (MFU) 31 માર્ચ, 2022 થી ચેક-ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે દ્વારા ચુકવણીની સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. હવે તમને રકમ જમા કરાવવા માટે માત્ર UPI અથવા નેટબેંકિંગની સુવિધા મળશે.
કાર લેવી પડશે મોંઘી
કેટલીક મોટી કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે કહ્યું છે કે, તે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરશે. મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ પણ કહ્યું છે કે, તે વાહનોના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. ટોયોટાએ કિંમતોમાં ચાર ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, BMW કિંમતોમાં 3.5 ટકાનો વધારો કરશે.
દવામાં પણ ભાવ વધારો
આજથી સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. હા, મોંઘવારીની અસરથી પરેશાન લોકો માટે 1 એપ્રિલથી દવાઓ ખરીદવી મોંઘી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. આમાં તાવની મૂળભૂત દવા પેરાસિટામોલનો સમાવેશ થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આ દવાઓના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર માટે તેની મંજૂરી આપી દીધી છે.
GST સબંધિત નિયમોમાં થશે ફેરફાર
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા રૂ. 50 કરોડની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને રૂ. 20 કરોડ કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી એટલે કે આજ થી લાગુ કરવામાં આવ્યો છે.
Advertisement