Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જથ્થાબંધ મોંઘવારીમાં થોડી રાહત, જુલાઈમાં 13.93% રહ્યો દર

દેશમાં જથ્થાબંધ ભાવ સુચકઆંક (Wholesale Price Index) પર આધારિત મોંઘવારી દર જુલાઈ મહિનામાં 13.93% (કામચલાઉ) રહ્યો, જુન-2022ની સરખામણીએ આ દર ઓછો રહ્યો છે. જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ગત વર્ષોની તુલનામાં 15.18%નો ઉછાળો જોવા મળ્યો હતો.જુલાઈ મહિનામાં જથ્થબંધ મોંઘવારીનો (Wholesale inflation) આ દર ખાસ કરીને મિનરલ ઓઈલ, ખાદ્ય પદાર્થો, ક્રુડ પેટ્રોલિયમ અને નેચરસ ગેસ, બેઝિક મેટલ, ઉર્જા, કેમિકલ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદ
જથ્થાબંધ મોંઘવારીમાં થોડી રાહત  જુલાઈમાં 13 93  રહ્યો દર
દેશમાં જથ્થાબંધ ભાવ સુચકઆંક (Wholesale Price Index) પર આધારિત મોંઘવારી દર જુલાઈ મહિનામાં 13.93% (કામચલાઉ) રહ્યો, જુન-2022ની સરખામણીએ આ દર ઓછો રહ્યો છે. જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ગત વર્ષોની તુલનામાં 15.18%નો ઉછાળો જોવા મળ્યો હતો.
જુલાઈ મહિનામાં જથ્થબંધ મોંઘવારીનો (Wholesale inflation) આ દર ખાસ કરીને મિનરલ ઓઈલ, ખાદ્ય પદાર્થો, ક્રુડ પેટ્રોલિયમ અને નેચરસ ગેસ, બેઝિક મેટલ, ઉર્જા, કેમિકલ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનોની કિંમતોમાં રાહતના લીધે રહી, સરકાર તરફથી મંગળવારે આંકડાઓ જાહેર કરીને આ વાતની જાણકારી આપવામાં આવી.
જુના આંકડાઓની વાત કરવામાં આવે તો ગત મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (Wholesale inflation) વધીને છેલ્લા ત્રણ દાયકાના સર્વોત્તમ સ્તર 16.63% પર પહોંચ્યો હતો. જુલાઈ-2021માં આ દર 11.57% રહ્યો, જથ્થાબંધ મોંઘવારી દર સતત 16 મહિનાથી 10%ની ઉપર રહેલો છે, જોકે છેલ્લા પાંચ મહિનાઓ દરમિયાન જુલાઈ-2022માં આ દર સૌથી નીચો નોંધાયો છે.
Advertisement
Tags :
Advertisement

.