Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'અગ્નિવીરો'ને નિવૃત્તિ પછી પણ અર્ધ લશ્કરીદળોમાં ભરતી માટે પ્રાથમિકતા અપાશે

દેશની સેનામાં ભરતી માટે ભારત સરકારે મહત્વકાંક્ષી યોજના અગ્નિપથ શરૂ કરી છે. જે અંતર્ગત યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે અને ત્યારબાદ તેમને નિવૃત્તિ આપવામાં આવશે. આ યોજનાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ યોજના હેઠળ સેનામાંથી નિવૃત્ત થયેલા યુવાનોને  લાભ આપવામાં આવશે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે.ગૃહમંત્રી અમિત શાà
 અગ્નિવીરો ને નિવૃત્તિ પછી પણ અર્ધ લશ્કરીદળોમાં ભરતી માટે પ્રાથમિકતા અપાશે
દેશની સેનામાં ભરતી માટે ભારત સરકારે મહત્વકાંક્ષી યોજના અગ્નિપથ શરૂ કરી છે. જે અંતર્ગત યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે અને ત્યારબાદ તેમને નિવૃત્તિ આપવામાં આવશે. આ યોજનાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ યોજના હેઠળ સેનામાંથી નિવૃત્ત થયેલા યુવાનોને  લાભ આપવામાં આવશે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'અગ્નિપથ' યોજના હેઠળ સેનામાં ભરતી થનારા યુવાનોને નિવૃત્તિ પછી CAPF અને આસામ રાઈફલ્સમાં પસંદગી આપવામાં આવશે. અમિત શાહના કાર્યાલયે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "'અગ્નિપથ યોજના' એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નરેન્દ્ર મોદીજીનો દૂરંદેશી અને આવકારદાયક નિર્ણય છે. અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે  સરકારની આ અગ્નિપથ યોજનાને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. આ અંગે તમામ નિષ્ણાતો અને વિપક્ષી પાર્ટીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચાર વર્ષ પછી યુવાનો સેનામાંથી નિવૃત્ત થશે તો તેમની સામે રોજગારના વિકલ્પો શું હશે? આવા તમામ સવાલો બાદ હવે સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અર્ધલશ્કરી દળોમાં ફરીથી ભરતી માટે અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે. 
 અગ્નિપથ યોજના હેઠળ પહેલા વર્ષમાં 40 હજાર આર્મી, 3000 નેવી અને 3000 સૈનિકોની એરફોર્સમાં ભરતી કરવામાં આવશે. કુલ મળીને 46 હજારની ભરતી કરવામાં આવશે. જેમાં મહિલાઓ પણ ભાગ લઇ શકશે. એટલે કે ત્રણેય સેનાઓમાં સૈનિક તરીકે મહિલાઓની ભરતીના માર્ગો ખુલી ગયા છે. બીજા વર્ષે પણ 40 હજાર આર્મી, 3000 નેવી અને 3500 આર્મી એરફોર્સમાં ભરતી કરવામાં આવશે. ત્રીજા વર્ષમાં આર્મીમાં 45,000, નેવીમાં 3,000 અને એરફોર્સમાં 4400ની ભરતી કરવામાં આવશે. તેવી જ રીતે ચોથા વર્ષે આર્મીમાં 50,000, નેવીમાં 3,000 અને એરફોર્સમાં 5,300ની ભરતી કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ જ રીતે ભરતીઓ વધતી રહેશે.
Advertisement
Tags :
Advertisement

.