Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લગ્નના નિયંત્રણોને બેસણા નોંધોને જાહેરાતનું માધ્યમ ન બનાવીએ !

આજકાલ માર્કેટિંગનો યુગ ચાલે છે, રાજકારણીઓથી માંડીને સામાન્ય નાગરિકો સુધી સહુ કોઈને માર્કેટિંગનો ચસકો લાગ્યો છે અને એટલે જ સૌને પોતાનું માર્કેટિંગ કરવાની એક પણ તક જતી કરવાનું ગમતું નથી. ધંધા-રોજગાર કે વ્યવસાય માટે સ્વસ્થ અને તંદુરસ્ત માર્કેટિંગનો ઇનકાર કરી શકાય નહીં પણ માર્કેટિંગ કેવું, કેટલું અને ક્યાં કરવું એ સામાજિક અને વ્યક્તિગત વિવેક માંગી લે છે. હમણાં હમણાં લગ્નની કંકોà
02:20 AM Mar 29, 2022 IST | Vipul Pandya
આજકાલ માર્કેટિંગનો યુગ ચાલે છે, રાજકારણીઓથી માંડીને સામાન્ય નાગરિકો સુધી સહુ કોઈને માર્કેટિંગનો ચસકો લાગ્યો છે અને એટલે જ સૌને પોતાનું માર્કેટિંગ કરવાની એક પણ તક જતી કરવાનું ગમતું નથી. ધંધા-રોજગાર કે વ્યવસાય માટે સ્વસ્થ અને તંદુરસ્ત માર્કેટિંગનો ઇનકાર કરી શકાય નહીં પણ માર્કેટિંગ કેવું, કેટલું અને ક્યાં કરવું એ સામાજિક અને વ્યક્તિગત વિવેક માંગી લે છે. 
હમણાં હમણાં લગ્નની કંકોત્રીઓને પણ માર્કેટિંગનું માધ્યમ બનાવવાના રિવાજનો ચેપ લાગ્યો છે. એક જમાનામાં સાદા કાગળ ઉપર લખાતી કંકોતરી આજે પ્રિન્ટિંગ ટેકનોલોજીનો આધાર લઈને મોંઘીદાટ કંકોત્રીમાં પરિવર્તિત થઈ છે. ચાલો એ તો સમૃદ્ધિની અભિવ્યક્તિ ગણી લઈએ પણ એ કુમકુમ પત્રિકાના અંતે પોતાના ધંધા કે વ્યવસાયને કંપની કે ફર્મનું  નામ મૂકવા પાછળ સંબંધોનું કયું ગણિત કામ કરતું હશે તે સમજાતું નથી! લગ્નની કુમકુમ પત્રિકા સ્વજનો અને સ્નેહીઓને શુભ પ્રસંગમાં હાજર રહેવાની યાદ અને નોતરું પાઠવે છે. તેમના આ પ્રત્યાયનમાં પોતાના વ્યવસાય કંપની કે ફર્મનું નામ મુકાતા જાણે - અજાણે પણ કુમકુમ પત્રિકા આત્મિક સુગંધ ગુમાવીને વ્યવસાયી પ્રદર્શનનું માધ્યમ બને છે. શું આપણે માર્કેટિંગની મોહજાળથી દીકરા કે દીકરી ના લગ્નને પણ મુક્ત રાખી શકતા નથી. 
એવું જ બીજું એક વરવું ચિત્ર હવે બેસણાની નોંધમાં પણ જોવા મળવા માંડ્યું છે. દિવંગતના મૃત્યુના સમાચાર તેમની લૌકિક ક્રિયાઓ, બેસણા ઉઠમણાંની તારીખ કે સમય એકમાત્ર બેસણા નોંધનો વિષય બનવું જોઈએ - પણ માર્કેટિંગની મોહજાળમાં ફસાયેલા આપણે “બેસણા નોંધ” ને પણ એમાં પોતાની કંપની વ્યવસાય કે ફર્મનું નામ લખીને અભડાવીએ છીએ. કદાચ એ રીતે દિવંગતના મૃત્યુના શોકની ઘટનાને પણ એના ચાલ્યા જવાના ખાલીપાને પણ પોતાની અંગત વૈભવી ઓળખથી ખંડિત કરીએ છીએ. આ ચાલ બદલાવ માંગે છે.
Tags :
brandingGujaratFirstmarriageinvitationsocialmessage
Next Article