Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સુષ્મિતાએ એ કામ કર્યું જે ભારત સરકાર ન કરી શકી', સોશિયલ મીડિયા મીમ્સથી છલકાઈ ગયું

સુષ્મિતા સેન લલિત મોદી ડેટિંગ કરે છે તે વાતની જાહેરાત ખુદ લલિત મોદીએ કરી છે. સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ વાત પર  ફેન્સ ખૂબ જ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સુષ્મિતા સેન લલિત મોદી લવ અફેર: જ્યારથી બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેને ટ્વિટર પર બિઝનેસમેન લલિત મોદીને તેના બેટર હાફ તરીકે  જાહેરાત કરી છે, ત્યારથી સોશિયલ મીડિયા પà
 સુષ્મિતાએ એ કામ કર્યું જે ભારત સરકાર ન કરી શકી   સોશિયલ મીડિયા મીમ્સથી છલકાઈ ગયું
સુષ્મિતા સેન લલિત મોદી ડેટિંગ કરે છે તે વાતની જાહેરાત ખુદ લલિત મોદીએ કરી છે. સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ વાત પર  ફેન્સ ખૂબ જ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સુષ્મિતા સેન લલિત મોદી લવ અફેર: જ્યારથી બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેને ટ્વિટર પર બિઝનેસમેન લલિત મોદીને તેના બેટર હાફ તરીકે  જાહેરાત કરી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર મિમ્સનું પૂર આવ્યું છ. સોશિયલ મીડિયા પર લોકો આ પ્રેમપ્રકરણના સમાચાર પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. બંનેના અફેરની વાત ફેન્સ પચાવી શકતા નથી. ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર લોકોએ  સૌથી વધુ મીમ્સ શેર કર્યા છે. કેટલાક મીમ્સ એટલા રમુજી છે કે તમે પણ હસી પડશો. 
લલિત મોદી અને પ્રથમ પત્ની મીનલ મોદી
લલિત અને મીનલના લગ્ન વર્ષ 1991માં થયા હતા. લલિત પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં હતો. કારણકે તેમણે એક છૂટાછેડા લીધેલ અને એક છોકરીની માતા સાથે લગ્ન કર્યા હતા અને બીજું, તેમની વચ્ચે 9 વર્ષનું અંતર હતું. જો કે, તેઓએ સમાજને ધ્યાનમાં લીધા વિના તેમના સંબંધોને એક અલગ સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો. મીનલ મોદીને  તેના પહેલા પતિ જેકથી એક પુત્રી છે જેનું નામ કરીમા છે. સાથે જ લલિત અને મીનલને બે બાળકો છે. પુત્રીનું નામ આલિયા મોદી અને પુત્રનું નામ રૂચિર મોદી છે.
લલિત મોદીની પત્ની મીનલનું નિધન
Advertisement

લલિત મોદીએ 10 ડિસેમ્બર 2018ના રોજ તેમની પત્ની મીનલ મોદીના મૃત્યુની માહિતી શેર કરી હતી. મીનલને કેન્સર હતું. તે લાંબા સમયથી આ બીમારી સામે લડી રહી હતી. જો કે તેના મૃત્યુને કારણે લલિત મોદી ભાંગી પડ્યો હતો. મીનલના મૃત્યુના લગભગ 4 વર્ષ બાદ હવે લલિતને ફરી પ્રેમ મળ્યો છે. તે બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે. તેમના ડેટિંગના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

બોલિવૂડ સુપરસ્ટાર સુષ્મિતા સેન અને પૂર્વ IPL કમિશનર લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. લલિત મોદીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે તેણે સુષ્મિતા સાથેની તેની કેટલીક અનસીન તસવીરો પણ શેર કરી છે. રોહમન શૉલની બ્રેકઅપ પોસ્ટ સોશિયલ મીડિયા પર સહાનુભૂતિપૂર્ણ ટિપ્પણીઓથી છલકાઈ ગયું હતુ.  લોકો સુષ્મિતા માટે સહાનુભૂતિ બતાવી રહ્યાં છે.

Advertisement

લોકો કહેવા લાગ્યા, "પૈસો જ પાવર છે." એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, "આજના યુગમાં પૈસા જ પાવર  છે." જ્યારે બીજાએ લખ્યું, "ભાઈ, આપકો સાથ ખેલ હો ગયા." ઘણા યુઝર્સે લખ્યું. રોહમન અને સુષ્મિતાને ટેગ કરીને  લખ્યું કે  તેમના સંબંધોને ફરીથી તક આપવા માટે, કારણ કે બંને એક સાથે સારા દેખાતા હતા. જ્યારથી સુષ્મિતા લલિત મોદીને ડેટ કરીને લાઇમલાઇટમાં આવી હતી. લલિત મોદીની વાત કરીએ તો તે 2010થી લંડનમાં રહે છે. તેના પર આઇ.પી.એલમાં મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીના કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ શરૂ થયા બાદ લલિત મોડી ભારત છોડીને લંડન ભાગી ગયો હતો. સુષ્મિતા અને લલિત મોદીના ડેટિંગના સમાચાર ચારેબાજુ ચર્ચામાં છે. 46 વર્ષીય સુષ્મિતાનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં થયો હતો. તેણે મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. મોટા બિઝનેસમેન અને બોલિવૂડ સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં રહેલી સુષ્મિતા અત્યાર સુધી અપરિણીત છે. કેટલાક યુઝર્સ સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડનું લિસ્ટ શેર કરી રહ્યાં છે. મોટા ભાગના લોકો સુષ્મિતાના પાસ્ટ લાઈફને લઈને ટોન્ટીંગ પોસ્ટ પણ શેર કરી રહ્યા છે. સુષ્મિતા ગયા વર્ષે જ રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં હતી. તેમના બ્રેકઅપને 6 મહિના જ થયા છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે અભિનેત્રી પર કટાક્ષ કર્યો અને લખ્યું કે - સુષ્મિતા સેન હવે ઘણા લોકોને છોડીને નવા સંબંધમાં છે.

આ સાથે આ યુઝરે અક્ષય કુમાર અને રાજપાલ યાદવની ફિલ્મ 'ફિર હેરી ફેરી'નો એક ફોટો શેર કર્યો છે અને તેના પર લખ્યું છે કે  'પૈસા હો તો ભાઇ ક્યાં કુછ નહીં હો શકતા ' 

એક યુઝરે લલિત મોદીની તમામ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે મને ટ્વિટરનું નવું ફીચર ગમ્યું છે. ફ્રેશ થતાની સાથે જ કોઈ ને કોઈ લગ્ન થઈ જાય છે. 
Advertisement

આ નવા સંબંધની શરૂઆત માટે સુષ્મિતા સેન અને લલિત મોદીને પણ અભિનંદન આપવામાં આવી રહ્યા છે. લલિત મોદીએ સુષ્મિતા સાથેના ઘણા જૂના અને નવા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. તેમણે અભિનેત્રી સાથેની તેની મુલાકાતો દ્વારા અત્યાર સુધીની સફર શેર કરી છે. લલિત મોદીએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં અભિનેત્રી સાથે લગ્ન કરશે. 



ટ્વિટર પર પત્રકાર આદિત્ય રાજ ​​કૌલે લખ્યું, "નવું જીવન શરૂ કરવાથી લઈને એક કલાકમાં ડેટિંગની જાહેરાત સુધી. લલિત મોદી અને સુષ્મિતા સેનને અભિનંદન." હેન્ડલ @garg_trupti દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું - જેઓ વિચારે છે કે 2-3 કલાક જિમ વર્ક પરફેક્ટ રહેનાર યુવાનો માટે બે મિનિટનું મૌન.




Tags :
Advertisement

.