Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયા છીનવી રહ્યું છે બાળકોની ઉંઘ, 12ની જગ્યાએ માત્ર 8 જ કલાકની ઉંઘનું બન્યું કારણ

સોશિયલ મીડિયા સ્લીપ ડિસઓર્ડરનું કારણ બને છે.સારા સ્વાસ્થ્યનું રહસ્ય સારી ઊંઘ છે, પરંતુ આજના સમયમાં લોકોનું જીવન જે રીતે બદલાયું છે તેને કારણે સારી રાતની ઊંઘ મેળવવી ઘણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. પછી  ભલે તે કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય દરેકની ઉંઘ મામલે સ્થિતિ સરખી છે. પરંતુ વાત બાળકોની કરીએ તો આજકાલ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો લગભગ આખી રાતની ઊંઘ ગુમાવી દે છે. ડી મોન્ટàª
08:01 AM Sep 21, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા સ્લીપ ડિસઓર્ડરનું કારણ બને છે.સારા સ્વાસ્થ્યનું રહસ્ય સારી ઊંઘ છે, પરંતુ આજના સમયમાં લોકોનું જીવન જે રીતે બદલાયું છે તેને કારણે સારી રાતની ઊંઘ મેળવવી ઘણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. પછી  ભલે તે કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય દરેકની ઉંઘ મામલે સ્થિતિ સરખી છે. પરંતુ વાત બાળકોની કરીએ તો આજકાલ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો લગભગ આખી રાતની ઊંઘ ગુમાવી દે છે. ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીના ડૉ. જ્હોન શૉની આગેવાની હેઠળ લેસ્ટરની શાળાઓમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બાળકોની ઊંઘ વિશે ઘણી મહત્વની જાણકારી બહાર આવી છે. જેમાં સામે આવ્યું છે કે સામાન્ય રીતે બાળકોને 12 કલાકની જગ્યાએ માત્ર 8 કલાકની ઊંઘ મળે છે.
મોબાઈલ ફોન મુખ્ય કારણ 
બાળકોને ઊંઘ ન આવવા માટે મોબાઈલ ફોનને મુખ્ય કારણ ગણાવાયું છે. આ અભ્યાસ 10 વર્ષની વયના  60 જેટલા વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો. જેમાંથી મોટાભાગ વિદ્યાર્થીઓ પાસે સોશિયલ મીડિયાની સુવિધા ઉપલબ્ધ હતી.. આમાંથી લગભગ 69 ટકા બાળકોએ કહ્યું કે તેઓ દિવસમાં ચાર કલાક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે. જેમાંથી લગભગ 89 ટકા લોકોએ પોતાનો સ્માર્ટફોન હોવાનું સ્વીકાર્યું. લગભગ 55 ટકા બાળકો ટેબ્લેટનો ઉપયોગ કરે છે અને 23 ટકા બાળકો લેપટોપનો ઉપયોગ કરે છે.
બાળકો કયા સોશિયલ મીડિયા પર સક્રિય છે?
રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે બાળકો અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને વ્યસ્ત રાખે છે. તેમાંથી વિડિયો શેરિંગ એપ Tik-Tok પણ છે. 57 ટકા બાળકોએ ઇન્સ્ટાગ્રામ, 17 ટકા રેડિટ ફોરમ અને 2 ટકાથી ઓછા બાળકોએ ફેસબુકનો ઉપયોગ કર્યો હતો.
બાળકો સોશિયલ મીડિયા પર કેમ સક્રિય છે?
સંશોધનમાં જાણવા મળ્યું છે કે બાળકો તેમના મિત્રો શું કરી રહ્યા છે તેની ચિંતા કરે છે. તે તેના મિત્રોની તમામ માહિતી રાખવા માંગે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે બે તૃતીયાંશ લોકો ઊંઘતા પહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
Tags :
GujaratFirstmobilephoneSleepdisorder
Next Article