Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પશુ, પક્ષી કે પ્રાણીઓની ઉપયોગ કરવાની રાક્ષસી વૃત્તિને બદલીએ!

બહુ જાણીતો કિસ્સો છે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા હતા ત્યારે પશ્ચિમની ભૌતિક સમૃધ્ધિથી વિવેકાનંદને આંજી નાખવા માટે એક સ્થાનિક ગોરા માણસે તેમને શિકાગોના સૌથી મોટાને સારા ગણાતા ''સ્લોટર હાઉસ'' - કતલખાનામાં મુલાકાતે લઇ જવામાં આવ્યા. એ સમૃધ્ધ કતલખાનામાં જે ગાય - બળદોની કતલ કરવામાં આવતી હતી તેમને પહેલા મશીનોની મદદથી પાણીના ફુવારાઓ દ્રારા ભરપૂર સ્નાન કરાવીને આરોગ્યપ્રદ રીàª
09:08 AM Mar 07, 2022 IST | Vipul Pandya
બહુ જાણીતો કિસ્સો છે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા હતા ત્યારે પશ્ચિમની ભૌતિક સમૃધ્ધિથી વિવેકાનંદને આંજી નાખવા માટે એક સ્થાનિક ગોરા માણસે તેમને શિકાગોના સૌથી મોટાને સારા ગણાતા ''સ્લોટર હાઉસ'' - કતલખાનામાં મુલાકાતે લઇ જવામાં આવ્યા. એ સમૃધ્ધ કતલખાનામાં જે ગાય - બળદોની કતલ કરવામાં આવતી હતી તેમને પહેલા મશીનોની મદદથી પાણીના ફુવારાઓ દ્રારા ભરપૂર સ્નાન કરાવીને આરોગ્યપ્રદ રીતે સ્વચ્છ કરાતા પછી ઓટોમેટિક મશીનના પટ્ટા ઉપર એ ગાય કે બળદને ઉભા રખાતા અને પટ્ટો આગળ જતાં નિર્ધારીત જગ્યાએ મશીનથી તેનું ડોકુ ઉડાવી દેવામાં આવતું, પટ્ટો આગળ વધતો તો આગળના મશીનમાં ઓટોમેટીક રીતે એ ગાય કે બળદના માંસ કે હાડકાને છુટા પાડી દેવાતા. વળી પટ્ટો આગળ વધતો હાડકાં અલગ થઇ જતાં માંસ ફરીથી ધોવાઇ જતું અને તેથી આગળ વધતાં તે બધું માંસ ફરીથી ધોવાઇ જતું અને તેથી આગળ વધતાં તે બધું માંસ નિર્ધારીત ડબ્બાઓમાં સીલબંધ પેક થઇ જતું હતું. 
પેલા ગોરા યજમાને આ બધું બતાવ્યા પછી ગર્વથી સ્વામી વિવેકાનંદ તરફ જોયું અને કહ્યું, '' આ છે અમારી સિધ્ધિ'' થોડાક વિચલિત થયેલા છતાં પુન સ્વસ્થતા ધારણ કરીને સ્વામી વિવેકાનંદે આપેલો જવાબ હતો કે ભાઇ હું આને સિધ્ધિ ગણતો નથી. હા, હવે તમે આ બાજુથી  આ ડબ્બાઓનું માંસ પેલા જુદા પડેલા હાડકાં અને ચામડાં તમારા એવા મશીન કે પટ્ટા ઉપર મુકો અને બીજી બાજુ મને એ કપાયેલો બળદ કે ગાય હતા તેવા જીવતા પાછા મળે તો હું જરૂર એને સિધ્ધિ ગણીશ અને તમારી પીઠ પણ થાબડીશ. 
સ્વામીશ્રીનો આ જવાબ મોટા ભાંડુ બની બેઠેલા આજના માણસને કદાચ હજુ પૂરેપૂરો સમજાયો નથી, પશુ પ્રાણી કે પંખીઓ ઉપર પોતાના આહાર, શોખ કે મોજમજા કે મનોરંજન માટે ઉપયોગ કરવાની માણસની રાક્ષસી વૃત્તિએ પોતાની જાતને તો નુકસાન પહોંચાડ્યું છે પણ સાથે સાથે સર્જનહારની સમષ્ટિના સત્યને વેર વિખેર કરીને પોતે જ અસ્તિત્વ સામે એક મોટું પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. કદાચ એથી જ કવિ ઉમાશંકર જોષીએ ગાયું છે.
''અપારે આ સંસારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ ''
ચાલો આપણે સૌ સર્જનહારની આ લીલાને સમજપૂર્વક સ્વીકારીએ.
Tags :
GujaratFirstSocial
Next Article