Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેજીએફ ચેપ્ટર-2ની બોલ બાલા, ઇન્ડિયા સાથે લંડનમાં વેચાઇ આટલી ટિકિટ

કેજીએફ ચેપ્ટર-2 14મી એપ્રિલે  રિલિઝ થઇ રહી છે. તેની સાથે જ થલપતિ વિજય સાથે 'બીસ્ટ' અને શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'જર્સી'' પણ આ જ તારીખે રિલિઝ થઇ રહી છે. ત્રણેય ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ભારે સ્પર્ધા જોવાં મળશે. ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ RRRની જ્વલંત સફળતા બાદ સાઉથ સુપર સ્ટાર યશ સ્ટારર કે.જી એફ-2નો પણ બોક્સ ઓફિસ પર દબદબો રહેશે. લાગે છે કે આ ફિલ્મ માટે ગત વખતની જેમ આ વખતે પણ દર્શકો યશનà«
08:48 AM Apr 08, 2022 IST | Vipul Pandya
કેજીએફ ચેપ્ટર-2 14મી એપ્રિલે  રિલિઝ થઇ રહી છે. તેની સાથે જ થલપતિ વિજય સાથે "બીસ્ટ' અને શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'જર્સી'' પણ આ જ તારીખે રિલિઝ થઇ રહી છે. ત્રણેય ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ભારે સ્પર્ધા જોવાં મળશે. 

ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ 
RRRની જ્વલંત સફળતા બાદ સાઉથ સુપર સ્ટાર યશ સ્ટારર કે.જી એફ-2નો પણ બોક્સ ઓફિસ પર દબદબો રહેશે. લાગે છે કે આ ફિલ્મ માટે ગત વખતની જેમ આ વખતે પણ દર્શકો યશનું થિયેટરની અંદર સીટીઓ સાથે સ્વાગત કરશે. ત્રણ વર્ષ બાદ આ ફિલ્મની પ્રિક્વલ રિલીઝ થઈ રહી છે. સમગ્ર દેશ અને વિશ્વમાં મેકર્સ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પણ ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. એવું લાગે છે કે થલપથી વિજય અને શાહિદ કપૂર આ વમળમાં યશને ટક્કર આપતા જોવા મળશે. 
 
રેકોર્ડ બ્રેક એડવાન્સ બૂકીંગ 
યશની ફિલ્મનું બુકિંગ 7મી એપ્રિલે BookMyShow પર ખોલવામાં આવ્યું છે.  ઉત્તર ભારત, તમિલનાડુ અને કેરળમાં વુકીંગ ચાલુ છે. ચાહકો તેની ટિકિટ બુક કરાવવામાં વ્યસ્ત છે. જાણકારી મુજબ અહીં શો સંપૂર્ણપણે વેચાઈ ગયા છે. આ ફિલ્મનું બુકિંગ 10 એપ્રિલે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ખુલશે. થલપતિ વિજયની ફિલ્મ 'બીસ્ટ' પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છેઆ ફિલ્મ યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'ને જોરદાર ટક્કર આપતી જોવા મળશે. આ ફિલ્મની ટિકિટ વિદેશી બજારમાં પણ વેચાઈ રહી છે.યુકેમાં આ ફિલ્મની પાંચ હજાર ટિકિટ 12 કલાકમાં વેચાઈ ગઈ છે. આ પહેલી ભારતીય ફિલ્મ છે, જેના માટે આટલી ટિકિટો વિદેશમાં અગાઉથી બુક કરવામાં આવી છે. ફિલ્મ 'KGF ચેપ્ટર 2'માં રવિના ટંડન અને સંજય દત્ત પણ જોવા મળવાના છે. આ મૂવીનો પોતાનો મજબૂત વફાદાર ચાહક વર્ગ છે.

ટ્રેલર 24 કલાકની અંદર રેકોર્ડ બ્રેક વ્યૂઝ
તાજેતરમાં KGF 2 નું ટ્રેલર રિલીઝ થયું છે. દર્શકોની ઉત્સુકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રેલર રિલીઝ થતાં જ 24 કલાકની અંદર રેકોર્ડ તોડ્યો. જીએફ-1નો જાદુ લોકો પર છવાયેલો હતો. હવે ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે. તાજેતરમાં KGF 2 ટ્રેલર રિલીઝ થયું છે. દર્શકોની ઉત્સુકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રેલરે રિલીઝ થયાના 24 કલાકમાં જ રેકોર્ડ બનાવ્યો છે .KGF ચેપ્ટર 2 ના ટ્રેલરને 24 કલાકમાં 109 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આજ સુધી કોઈ ભારતીય ટ્રેલરને આટલા વ્યુઝ મળ્યા નથી.
 ટ્રેલરમાં સંજય દત્તના પાત્ર અધીરાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત રવિના ટંડનની ભૂમિકાએ પણ ફિલ્મ વિશે લોકોની ઉત્સુકતા વધારી છે. ફિલ્મના ટ્રેલરના હિન્દી વર્ઝન 51 મિલિયન, તેલુગુ વર્ઝનને 20 મિલિયન, કન્નડ  વર્ઝનને 18 મિલિયન, તમિલ વર્ઝનને 12 મિલિયન અને મલયાલમ વર્ઝનને8 મિલિયન વ્યૂઝ મળ્યા છે. 
જુઓ દમદાર ટ્રેલર
Tags :
GujaratFirstkgfchepter2mrunalthakurRaveenaTandonsahidkapoorSanjayDuttvijythalpatiyesh
Next Article