Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાના અનેક વિસ્તારોમાં હિમવર્ષાનો કહેર, 18 લોકોના મોત

અમેરિકામાં હાલમાં ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે..લોકો ઘરોમાં પૂરાઇ રહેવા મજબૂર બન્યા છે. બર્ફીલા બોમ્બ ચક્રવાતે જનજીવનને મુશ્કેલીમાં મુકી દીધું છે. સ્થિતિ એવી છે કે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ કામ કરી શકતી નથી. કાર અકસ્માત, વૃક્ષો ધરાશાયી થવા અને અન્ય કારણોસર અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો બીમાર છે. લગભગ 18 લાખ લોકો તેમના ઘરોમાં પુરાયેલા છે. આંતરરાષ
11:37 AM Dec 25, 2022 IST | Vipul Pandya
અમેરિકામાં હાલમાં ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે..લોકો ઘરોમાં પૂરાઇ રહેવા મજબૂર બન્યા છે. બર્ફીલા બોમ્બ ચક્રવાતે જનજીવનને મુશ્કેલીમાં મુકી દીધું છે. સ્થિતિ એવી છે કે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ કામ કરી શકતી નથી. કાર અકસ્માત, વૃક્ષો ધરાશાયી થવા અને અન્ય કારણોસર અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો બીમાર છે. લગભગ 18 લાખ લોકો તેમના ઘરોમાં પુરાયેલા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ છે અને હજારો લોકો પણ એરપોર્ટ પર ફસાયેલા છે.
મેડિકલ ટીમ ન આવવાને કારણે મોત
અમેરિકામાં જનજીવન ઠપ્પ છે..લોકોને ઈમરજન્સીમાં પણ મદદ મળી રહી નથી. ન્યૂયોર્કના બફૈલો વિસ્તારમાં ત્રણ નાગરિકો મોતે ભેટ્યા છે.. જેમાંથી બે લોકોના ઘરમાં મોત થયા છે. આ લોકોની તબિયત લથડી હતી અને બરફના તોફાનના કારણે ઈમરજન્સી મેડિકલ ટીમો તેમના સુધી પહોંચી શકી ન હતી. નેશનલ વેધર સર્વિસ અનુસાર ઘણી જગ્યાએ તાપમાન -48 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 
ન્યૂયોર્કના ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યુ 
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ સ્થિતિ પર દુખ વ્યક્ત કર્યું છે . બફૈલોમાં પવનની ઝડપ લગભગ 80 માઇલ પ્રતિ કલાક છે. અમેરિકામાં લાખો લોકો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે. બોંબ ચક્રવાતથી 14 લાખથી વધુ ઘરો અને વ્યવસાયો ગંભીર રીતે પ્રભાવિત થયા છે કારણ કે તેના કારણે અંધારપટ, વીજ પ્રવાહ અને તાપમાનમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ  તવાંગમાં માર ખાધા બાદ સુધર્યું ચીન, ભારત સાથે સારા સંબંધોની કરી માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmericadiedGujaratFirstSnowfallUS
Next Article