Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં બરફનું તોફાન તો ઉત્તર-પશ્ચિમ ભારત કાતિલ ઠંડીની લપેટમાં

દેશના ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો કાતિલ ઠંડી (Cold) ઠંડીની લપેટમાં આવી ગયા છે ત્યારે બીજી તરફ અમેરિકા કેનેડા અને જાપાનમાં પણ કાતિલ ઠંડી અને બરફનું તોફાન (Snow Storm)જોવા મળ્યું છે. જોરદાર ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં શીતલહેરઉત્તર ભારતના રાજ્યોમાં તથા પહાડી વિસ્તારોમાં બરફ વર્ષ
અમેરિકામાં બરફનું તોફાન તો ઉત્તર પશ્ચિમ ભારત કાતિલ ઠંડીની લપેટમાં
દેશના ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો કાતિલ ઠંડી (Cold) ઠંડીની લપેટમાં આવી ગયા છે ત્યારે બીજી તરફ અમેરિકા કેનેડા અને જાપાનમાં પણ કાતિલ ઠંડી અને બરફનું તોફાન (Snow Storm)જોવા મળ્યું છે. જોરદાર ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવો પડી રહ્યો છે. 
ઉત્તર ભારતમાં શીતલહેર
ઉત્તર ભારતના રાજ્યોમાં તથા પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઇ રહી છે અને કાતિલ ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા થઇ ગયું છે.  ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ભયંકર શીતલહેરની ચપેટમાં ઉત્તર ભારત આવી ગયું છે. ઉત્તર પ્રદેશ હરિયાણા,પંજાબ,રાજસ્થાનમાં કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે.  આગામી 48 કલાક સુધી ધુમ્મસની આગાહી છે.  પહાડી રાજ્યોમાં બરફવર્ષાની પણ  આગાહી કરાઇ છે. છેલ્લા એક સપ્તાહથી દેશના પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમી રાજ્યોમાં અસહ્ય ઠંડી અનુભવાઇ છે. 
ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અનુંભવ 
ગુજરાતમાં પણ  કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના  નલિયામાં ઠંડીનો પારો 5.8 ડિગ્રી પહોંચ્યો છે. ઠંડા પવનના કારણે દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. કાતિલ ઠંડીના કારણે રાજ્યમાં દિવસે પણ લોકો ઠૂંઠવાયા છે.  કચ્છમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળતાં વાહન ચાલકોને દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડે છે. 
અમદાવાદમાં દિવસે પણ લોકો ઠંડીથી ઠૂંઠવાયા છે.  અમદાવાદમાં સોમવારે રાત્રે 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જ્યારે ડીસામાં 9.6, અને કંડલામાં  9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 15 શહેરમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હજું પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર જોવા મળ્યું છે. 
 માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડી
બીજી તરફ ગુજરાતને અડીને આવેલા  માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે અને  પ્રથમવાર માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  જો કે કાતિલ ઠંડી વચ્ચે પણ પર્યટકો માઉન્ટ આબુમાં ઉમટી પડ્યા છે.  12 કલાકમાં 35 હજાર પર્યટક ઉમટ્યા છે અને  થર્ટી ફર્સ્ટને લઈ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છે. 


અમેરિકામાં બરફનું તોફાન 
આ તરફ  અમેરિકામાં બરફના તોફાનના કારણે તબાહી જોવા મળી છે.  બરફના તોફાનથી 50થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.  ન્યૂયોર્ક આસપાસમાં સૌથી ખરાબ સ્થિતિ છે જ્યારે  મોન્ટાનામાં માઈનસ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બરફ વર્ષાના કારણે  ન્યૂયોર્કમાં 8 ફૂટ સુધી  બરફના થર જામ્યા છે અને  બરફના તોફાનના કારણે 1707 ફ્લાઈટ રદ્દ કરાઇ છે.  5.5 કરોડ લોકો વિન્ટર વેધર વોર્નિંગ હેઠળ આવરી લેવાયા છે. અમેરિકામાં ઘણા શહેરોમાં માઇનસ છ ડીગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે
જાપાનમાં પણ  બરફ વર્ષાના કારણે 17ના મોત થયા છે જ્યારે 93 વ્યક્તિ ઘાયલ થયા છે. બરફ વર્ષાના કારણે  જાપાનમાં 20 હજાર ઘરોમાં અંધારપટ છવાયો છે.  કેનેડામાં બરફવર્ષાથી 4 લોકોના મોત થયા છે. 
 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.