સત્યેન્દ્ર જૈન કેસ મુદ્દે સ્મૃતિ ઇરાનીના અરવિંદ કેજરીવાલ આકરા પ્રહાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર મોટો પ્રહાર કર્યો છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે મંત્રી પદ પર ચાલુ રહેવા અંગે સવાલો ઉઠાવ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને અનેક સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે, કેજરીવાલ કાળા નાણાના માલિક સત્યેન્દ્ર જૈનને કેમ બચાવી રહ્યા છે?સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર મોટો પ્રહાર કર્યો છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે મંત્રી પદ પર ચાલુ રહેવા અંગે સવાલો ઉઠાવ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને અનેક સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે, કેજરીવાલ કાળા નાણાના માલિક સત્યેન્દ્ર જૈનને કેમ બચાવી રહ્યા છે?
સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી કેજરીવાલને ઘેરી લીધા છે. તેમણે કહ્યું, સત્યેન્દ્ર જૈન એક ભ્રષ્ટ વ્યક્તિ છે, જેને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે. શા માટે તે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલને પૂછ્યું કે, શું કેજરીવાલ એ વાતનો ઈન્કાર કરી શકે છે કે સત્યેન્દ્ર જૈને 2010થી 2016 દરમિયાન 4 શેલ કંપનીના પરિવારની મદદથી અને હવાલા ઓપરેટરની મદદથી મની લોન્ડરિંગ કર્યું હતું? તેમણે કહ્યું કે ડિવિઝન બેન્ચે પુષ્ટિ કરી છે કે સત્યેન્દ્ર જૈને મની લોન્ડરિંગ કર્યું છે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, કેજરીવાલે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એટલે દેશ સાથે વિશ્વાસઘાત, શું તમે દેશના ગદ્દારોને આશ્રય આપો છો? શું તેમને ખ્યાલ ન હતો કે કોર્ટે સત્યેન્દ્ર જૈનની ભૂમિકા જાહેર કરી છે? 2019માં કોર્ટે આદેશ આપ્યો હતો ત્યારથી અત્યાર સુધી કેજરીવાલ જાણતા હતા કે જૈન પાસે કાળું નાણું છે, તો પણ કેજરીવાલે તેમની સામે પગલાં કેમ ન લીધા? અંતમાં કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, શું સત્યેન્દ્ર જૈનનું કૌભાંડ કેજરીવાલની મજબૂરી છે? શું દિલ્હી હાઈકોર્ટ રાજકીય પક્ષ છે?
સ્મૃતિ ઇરાનીના સવાલો અને આરોપોના જવાબ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું, હું હંમેશા કહેતો આવ્યો છું કે સત્યેન્દ્ર જૈન એક કટ્ટર ઈમાનદાર માણસ છે. તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તપાસમાં તેઓ ચોખ્ખા બહાર આવશે. તેમણે મહોલ્લા ક્લિનિકનું મોડેલ આપ્યું છે, જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે સત્યેન્દ્ર જૈનને પદ્મ વિભૂષણ મળવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ નોંધાયેલો કેસ સંપૂર્ણપણે નકલી છે. તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મેં સત્યેન્દ્ર જૈનના કેસના તમામ કાગળો જોયા છે, કેસ તદ્દન નકલી છે. અમે કટ્ટર પ્રામાણિક અને દેશભક્ત લોકો છીએ, અમે ભ્રષ્ટાચારને દેશનો ગદ્દાર માનીએ છીએ, માથું કાપી શકીએ છીએ પણ ભ્રષ્ટાચાર નહીં કરીએ.
Advertisement