Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્મૃતિ ઇરાનીએ પણ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું, અધીર રંજનનો પ્રહાર

રાષ્ટ્રપતિ માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને વિવાદમાં આવેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને તેમની માફી માંગી છે. તેમણે હવે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પર પલટવાર કર્યો છે. તેમણે પત્રમાં આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રાષ્ટ્રપતિનું નામ પણ અભદ્ર રીતે લીધું હતું, જેના પર કાર્યવાહી થવી જોઈએ. ચૌધરીએ àª
05:53 AM Jul 30, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રપતિ માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને વિવાદમાં આવેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને તેમની માફી માંગી છે. તેમણે હવે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પર પલટવાર કર્યો છે. 
તેમણે પત્રમાં આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રાષ્ટ્રપતિનું નામ પણ અભદ્ર રીતે લીધું હતું, જેના પર કાર્યવાહી થવી જોઈએ. ચૌધરીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી ઈરાની ગૃહમાં તેમના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નામની બૂમો પાડી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિના નામ સાથે 'મેડમ' અથવા 'મિસિસ' શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા મુર્મૂને અપમાનિત કરવા સમાન છે.
સ્પીકરને લખેલા પત્રમાં ચૌધરીએ કહ્યું કે હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે જે રીતે શ્રીમતી સ્મૃતિ ઈરાની ગૃહમાં માનનીય રાષ્ટ્રપતિનું નામ લઈ રહ્યા હતા તે યોગ્ય નથી. તે માનનીય રાષ્ટ્રપતિ અથવા મેડમ અથવા શ્રીમતી જેવા આદરપૂર્ણ શબ્દોનો ઉપયોગ કર્યા વિના વારંવાર 'દ્રૌપદી મુર્મૂ' બૂમો પાડી રહ્યા હતા. તેથી, હું માંગ કરું છું કે શ્રીમતી સ્મૃતિ ઈરાનીના તે શબ્દોને ગૃહની કાર્યવાહીના રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે.
આ પહેલા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ભીંસમાં મુકી હતી અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને ચૌધરીને દેશની મહિલાઓ અને આદિવાસીઓની માફી માંગવા કહ્યું હતું.  જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદમાં જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે અને કોઈ કામકાજ થઈ શક્યું નથી.
Tags :
AdhirRanjanmChaudharyCongressGujaratFirstLokSabhasmritiirani
Next Article