Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મિતિ મંધાના અને રિચા ઘોષની તોફાની ઈનિંગ એળે ગઇ, ટીમ ઈન્ડિયાની 11 રને હાર

દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ગઇ કાલે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી રેણુકા સિંહ ઠાકુરે પાંચ વિકેટ ઝડપી હતી. જોકે, રેણુકા ઉપરાંત અન્ય બોલરોએ ખૂબ રન આપ્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 151 રન બનાવવામાં સફળ થઇ હતી. 152 રનના ટા
સ્મિતિ મંધાના અને રિચા ઘોષની તોફાની ઈનિંગ એળે ગઇ  ટીમ ઈન્ડિયાની 11 રને હાર
દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ગઇ કાલે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી રેણુકા સિંહ ઠાકુરે પાંચ વિકેટ ઝડપી હતી. જોકે, રેણુકા ઉપરાંત અન્ય બોલરોએ ખૂબ રન આપ્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 151 રન બનાવવામાં સફળ થઇ હતી. 152 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 140 રન જ બનાવી શકી હતી. ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહોતી.
Advertisement

T20 વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ હાર
મહિલા T20 વર્લ્ડ કપ 2023 માં ભારતીય ટીમની જીતનો સિલસિલો તૂટી ગયો છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2023 ની પ્રથમ બે મેચમાં જીત મળી હતી પરંતુ તેને ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા ભારતીય ટીમ 5 વિકેટે 140 રન જ બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ સામે રેણુકા સિંહે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા 4 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જો કે મિડલ ઓર્ડર પર ઈંગ્લિશ બેટર નેટ બ્રન્ટે 50, કેપ્ટન હીથર નાઈટ 28 અને વિકેટકીપર એમી જોન્સે 40 રન ફટકારીને ટીમનો સ્કોર 20 ઓવરમાં 151 રન સુધી પહોંચાડ્યો હતો. 152 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટરનો પરસેવો છૂટી ગયો હતો. ભારતીય બેટરોએ એટલી ધીમી બેટિંગ કરી કે જાણે તેઓ વનડે રમી રહ્યા હોય. ટીમ ઈન્ડિયાએ 10.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 62 રન જ બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને 31 રનની જરૂર હતી, પરંતુ માત્ર 17 રન જ બનાવી શક્યા અને ટીમ ઈન્ડિયા 11 રનથી મેચ હારી ગઈ.

રેણુકાની શાનદાર બોલિંગ

ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુરે 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પછી, તે ચોથી ઓવરમાં બે વિકેટ લેવામાં સફળ રહી હતી. રેણુંકાએ ઈંગ્લેન્ડની 7માંથી 5 વિકેટ પોતાના નામે કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુર ઉપરાંત શિખા પાંડે અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી. જોકે, બાદમાં રેણુકાનો સ્પેલ શરુઆતનો ખતમ થતા જ ઈંગ્લીશ ખેલાડીઓએ પોતાનો દમખમ દેખાડવાનો પ્રયાસ કરીને આક્રમક અંદાજ દર્શાવ્યો હતો.

Advertisement

Advertisement

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની આ સતત છઠ્ઠી હાર
પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બે મેચમાં હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ઈંગ્લેન્ડે સતત ત્રીજી જીત નોંધાવીને સેમિફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. બીજી તરફ ભારતીય ટીમે હવે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે રાહ જોવી પડશે. ટીમ ઈન્ડિયા હવે તેની ચોથી અને છેલ્લી લીગ મેચ સોમવારે 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે રમશે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની આ સતત છઠ્ઠી હાર છે.
શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?
સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કા સાથે 52 રન બનાવ્યા હતા, જ્યારે શેફાલી વર્મા 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થઈ ગઈ. જેમિમા રોડ્રિગ્સે 16 બોલમાં 13 અને દીપ્તિ શર્માએ 9 બોલમાં 7 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 6 બોલમાં 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, પાંચમા નંબરે ઉતરેલી વિકેટકીપર રિચા ઘોષે ટીમ ઈન્ડિયાને જીત અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પૂજા વસ્ત્રાકર સાથે છેલ્લી ઓવરમાં માત્ર 17 રન જ બનાવી શકી હતી. ઘોષે 34 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા. આ હાર બાદ પોઈન્ટ ટેબલમાં ગ્રુપ બીમાં હાજર ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ઈંગ્લિશ ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે થશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધની હાર ટીમ ઈન્ડિયા માટે બની શકે છે મુસિબત
આ હાર બાદ ટીમ ઈન્ડિયાને નુકસાન એ થશે કે ઈંગ્લેન્ડે તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમવાની છે. ઇંગ્લેન્ડની ટીમ તેના કરતા વધુ મજબૂત છે. આથી તમામ મેચો જીતીને ઈંગ્લિશ ટીમની ગ્રુપ બીમાં ટોચ પર જવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ જો ભારતીય ટીમ આયર્લેન્ડને હરાવે છે તો તે આ ગ્રુપમાંથી બીજા સ્થાને રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ગ્રુપ Aમાં ટોચ પર રહેવાની ઘણી તકો છે, તેથી છેલ્લી-4માં ભારતનો સામનો ખતરનાક ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થઈ શકે છે, જેણે તેને છેલ્લી વખત ફાઇનલમાં હરાવ્યું હતું. આ જ કાંગારુ ટીમે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.