Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવાગામ ખાતે SMCએ દરોડા, વિદેશી દારૂનું ગોડાઉન મળી આવ્યું, રાજકોટ પોલીસ ઉંઘતી ઝડપાઇ

વિધાનસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ ફરી દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે. જેમાં રાજકોટ પોલીસ દ્વારા કડક અમલવારીના પોકળ દાવા કરતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ નજીક નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. જેમાં 2 શખ્સોની અટકાયત કરી 150 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
નવાગામ ખાતે smcએ દરોડા  વિદેશી દારૂનું ગોડાઉન મળી આવ્યું  રાજકોટ પોલીસ ઉંઘતી ઝડપાઇ
વિધાનસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ ફરી દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે. જેમાં રાજકોટ પોલીસ દ્વારા કડક અમલવારીના પોકળ દાવા કરતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ નજીક નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. જેમાં 2 શખ્સોની અટકાયત કરી 150 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂની 150 થી વધુ પેટી કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી છે. રાજકોટની ભાગોળે નવાગામમાંથી દારૂનું આખે આખુ ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે. આ સાથે ગોડાઉનમાં કેમિકલ જથ્થો પણ મળી આવતા હાલ FSLની મદદ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના PI ખાંટના જણાવ્યા મુજબ હાલ નવાગામ ખાતે ગોડાઉનમાં કેટલો દારૂનો જથ્થો છે તે અંગે ગણતરી ચાલુ છે. સાથે જ કેટલીક કેમિકલની બોટલો પણ મળી આવી છે જે શું છે તે ચકાસવા માટે FSLની મદદ લેવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ છે ત્યારે આ દારૂ અહીંયા જ બનાવી વહેંચવામાં આવતો હોય તેવી પણ શક્યતા રહેલી છે માટે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.છેલ્લા ત્રણેક દિવસથી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ નવાગામ સ્થિત દારૂના આ ગોડાઉન પર વોચ રાખી રહયા હતા અને બાતમી પાકી હોવાના સંકેત મળતાની સાથે જ આજે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે સવારે નવાગામના નજીક એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો જેમાં આખું ગોડાઉન દારૂથી ભરાયેલું હોવાનું સામે આવ્યું છે. મોટા હડમતીયા ગામના વતની રોહિત વોરા અને હસમુખ સાકરીયા ગોડાઉન માલિક છે. તેઓએ બેટરીના પાણી માટે ગોડાઉન રાખ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા સમય પહેલાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલએ માલવીયાનગર વિસ્તારમાં બુટલેટર હાર્દિક ઉર્ફે કવીના દેશી દારૂના બાર ઉપર ત્રાટકીને અનેક પ્યાસીઓને પકડી પાડયા હતાં હવે જયારે વિદેશી દારૂ ભરેલુ આખેઆખુ ગોડાઉન પકડી લીધુ છે ત્યારે આવનારા સમયમાં સ્થાનિક પોલીસ ઉપર આકરા પગલાઓ લેવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.