Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાથ પગની કાળાશ દૂર કરવાનો આ છે સૌથી સરળ અને સસ્તો ઉપાય

કાળઝાળ ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને તેના કારણે ટેનીંગની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. ન માત્ર ચહેરા પર પણ હાથ પગ પર પણ આ ટેનીંગની અસર ઉનાળામાં થતી હોય છે. ઘણી વાર ટેનીંગની સમસ્યા એટલી વધી જતી હોય છે કે તમારા ચહેરાનો રંગ અને હાથ પગના રંગમાં પણ ભેદ દેખાવા લાગે છે. સામાન્ય રીતે લોકો ચહેરાની સંભાળ વધુ રાખતા હોય છે અને હાથ પગની સંભાળ રાખવામાં નિષ્કાળજી રાખતા હોય છે. જોકે હવે તેમાં ધીરે
હાથ પગની કાળાશ દૂર કરવાનો આ છે સૌથી સરળ અને સસ્તો ઉપાય
કાળઝાળ ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને તેના કારણે ટેનીંગની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. ન માત્ર ચહેરા પર પણ હાથ પગ પર પણ આ ટેનીંગની અસર ઉનાળામાં થતી હોય છે. ઘણી વાર ટેનીંગની સમસ્યા એટલી વધી જતી હોય છે કે તમારા ચહેરાનો રંગ અને હાથ પગના રંગમાં પણ ભેદ દેખાવા લાગે છે. સામાન્ય રીતે લોકો ચહેરાની સંભાળ વધુ રાખતા હોય છે અને હાથ પગની સંભાળ રાખવામાં નિષ્કાળજી રાખતા હોય છે. જોકે હવે તેમાં ધીરે ધીરે જાગૃતિતો આવી રહી છે. બ્યુટી પાર્લરમાં જઇને લોકો મેનીક્યોર પેડીક્યોર કે સ્કીન પોલીશીંગ જેવી ટ્રીટમેન્ટ લેતા હોય છે. આ બધી જ ટ્રીટમેન્ટ અતિ ખર્ચાળ હોય છે અને સાથે જ તેમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાથી તે લાંબા ગાળે સ્કીનને ડેમેજ કરી શકે છે. હાથ પગની કાળજી રાખવા માટે એવી પણ અનેક વસ્તુઓ છે જેના ઉપયોગથી તમે કાળજી રાખી શકો છો, જેની સાઇડ ઇફેક્ટ પણ નથી અને સાથે જ તે ખર્ચાળ પણ નથી. 
બેકિંગ સોડાનો ઉપયોગ
ઘણી અભિનેત્રીઓ છે, જેઓ રંગને નિખારવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, હાથ અને પગને ગોરા બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. જોકે બેકિંગ સોડાનો ઉપયોગ પ્રોપર કરવામાં ન આવે તો તે સ્કીનને સૂકી બનાવી દે છે. તેથી તેના ઉપયોગ પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવી દો. સાથે જ બેકિંગ સોડાનો ઉપયોગ કરતા સમયે તમારા ત્વચાના પ્રકારને પણ ધ્યાને અનિવાર્ય રીતે રાખવું જોઇએ. 
બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, કારણ કે તેનો ઉપયોગ ઘરના કામોમાં અનેક રીતે કરવામાં આવતો હોય છે. અઠવાડિયામાં એકવાર બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે ટેનિંગની સમસ્યાને હંમેશ માટે દૂર કરી શકો છો. આટલું જ નહીં આના ઉપયોગ બાદ ત્વચા કોમળ પણ દેખાશે. 
કાળા હાથ અને પગથી કેવી રીતે છુટકારો મેળવવો
ઉનાળામાં લોકો હાથ-પગને બને તેટલું ઢાંકીને રાખે છે, પરંતુ ક્યારેક ખુલ્લા રાખવા પણ જરૂરી બની જાય છે. હાથ અને પગમાંથી હઠીલા બ્લેકહેડ્સ દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ખાવાનો સોડા લો અને તેમાં ટામેટાંનો રસ અને 4 થી 5 ટીપાં નારિયેર તેલ મિક્સ કરો. હવે આનાથી હાથ-પગને સારી રીતે સ્ક્રબ કરો. અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરવાની આ રીતને જરૂર અજમાવી જુઓ. 
પેડીક્યોર અને મેનીક્યોર કરવાની આ એક સરળ રીત છે
જરૂરી નથી કે તમે પેડિક્યોર અને મેનીક્યોર માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરો. કેટલીક વસ્તુઓની મદદથી પગ અને હાથની ગંદકી અને કાળાશ દૂર કરી શકાય છે,  તે ત્વચાને પણ ગોરી બનાવશે. આ માટે સૌપ્રથમ એક ટબમાં ગરમ ​​પાણી મૂકો અને તેમાં 1 ચમચી શેમ્પૂ અને બેકિંગ સોડા મિક્સ કરો. જ્યારે બંને વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય, પછી હાથ-પગને 5 મિનિટ સુધી પલાઢીને રાખો. 5 મિનિટ પછી, લૂફા અથવા સોફ્ટ બ્રશની મદદથી હાથ અને પગને સારી રીતે સાફ કરો. 
બેકિંગ સોડા પેક લગાવો
જો તમારી પાસે સ્ક્રબિંગ અથવા પેડિક્યોર-મેનીક્યોર માટે સમય નથી તો તમે બેકિંગ સોડા અને ગુલાબજળની પેસ્ટ બનાવીને હાથ-પગ પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ઉનાળામાં ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે. તેને 20 મિનિટ સુધી રાખ્યા બાદ તેને સામાન્ય ઠંડા પાણીથી ધોઈ લો. ધોતી વખતે, તેને તમારા હાથથી સ્ક્રબ કરતા હોવ તેમ હટાવો.
બેકિંગ સોડાનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
બેકિંગ સોડા ત્વચા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઘણા લોકો ગોરી ત્વચા માટે તેનો ઉપયોગ કરે છે. જો કે, કેટલાક લોકોની ત્વચા શુષ્ક હોય છે, આ કિસ્સામાં ત્વચા શુષ્ક થવાની સંભાવના વધુ હોય છે. તેથી અઠવાડિયામાં માત્ર એક જ વાર તેનો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે. આ સિવાય તેને લગાવ્યા બાદ હાથ અને પગને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં. આનાથી ત્વચામાં મોઇશ્ચર જળવાઈ રહેશે અને હાથ-પગની ત્વચા નરમ થશે.
Advertisement
Tags :
Advertisement

.