સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ સ્વસ્થ બનાવવા આટલું અવશ્ય કરો
એવું કહેવાય છે કે જેની સવાર સુંદર તેનો દિવસ સુંદર. તમારી સવાર જો સારી હશે તો તેની અસર તમને દિવસ દરમિયાન પણ જોવા મળશે. એટલા માટે જ તમારા સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે તમારે તમારા સવારના રૂટીનને થોડુક બદલવુ પડશે. તમારી સવારની આદતોમાં જો તમે અમુક બાબતોનો ઉમેરો કરી દો છો તે તમારા ન માત્ર દિવસ દરમિયાનની સ્ફૂર્તિમાં વધારો કરશે પણ સાથે જ તેનાથી તમારી તબીયતમાં પણ અનેક રીતે સુધારો આપ
એવું કહેવાય છે કે જેની સવાર સુંદર તેનો દિવસ સુંદર. તમારી સવાર જો સારી હશે તો તેની અસર તમને દિવસ દરમિયાન પણ જોવા મળશે. એટલા માટે જ તમારા સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે તમારે તમારા સવારના રૂટીનને થોડુક બદલવુ પડશે. તમારી સવારની આદતોમાં જો તમે અમુક બાબતોનો ઉમેરો કરી દો છો તે તમારા ન માત્ર દિવસ દરમિયાનની સ્ફૂર્તિમાં વધારો કરશે પણ સાથે જ તેનાથી તમારી તબીયતમાં પણ અનેક રીતે સુધારો આપ જોઇ શકશો. અને તમારું સ્વાસ્થ્ય વધુ સારુ થતાં જ તમારી સ્કીન પર પણ તમે ગ્લો જોઇ શકશો. તમારી સ્કીન વધુ હેલ્ધી અને વધુ ફ્રેશ લાગવા લાગશે. તો આવો આપને જણાવીએ કે કઇ એ આદતો છે જે તમારે તમારા રૂટીનમાં સામેલ કરવાની છે.
દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો
સવારે ઉઠ્યા પછી તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો. જેના કારણે પેટ સારી રીતે સાફ થાય છે અને મેટાબોલિઝમ પણ જળવાઈ રહે છે. જો તમે આમાં મધ અને લીંબુ મિક્સ કરો તો પેટની સાથે ત્વચાને પણ ફાયદો થાય છે. શરીર હાઇડ્રેટેડ રહે છે અને તેના કારણે તમારી સ્કીન પર પણ કુદરતી ચમક આવવા લાગશે.
દરરોજ 30-45 મિનિટ કસરત કરો
ફિટ રહેવા માટે તમારે કસરતનું મહત્વ સમજવું પડશે. દરરોજ વધુ નહીં, પરંતુ સવારે માત્ર 30 થી 45 મિનિટની કસરતથી તમે લાંબા સમય સુધી ફિટ અને ફાઈન રહી શકો છો. આના કારણે ફેટ ઝડપથી બર્ન થાય છે, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘણી હદે ઘટી જાય છે.
ખાલી પેટે ચા કે કોફી પીવાનું ટાળો
સવારે ગરમ પાણી પીવું એટલું જ ફાયદાકારક છે જેટલું ખાલી પેટ ચા અને કોફીનું સેવન કરવું નુકસાનકારક છે. ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડિટી સાથે અપચો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. પરંતુ બીજી તરફ જો તમે ગ્રીન ટી પીઓ છો તો તે કોઈપણ રીતે નુકસાનકારક નથી.
નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક લો
પ્રોટીનથી ભરપૂર નાસ્તો તમને દિવસ દરમિયાન સ્ફૂર્તિમાં રાખશે. સાથે જ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી તમને વારંવાર ભૂખ પણ લાગતી નથી. અને ઓછુ ખાવાથી તમારું વજન પણ કંટ્રોલમાં તમે રાખી શકો છો. તમારા નાસ્તામાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. નાસ્તામાં કોટેજ ચીઝ, દહીં, ઈંડા, ચીઝ, બદામનો સમાવેશ કરી શકો છો.
દરરોજ ભૂલ્યા વગર ફળ ખાઓ
નાસ્તામાં તમે ગમે તે ખાઓ, પરંતુ રોજ એક ફળ ખાવાની આદત પણ તમારી દિનચર્યામાં અચૂક સામેલ કરી લો. ફળોમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જેની આપણા શરીરને ખૂબ જ જરૂર હોય છે. તો સફરજન, કેળા, ચીકુ, નાસપતી, નારંગી, કંઈપણ તમે ખાઈ શકો છો.
Advertisement