Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહેન આજના દિવસે ભાઇને યાદ કરીને ભાવુક થઇ, સુશાંતની આ ફિલ્મો ચોક્કસ જોવી જોઇએ

આજે સુશાંતસિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ છે. જ્યારથી 14 જૂન 2020 ના રોજ સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું છે, ત્યારથી તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો આઘાતમાં છે. સુશાંતનું મોત હત્યા હતું કે આત્મહત્યા તેનો હજુ સુધી ઉકેલ નથી આવ્યો, પરંતુ આજે સુશાંતના મૃત્યુને બે વર્ષ પૂર્ણ થયા છે. સુશાંત તેની બહેનોની ખૂબ નજીક હતો. આ ખાસ અવસર પર સુશાંતની બહેન શ્વેતાએ તેના ભાઈ માટે એક પોસ્ટ શેà
07:53 AM Jun 14, 2022 IST | Vipul Pandya
આજે સુશાંતસિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ છે. જ્યારથી 14 જૂન 2020 ના રોજ સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું છે, ત્યારથી તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો આઘાતમાં છે. સુશાંતનું મોત હત્યા હતું કે આત્મહત્યા તેનો હજુ સુધી ઉકેલ નથી આવ્યો, પરંતુ આજે સુશાંતના મૃત્યુને બે વર્ષ પૂર્ણ થયા છે. સુશાંત તેની બહેનોની ખૂબ નજીક હતો. આ ખાસ અવસર પર સુશાંતની બહેન શ્વેતાએ તેના ભાઈ માટે એક પોસ્ટ શેર કરી છે.બહેન ભાઇ સુશાંતની બીજી પુણ્યતિથિ પર પોસ્ટ શેર કરીને ભાવુક થઈ છે.
સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતનો અભિનયના લોકો આજે પણ દીવાના છે. કદાચ તેથી જ તેની યાદો, ફિલ્મો, સુંદર સ્મિત આજે પણ દરેકના મનમાં જીવંત છે. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહ્યું. તેમના મૃત્યુએ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી દીધું હતું જોકે ચાહકો હજુ પણ તેમના મૃત્યુના રહસ્યને ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે. 
ટીવી શો પવિત્ર રિશ્તાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પીઢ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. સુશાંતની બહેન શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું - તમને દુનિયા છોડીને બે વર્ષ થઈ ગયા છે પરંતુ તમે જે મૂલ્યો અને સિદ્ધાંતો માટે હંમેશા ઉભા રહ્યા છો તેના કારણે આજે તમે અમર થઈ ગયા છો. શ્વેતાએ આગળ લખ્યું - દયા, કરુણા અને બધા માટે પ્રેમ તમારા ગુણો હતા. તમારા બધા માટે ઘણું બધું કરવા માંગુ છું. અમે તમારા સન્માનમાં તમારા ગુણો અને આદર્શોને જાળવી રાખીશું. તમે વિશ્વને વધુ સારા માટે બદલ્યું છે અને અમે તમારા વિના આમ કરવાનું ચાલુ રાખીશું. આ પછી શ્વેતાએ સળગતા દીવાનું ઈમોજી પોસ્ટ કર્યું અને લખ્યું – ચાલો આજે આપણે બધા દીવો પ્રગટાવીએ અને કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે નિઃસ્વાર્થપણે કામ કરીએ.
સુશાંતે એક દાયકાથી પણ ઓછા સમયમાં પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. 'કાઈ પો છે', 'એમ. એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, 'કેદારનાથ', 'છિછોરે' સોનચિડિયા તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાય છે. 
અભિનેતાની છેલ્લી મોટી ફિલ્મ 'છિછોરે' હતી જે વર્ષ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અભિનેતાના મૃત્યુ પછી, તેની ફિલ્મ 'દિલ બેચારા' OTT પર રિલીઝ થઈ હતી. સુશાંતની આ છેલ્લી ફિલ્મ હતી. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ 'કાઈ પો છે' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના લોકો આજે પણ દીવાના છે.સુશાંતના ચાહકોએ તેમની આ પાંચ શ્રેષ્ઠ ફિલ્મો  જરુર જોવી જોઈએ.
1.કાઈ પો છેમાં સુશાંત ઉપરાંત રાજકુમાર રાવ અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં છે.
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કાઈ પો છેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં સુશાંતની એક્ટિંગ લોકોને પસંદ પડી હતી. કાઈ પો છેમાં સુશાંત ઉપરાંત રાજકુમાર રાવ અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં છે.
2.એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સુશાંતના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતી અને તેણે લગભગ 250 કરોડનું કલેક્શન કર્યું હતું.
3.કેદારનાથ
કેદારનાથ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની જોડી લોકોને પસંદ આવી હતી. સુશાંતે ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો હતો અને તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તમારે આ જોવું જ જોઈએ. 
4.સોનચિડિયા
સોનચિડિયા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે લોકોને સાવ અલગ પ્રકારની એક્ટીંગથી ચોંકાવી દીધા હતા. ફિલ્મમાં સુશાંત બળવાખોર બન્યો હતો અને અભિનેતાએ ડાકુની ભૂમિકામાં શાનદાર કામ કર્યું હતું.
5.છિછોરે
છિછોરે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે યુવાન અને વૃદ્ધ એમ બે ભૂમિકા ભજવી હતી અને તે બંનેમાં પરફેક્ટ દેખાતો હતો. ફિલ્મે માત્ર સારો દેખાવ કર્યો જ નહીં, પણ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો. આ એવોર્ડ ફિલ્મના દિગ્દર્શક દ્વારા સુશાંતને સમર્પિત કરવામાં આવ્યો હતો.
Tags :
BollywoodNewsGujaratFirstshushantdeathaniversirySushantsinghRajpur
Next Article