Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનની રાજધાની કિવમાં હુમલાની ચેતવણી આપતું સાયરન વાગતા લોકોએ ઉલટી તરફ દોડાવી ગાડીઓ

રશિયા-યુક્રેન વિવાદ આખરે યુદ્ધ સુધી પહોંચી ગયો છે. આજે (ગુરુવાર) રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલાની ઘોષણા કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કરી દીધુ છે. યુક્રેન હવે કિવ સહિત ઘણા એરપોર્ટને ખાલી કરાવવામાં વ્યસ્ત છે. ત્યારે એક વિડીયો સામે આવ્યો છે, જેમા યુક્રેનની રાજધાની કિવમાં હુમલાનું સાયરન વાગી રહ્યું હોવાનું સંભળાઇ રહ્યું છે.  રશિયાના
યુક્રેનની રાજધાની કિવમાં હુમલાની ચેતવણી આપતું સાયરન વાગતા લોકોએ ઉલટી તરફ દોડાવી ગાડીઓ

રશિયા-યુક્રેન વિવાદ આખરે યુદ્ધ સુધી પહોંચી ગયો છે. આજે (ગુરુવાર) રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલાની ઘોષણા કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કરી દીધુ છે. યુક્રેન હવે કિવ સહિત ઘણા એરપોર્ટને ખાલી કરાવવામાં વ્યસ્ત છે. ત્યારે એક વિડીયો સામે આવ્યો છે, જેમા યુક્રેનની રાજધાની કિવમાં હુમલાનું સાયરન વાગી રહ્યું હોવાનું સંભળાઇ રહ્યું છે.

Advertisement

રશિયાના હુમલાની ઘોષણા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ શું કહ્યું?

Advertisement

આપને જણાવી દઇએ કે, રશિયાએ યુક્રેનના કેટલાય શહેરો પર મિસાઈલ છોડી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. રશિયાના હુમલાની ઘોષણા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ફરી એકવાર કહ્યું છે કે, અમેરિકા અને અન્ય સહયોગી ચુપચાપ બેસી નહીં રહે અને પુતિનના પગલાનો જવાબ આપવામાં આવશે. બીજી તરફ પુતિને કહ્યું કે, આ સૈન્ય ઓપરેશન તેમના દેશની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે.

Advertisement

યુક્રેનના અનેક વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ 

રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કરી દીધુ છે. કિવ, ડોનબાસ ખાર્કી, ઓડેસા સહિત ઘણા વિસ્તારોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે. ઘટનાસ્થળે હાજર પત્રકારોએ સોશિયલ મીડિયા પર ઘણા Visual શેર કર્યા છે જેમાં વિસ્ફોટના વાદળ જોઈ શકાય છે. યુક્રેનના અનેક વિસ્તારોમાં લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિવમાં લાંબા જામ નોંધાયા છે, લોકો દોડી રહ્યા છે. લોકોને એર સાયરન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકા સહિત અનેક દેશ આ હુમલાની શરૂઆતથી ગુસ્સે જોવા મળી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિએ શું કહ્યું હતુ?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય તેમ નહીં. તેથી જ રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને કબજે કરવાનો નથી. પુતિને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવા અને ઘરે જવા કહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રશિયા-યુક્રેન સરહદો પર રશિયન લશ્કરી સ્તંભોની મોટી જમાવટ જોવા મળી છે. પુતિને યુક્રેનમાં બે અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર તરીકે માન્યતા આપ્યા બાદ અને શાંતિ રક્ષકોને તૈનાત કરવાનો આદેશ આપ્યા બાદ તણાવ વધી ગયો.

Tags :
Advertisement

.