ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, શુભમન ગિલ બાદ સિરાજે બતાવી પોતાની તાકાત

ભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક પહેલી જ વનડેમાં વિજય ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યુંપહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન ન્યુઝીલેન્ડની ટીમ  337 રન કરી શકી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હાઈસ્કોરીંગ મેચમાં બંને ટીમોએ વિશાળ સ્કોર ખડક્યા હતા. જોકે ભારતે અંતિમ ઓવરમાં કિવી ટીમને 337 રનના સ્કોર પર સમેટી લઈને 12 રનથી જીત મેળવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથ
04:36 PM Jan 18, 2023 IST | Vipul Pandya
  • ભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક 
  • પહેલી જ વનડેમાં વિજય 
  • ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું
  • પહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન 
  • ન્યુઝીલેન્ડની ટીમ  337 રન કરી શકી 
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હાઈસ્કોરીંગ મેચમાં બંને ટીમોએ વિશાળ સ્કોર ખડક્યા હતા. જોકે ભારતે અંતિમ ઓવરમાં કિવી ટીમને 337 રનના સ્કોર પર સમેટી લઈને 12 રનથી જીત મેળવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમની શરુઆત ઠીક ઠાક રહી હતી. ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલે તોફાની સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.
અંતિમ ઓવર સુધી પહોંચી હતી.
ન્યુઝીલેન્ડે ભારતીય ટીમે આપેલા વિશાળ લક્ષ્યનો પિછો કરતા 110 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજે ભારત માટે 4 વિકેટ ઝડપી હતી. રોમાંચક પળોમાં સિરાજે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. મુશ્કેલ સમયમાં માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે વિશાળ ભાગીદારી નોંધાવી હતી. જેને લઈ મેચ અંતિમ ઓવર સુધી પહોંચી હતી.

બ્રેસવેલની સદીએ મેચ રોમાંચક બનાવી
ભારતીય બોલરોએ શરુઆતમાં ન્યુઝીલેન્ડને પરેશાન કરી દીધુ હતુ. એક બાદ એક 6 વિકેટ કિવી ટીમની 131 રનના સ્કોર પર ભારતીય બોલરોએ ખેરવી દીધી હતી. જોકે ત્યાર બાદ ભારતીય બોલરોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ વિકેટની શોધ કરતા સંઘર્ષની સ્થિતીમાં મુકાઈ ગયુ હતુ. એક સમયે મેચ સંપૂર્ણ રીતે ભારતીય ટીમના પક્ષમાં થઈ ગઈ હતી. જોકે માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે વિશાળ પાર્ટનર શીપ વડે મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. સેન્ટનરે 45 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. તે સિરાજનો શિકાર થયો હતો. 7મી વિકેટ માટે માઈકલ અને મિશેલ 162 રનની ભાગીદારી નોંઘાવી હતી.
બ્રેસવેલે મુશ્કેલ સમયમાં ભારત સામે સદી નોંધાવી હતી. તેણે 57 બોલમાં પોતાની તોફાની સદી પુરી કરી હતી. સદી તેણે શમીના બોલ પર છગ્ગો લગાવીને પુરી કરી હતી. આ તેનો છઠ્ઠો છગ્ગો નોંધાવ્યો હતો. બ્રેસવેલને અંતિમ ઓવરમાં શાર્દૂલે આઉટ કર્યો હતો. તે અંતિમ વિકેટના રુપમાં 78 બોલમાં 140 નોંધાવી આઉટ થયા હતો. આ દરમિયાન તેણે 10 છગ્ગા અને 12 ચોગ્ગા નોંધાવ્યા હતા. ન્યુઝીલેન્ડ વતી બ્રેસવેલે ત્રીજી સૌથી ઝડપી વનડે સદી નોંધાવી હતી. બ્રેસવેલની આ બીજી વનડે સદી કરીયરમાં હતી.

મીડિલ ઓર્ડર ઝડપથી સમેટાયો
કિવી ટીમની ઓપનીંગ જોડી 28 રનના સ્કોર પર તૂટી ગઈ હતી. ડેવેન કોન્વે 16 બોલનો સામનો કરીને 10 રન પર મોહમ્મદ સિરાજનો શિકાર થયો હતો. ત્યાર બાદ 70 સ્કોર પર ફિન એલન શાર્દૂલ ઠાકુકનો શિકાર થયો હતો. તેમે 39 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. હેનરી નિકોલ્સ 31 બોલમાં 18 રન નોંધાવી આઉટ થયો હતો. તેને કુલદીપ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેરેલ મિશેલે 9 રન નોંધાવ્યા હતા. કેપ્ટન ટોમ લાથમે 46 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. જ્યારે ગ્લિન ફ્લિપે 11 રન નોંધાવ્યા હતા.
રોમાંચક બનેલી મેચનુ પાસુ સિરાજે પલટ્યુ હતુ
હેનરી શિપ્લીને સિરાજે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. શિપ્લી ગોલ્ડ ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. જબરદસ્ત રોમાંચક બનેલી મેચનુ પાસુ સિરાજે પલટ્યુ હતુ. સિરાજે પોતાના સ્પેલની અંતિમ 10મી ઓવર અને ઈનીંગની 46મી ઓવરમાં બે વિકેટ ઝડપીને કિવી ટીમનુ લક્ષ્ય તરફ આગળ વધતુ અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. લોકી ફરગ્યુશને 8 રન નોંધાવ્યા હતા.

સિરાજનો તરખાટ
હૈદરાબાદના મોહમ્મદ સિરાજે પોતાના શહેરમાં ધમાલ મચાવી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. 10 ઓવરમાં 46 રન આપીને તેણે આ વિકેટ મેળવી હતી. કુલદીપ યાદવે 8 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. શમીએ 10 ઓવરમાં 69 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 70 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ મેળવી હતી.
આપણ  વાંચો- શુભમન ગિલે ODIમાં બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, યાદીમાં આ મોટા નામો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
1stODIGUjarat1stGujaratFirstINDvsNZMichaelBracewellMitchellSantnerShubmanGill
Next Article