Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિવાબાની જીતથી ખૂબ ખુશ છે સર જાડેજા, કર્યું ટ્વીટ- Hello MLA...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું હવે પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો પર જીત મેળવી છે. રાજ્યમાં ઘણી એવી બેઠકો હતી કે જેના પર સૌ કોઈની નજર હતી કે આ ઉમેદવાર જીતે છે કે હારે છે. આવી જ એક બેઠક જામનગર ઉત્તરની હતી જેમા રિવાબા જાડેજા (Rivaba Jadeja) કે જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેઓ ભાજપનàª
રિવાબાની જીતથી ખૂબ ખુશ છે સર જાડેજા  કર્યું ટ્વીટ  hello mla
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું હવે પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો પર જીત મેળવી છે. રાજ્યમાં ઘણી એવી બેઠકો હતી કે જેના પર સૌ કોઈની નજર હતી કે આ ઉમેદવાર જીતે છે કે હારે છે. આવી જ એક બેઠક જામનગર ઉત્તરની હતી જેમા રિવાબા જાડેજા (Rivaba Jadeja) કે જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. આ બેઠક પરથી રિવાબા જાડેજા હવે જીતી ચુક્યા છે ત્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) તેમની જીતના વખાણ કરતા અને તેમને શુભકામનાઓ પાઠવતા જોવા મળી રહ્યા છે. 
જાડેજાએ ટ્વીટ કર્યું હેલો MLA
જામનગર ઉત્તરથી હવે રિવાબા જાડેજા ધારાસભ્ય બની ગયા છે. ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર રિવાબા જાડેજાને 57.28 ટકા મત મળ્યા હતા. રિવાબા જાડેજાને 84,336 મત મળ્યા હતા. રિવાબા 50 હજારથી વધુ મતોથી જીત્યા છે. રિવાબા જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. રિવાબા જાડેજાની આ પ્રચંડ જીતથી રવિન્દ્ર જાડેજા પણ ખુબ ખુશ છે. જીત બદલ રિવાબા જાડેજાએ પોતાના વિસ્તારના લોકોનો આભાર માન્યો છે. રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ રિવાબાને અભિનંદન આપતા ટ્વીટ કર્યા છે અને જામનગરની જનતાનો આભાર માન્યો છે. જાડેજાએ ટ્વીટ કર્યું કે, 'હેલો ધારાસભ્ય, તમે ખરેખર તેના લાયક છો. જામનગરની જનતાનો વિજય થયો છે. હું મારા હૃદયથી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આશાપુરા માતાને વિનંતી છે. જામનગરના કામો ખૂબ સારા થશે. જય માતાજી.'
Advertisement

બહેન અને પિતા કરી રહ્યા હતા કોંગ્રેસ માટે પ્રચાર
રિવાબાની સાથે સાથે આ જીત રવિન્દ્ર જાડેજા માટે પણ ઘણી મહત્વની રહી છે. રવિન્દ્ર જાડેજાએ તેમની પત્નીને જીતાડવા ચૂંટણી પ્રચારમાં પુરેપુરી તાકાત લગાવી દીધી હતી. તે અનેક પ્રસંગોએ પત્ની માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પોતાની પત્નીને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા હતા. ઈજામાંથી પાછા ફરવાની રાહ જોઈ રહેલા રવિન્દ્ર જાડેજાએ પણ પતિ તરીકેની ફરજ બજાવી છે, પત્નીને ટેકો આપ્યો અને લોકોને મત આપવા અપીલ કરી. આ તમામ પરિબળોએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં રિવાબા જાડેજાને વિજેતા બનાવ્યા હતા. રિવાબા જાડેજાને 88,835 મત મળ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમુરને હરાવ્યા જેમને 35,265 મત મળ્યા છે. રિવાબા 5,357 મતોની સરસાઈથી જીત્યા છે.
રવિન્દ્ર જાડેજા એક એવો ક્રિકેટર કે જે પોતાના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલ મેચો જીતાડી છે તેણે હવે એકવાર ફરી એક મોટી સફળતા મેળવી છે. જ્યારે વિજય પ્રાપ્ત થયો છે, ત્યારે તે ખુશી વ્યક્ત કરવા માટે બંધાયો. ટ્વિટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતા રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબાને વિશેષ રીતે અભિનંદન પાઠવ્યા હતા અને જામનગર ઉત્તરની જનતાનો આભાર માન્યો હતો. 
રિવાબાએ જીત બાદ શું કહ્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.