Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વારાણસીમાં બુટ ચંપલ પહેરીને હનુમાન ચાલીસા પર સિંગર સુખવિંદરસિંહે કર્યો ડાન્સ, ઉભો થયો નવો વિવાદ

કોરોના કાળ બાદ ફરી એકવાર ધર્મની નગરી કાશીની સુંદરતા પાછી ફરતી જોવા મળી રહી છે. બોલિવૂડ ફિલ્મો અને ગીતોનું શૂટિંગ ગંગા ઘાટ અને વારાણસીમાં પસંદગીના સ્થળો પર બતાવવામાં આવ્યું છે. સિંગર સુખવિંદર સિંહ તેના નવા ડાન્સ વીડિયોને લઈને વિવાદોમાં ફસાયા છે. પ્રખ્યાત ગાયક, ગીતકાર અને સંગીતકાર સુખવિંદર સિંહ વારાણસીના ચેત સિંહ ઘાટ પર તેમના આગામી મ્યુઝિક વીડિયો 'હનુમાન ચાલીસા' પર ડાન્સ કરી રà
વારાણસીમાં બુટ ચંપલ
પહેરીને હનુમાન ચાલીસા પર સિંગર સુખવિંદરસિંહે કર્યો ડાન્સ  ઉભો થયો નવો વિવાદ

કોરોના કાળ બાદ ફરી એકવાર ધર્મની નગરી કાશીની સુંદરતા પાછી ફરતી
જોવા મળી રહી છે. બોલિવૂડ ફિલ્મો અને ગીતોનું શૂટિંગ ગંગા ઘાટ અને વારાણસીમાં
પસંદગીના સ્થળો પર બતાવવામાં આવ્યું છે. સિંગર સુખવિંદર સિંહ તેના નવા ડાન્સ
વીડિયોને લઈને વિવાદોમાં ફસાયા છે.
પ્રખ્યાત ગાયક, ગીતકાર અને સંગીતકાર સુખવિંદર સિંહ વારાણસીના ચેત સિંહ ઘાટ પર
તેમના આગામી મ્યુઝિક વીડિયો
'હનુમાન ચાલીસા' પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તે ચંપલ પહેરેલો જોવા મળ્યો
હતો. જેના પગલે હવે નવો વિવાદ ચગ્યો છે.

Advertisement


સુખવિંદરસિંહ હનુમાન ચાલીસાના શૂટિંગ દરમિયાન તેના સહ કલાકારો સાથે
પગમાં જૂતા પહેરેલા જોવા મળ્યા હતા. આ અંગે સુખવિંદર સિંહે પણ બેફામ જવાબ આપ્યો કે
આમ કરવાથી લાગણી ઓછી થાય છે
, તો તમે સાબિત કરો. અમારો હેતુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર અને ગીતકાર સુખવિંદર સિંહ ગંગા ઘાટ પર હનુમાન ચાલીસાના
ગુંજ સાથે
, હાથમાં ભગવો ધ્વજ
અને તમામ કલાકારો નાચતા હતા. આ નજારો વારાણસીની ગંગાના કિનારે આવેલા ચેત સિંહ
ઘાટનો હતો. પરંતુ સુખવિંદર સિંઘના નવા મ્યુઝિક વિડિયો
'હનુમાન ચાલીસા'ના શૂટિંગ દરમિયાન
સૌથી વધુ જે ધ્યાને આવ્યું તે એ હતું કે હનુમાન ચાલીસા પર ડાન્સ કરતી વખતે
સુખવિંદર સિંહ અને તેની સાથેના ડઝનેક કો-કલાકારો પણ જૂતા પહેરીને આવ્યા હતા.

Advertisement


આ વિવાદ પર સુખવિંદર સિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે
કહ્યું- અમારો ઈરાદો ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. સુખવિંદર સિંહનું આ ગીત
7 એપ્રિલે રિલીઝ થશે.
સુખવિંદર સિંહે કાશ્મીર ફાઇલ્સ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવેદન પર પણ
પ્રતિક્રિયા આપી હતી. અરવિંદ કેજરીવાલે ફિલ્મને યુટ્યુબ પર મુકવા પર સુખવિંદર
સિંહે કહ્યું કે જે કોઈ તેને થિયેટરમાં લાવવા માંગે છે અથવા યુટ્યુબ પર લાવે છે.

Advertisement

Tags :
Advertisement

.