Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાયક KK પંચતત્વમાં વિલીન

બોલિવૂડના જાણીતા સિંગર KK એ 31 મે 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે ગાયક કેકે પંચતત્વમાં ભળી ગયા. સંગીતની દુનિયાનો એક સૂર શાંત થઇ ગયો. 31મી મેએ કોલકાતામાં એક લાઈવ કોન્સર્ટમાં હાજરી આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. કેકેનો પરિવાર ગઈકાલે સવારે કોલકાતા પહોંચ્યો હતો. સાંજે, કેકેને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મોડી રાત્રે કેàª
ગાયક kk પંચતત્વમાં વિલીન
બોલિવૂડના જાણીતા સિંગર KK એ 31 મે 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે ગાયક કેકે પંચતત્વમાં ભળી ગયા. સંગીતની દુનિયાનો એક સૂર શાંત થઇ ગયો. 31મી મેએ કોલકાતામાં એક લાઈવ કોન્સર્ટમાં હાજરી આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. કેકેનો પરિવાર ગઈકાલે સવારે કોલકાતા પહોંચ્યો હતો. સાંજે, કેકેને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મોડી રાત્રે કેકેનો મૃતદેહ કોલકાતાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થયા હતા. વર્સોવા હિન્દુ સ્મશાનગૃહમાં કેકેના અંતિમ સંસ્કાર કરાયાં  હતાં. ગાયક કેકે પંચતત્વમાં ભળી ગયા. તેમના પુત્રએ તેમને મુખાગ્નિ આપી. 
સેલેબ્સ કેકેના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં
 આ જે સવારે 10 વાગ્યાથી જ ફિલ્મ અને સંગીતની દુનિયા સાથે જોડાયેલા તમામ સેલેબ્સ કેકેના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. .આ દરમિયાન પુત્રના આંસુ રોકાતા ન હતા બોલિવૂડના પ્રખ્યાત સિંગર KKએ 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યાં.  કેકેના નિધનના સમાચારે  સૌને ચોંકાવી દીધા છે. તમામ લોકો કેકેના અંતિમ દર્શન માટે પહોંચ્યાં હતાં. જેમાં ગાયક રાહુલ વૈદ્ય, પાપોન અને તોશી સાબરી પણ તેમના અંતિમ દર્શને આવ્યાં હતાં.
 શ્રેયા ઘોષાલ ખૂબ જ ભાવુક દેખાઈ
તેમના અંતિમ દર્શન કરવા આવેલી બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ ખૂબ જ ભાવુક દેખાઈ હતી. ફિલ્મ નિર્માતાઓ વિશાલ ભારદ્વાજ, શંકર મહાદેવન અને જાવેદ અખ્તર પણ અંતિમ દર્શને આવ્યાં હતાં. હરિહરન, રાઘવ સાચર, અભિજિત ભટ્ટાચાર્ય, અન્વેશી જૈન અને જાવેદ અલી કેકેના ઘરે તેમના અંતિમ દર્શનાર્થે આવ્યાં હતાં.તમામ લોકો કેકેના ગીતો સાથે જોડાયેલી તેમની યાદો શેર કરી રહ્યા છે, તેમની આત્માને શાંતિની કામના કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કહે છે કે તે તેના ગીતો દ્વારા હંમેશા આપણા હૃદયમાં રહેશે.

સીપીઆર મળ્યું હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત
કેકેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી જ થયું હતું. આ સાથે રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે જો કેકેને યોગ્ય સમયે સીપીઆર મળ્યું હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત. સાથે જ તેમને કીડની અને લીવર સંબંધિત બીમારી હોવાનું પણ સામે આવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.