Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાવ

સવારથી રેશમાને શરીરમાં ઝીણી કળતર,ઝીણો ઝીણો તાવ.બાથરૂમનાં છ-સાત ચક્કર પણ લાગ્યા,માથુંય ભારે,એને થાય કે કોઈ પંપાળે,પૂછે કે'માથું દબાવી દઉં?''કંઈ થાય છે?',' કેમ ઢીલી લાગે છે?'થોડીવારે એનો વર આવ્યો.એને થયું, હવે એ જરા ભાવ પૂછશે.પણ...એણે તો ફક્ત એટલું જ પૂછ્યું..'જમવામાં શું બનાવવાની છો?'સ્વાતિ રાજીવ શાહ
ભાવ
સવારથી રેશમાને શરીરમાં ઝીણી કળતર,ઝીણો ઝીણો તાવ.
બાથરૂમનાં છ-સાત ચક્કર પણ લાગ્યા,માથુંય ભારે,
એને થાય કે કોઈ પંપાળે,પૂછે કે"માથું દબાવી દઉં?"
"કંઈ થાય છે?",
" કેમ ઢીલી લાગે છે?"
થોડીવારે એનો વર આવ્યો.
એને થયું, હવે એ જરા ભાવ પૂછશે.
પણ...
એણે તો ફક્ત એટલું જ પૂછ્યું..
"જમવામાં શું બનાવવાની છો?"
સ્વાતિ રાજીવ શાહ
Advertisement
Tags :
Advertisement

.