Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કિંમતી ધાતુની કિંમતમાં થયો ફરી વધારી, જાણો સોના અને ચાંદીની કિંમત

એક દિવસની બ્રેક બાદ આજે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. ચાંદી ફરી 70 હજારને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાની કિંમતમાં આજે 0.77 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂ. 53,150 પર પહોંચી ગઈ છે.એક દિવસની નરમાશ બાદ આજે શુક્રવારે  સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. બજારના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને ધાતુના ભાવમાં વધારો થયો હતો. દરમિયાન ચાંદી ફરી એકવાર 70
04:50 AM Mar 11, 2022 IST | Vipul Pandya
એક દિવસની બ્રેક બાદ આજે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. ચાંદી ફરી 70 હજારને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાની કિંમતમાં આજે 0.77 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂ. 53,150 પર પહોંચી ગઈ છે.
એક દિવસની નરમાશ બાદ આજે શુક્રવારે  સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. બજારના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને ધાતુના ભાવમાં વધારો થયો હતો. દરમિયાન ચાંદી ફરી એકવાર 70 હજારને પાર કરી ગઈ હતી. . સોનાની કિંમતમાં આજે 0.77 ટકાનો વધારો થયો છે અને તેની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂ. 53,150 પર પહોંચી ગઈ છે.
સોનાના ભાવમાં વધારા સાથે આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. તેમાં મજબૂત 1.17 ટકાનો વધારો થયો છે અને આ વધારા સાથે ચાંદીની કિંમત 70,390 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ક્રૂડ ઓઈલની કિંમતની સાથે સાથે કિંમતી ધાતુઓની કિંમતોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ગુરૂવારે છેલ્લા કારોબારી દિવસે કાચા તેલની કિંમતમાં ઘટાડા બાદ સોના અને ચાંદીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
આ રીતે જાણો સોનાની શુદ્ધતા
જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.
Tags :
GoldGujaratFirstsilver
Next Article